SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૫૮ ૫૯ રત્નાકરાવતારિકા स चतुर्धा - प्रागभावः, प्रध्वंसाभाव, इतरेतराभावोऽत्यन्ताभावश्च ॥३-५८॥ પ્રસંગવશથી આ નિષેધના જ પ્રકારો સમજાવે છે કે - તે નિષેધ ચાર પ્રકારનો છે (૧) પ્રાગભાવ, (૨) પ્રäસાભાવ, (૩) ઈતરેતરાભાવ (૪) અત્યન્તાભાવ. ૩-૫૮ ટીકા - પ્રષ્ટિ - પૂર્વ વિસ્તૃત્મત્તેરમ:, પ્રäસાસરિમાવ, તરતમિમી, અત્યન્ત સર્વાभावः । विधिप्रकारास्तु प्राक्तनैर्नोचिरे । अत: सूत्रकृद्भिरपि नाभिदधिरे ॥३-५८॥ ટીકાનુવાદ :- ચાર પ્રકારના અસદંશના અભાવના અથ સમજાવે છે. નિષેધના કુલ ચાર પ્રકાર છે. તેના અર્થો આ પ્રમાણે - (૧) પ્રમવા આ શબ્દમાં પ્રજ, જે શબ્દ છે. તેનો અર્થ એવો કરવો કે કાર્યાત્મિક વસ્તુની ઉત્પત્તિ થાય તેના પૂર્વકાળમાં તેનો જે અભાવ તે પ્રાગભાવ, જેમ કે મૃપિંડના કાળમાં ઘટાત્મક કાર્યનો જે અભાવ છે તે, તથા તન્તકાળમાં પટનો જે અભાવ તે પ્રાગભાવ છે. (૨) વૃધ્વંસમાવે અહીં કર્મધારય સમાસ કરવો, પરંતુ પછીતપુરૂષ સમાસ ન કરવો, એટલે કે પ્રધ્વંસાત્મક = નાશાત્મક-વસ્તુના વિનાશાત્મક એવો જે અભાવ તે પ્રધ્વસાભાવ. જેમ કે કપાલમાં (ઠીકરામાં) ઘડાનો અભાવ, ખંડપટમાં અખંડપટનો અભાવ, સાધુ થનારમાં ગૃહસ્થતાનો જે અભાવ, તે સર્વે પ્રધ્વસાભાવ કહેવાય છે. અહીં પ્રધ્વંસનો જે અભાવ તે પ્રāસાભાવ એમ ષષ્ઠી તપુરૂષ સમાસ ન સમજવો. કારણ કે એમ કરવાથી વસ્તુના નાશનો જે અભાવ તે વસ્તુરૂપ થતાં અસ્તિસ્વરૂપ બને છે. પરંતુ અભાવાત્મક અર્થ થતો નથી. માટે કર્મધારય સમાસ કરવો. (૩) ફતરેતરામવિ :- ઈતરમાં ઈતરનો જે અભાવ તે ઈતરેતરાભાવ તેનું જ બીજું નામ અન્યોન્યાભાવ. જેમ કે ઘટમાં પટનો અભાવ, પટમાં ઘટનો જે અભાવ તે ઈતરેતરાભાવ, ઘટાત્મક પદાર્થ જે પટરૂપે નથી અને પટાત્મક પદાર્થ જે ઘટરૂપે નથી તે સર્વ ઈતરેતરાભાવ અર્થાત્ અન્યોન્યાભાવ કહેવાય છે. (૪) અત્યન્તાભાવ :- અત્યન્ત એવો જે અભાવ તે અત્યન્તાભાવ સર્વકાળે જે અભાવ, ત્રણેકાળે જેનું અસ્તિત્વ જ ન હોય તે અત્યન્તાભાવ કહેવાય છે. જેમ કે શશશૃંગ-વધ્યાપુત્રખપુષ્પ-મરૂમરીચિકા. એમ નિષેધના કુલ ચાર પ્રકારો છે. છતાં આ ચારે નિષેધો ગ્રંથકારશ્રી પોતે જ સૂત્ર ૫૯ થી ૬૬ માં વધુ સમજાવે જ છે. પ્રશ્ન :- સૂત્ર ૫૫ માં સાધ્યના બે પ્રકારો જણાવ્યા છે (૧) વિધિ અને (૨) નિષેધ. તો વિધિના પ્રકારો જણાવ્યા વિના નિષેધના ચાર પ્રકારો કેમ જણાવ્યા ? શું વિધિના પ્રકારો જ નથી? કે વિધિના પ્રકારો જણાવવાનું ગ્રંથકાર ભુલી ગયા છે ? ઉત્તર - પૂર્વાચાર્યોએ કોઈ પણ અગમ્ય કારણસર વિધિના પ્રકારો કહ્યા નથી. તેથી અહીં ગ્રંથકારશ્રીએ પણ વિધિના પ્રકારો કહ્યા નથી. પરંતુ કહેવાનું ભુલી ગયા એમ ન સમજવું. I૭-૫૮. Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy