________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૫૧/૫૨/૫૩/૫૪
રત્નાકરાવતારિકા
ત્યારબાદ હેતુ અને સાધ્યના સહચાર રૂપ વ્યાપ્તિ જાણવામાં આવે છે. અને તેનાથી મનમાં નિર્ણય થઈ જાય છે કે વહ્નિ વિના એકલો ધૂમ ક્યાંય હોઈ શકતો નથી. તેથી મહાનસ આદિમાં જેમ ‘‘વહ્નિવ્યાપ્યધૂમ’’ વર્તે છે પરંતુ એકલો ધૂમ નહીં તેવી જ રીતે અત્ર વેરો પિ આ પર્વત આદિ પ્રદેશમાં પણ ધૂમÆ તેવો ધૂમ વર્તે છે. અર્થાત્ એકલો નહીં પરંતુ વહ્રિવિશિષ્ટ એવો ધૂમ મહાનસની જેમ આ પ્રદેશમાં છે. એમ પૂર્વે જોયેલા મહાનસની સાથે ઉપસંહાર કરવા પૂર્વક આ પ્રદેશમાં હેતુનું પુનઃ કથન કરવું તે પક્ષધર્મતા કરતાં અધિક-વિશિષ્ટજ્ઞાન હોવાથી માત્ર પક્ષધર્મતા કહેવાતી નથી પરંતુ ઉપનય કહેવાય છે. ૩-૪૯-૫ગા
=
निगमनं लक्षयन्ति -
૪૫૩
ટીકા ઃ
साध्यधर्मिण्युपसंहरणमिति योगः ॥३-५१-५२॥
પક્ષાદિ ચાર અવયવનું સ્વરૂપ સમજાવી હવે નિગમન નામના પાંચમા અંગનું સ્વરૂપ સમજાવે છે - વળી સાધ્યધર્મનું (સાધ્યધર્મીમાં એટલે) પક્ષમાં ઉપસંહરણ (પુનઃ કથન) કરવું તે નિગમન કહેવાય છે જેમ કે તે કારણથી અહીં અગ્નિ છે જ.
સાધર્મિળિ અને ઉપસંહણમ્ આ બન્ને પદો ઉપરના સૂત્રમાંથી અહીં લાવવાં અને તેનો યોગ કરીને સૂત્રનો અર્થ જોડવો.
साध्यधर्मस्य पुनर्निगमनम् ॥३-५१॥ યથા-તસ્મામિત્ર રૂિ-બ્રા
વ્યાપ્તિજ્ઞાન થયા પછી દૃષ્ટાન્તના અનુસારે હેતુનુ સાધ્યધર્મીમાં (પક્ષમાં) પુનઃ પ્રતિપાદન કરીએ તે ઉપનય કહેવાય છે. અને ત્યારબાદ સાધ્યવિશિષ્ટ એવો હેતુ ત્યાં હોવાથી સાધ્ય પણ ત્યાં અવશ્ય છે જ, એમ સાધ્યધર્મનું સાધ્યધર્મીમાં નિશ્ચિતપણે પુનઃ પ્રતિપાદન કરવું તે નિગમન કહેવાય છે. પર્વત પાસે જતાં ત્યાં વહ્નિ સાધવાના આશયથી ધૂમ ોતાંની સાથે જ વ્યાપ્તિ કર્યા પહેલાં આવું વાક્ય જે બોલાય કે ‘‘અયં પર્વતો વહિમા'' આ વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય છે પરંતુ નિગમનવાક્ય કહેવાતું નથી. કારણ કે હજુ વ્યાપ્તિ કરી નથી. વહ્નિ સાધ્યમાન છે. તથા દૃષ્ટાન્ત જોડેલું નથી તેથી તે પ્રથમકથન છે પરંતુ પુનઃકથન નથી એટલે ઉપસંહરણ નથી. માટે તે પ્રથમ કથન પ્રતિજ્ઞાવાક્ય છે. નિગમનવાક્ય નથી.
પરંતુ જ્યારે વ્યાપ્તિ કર્યા પછી “વિ વિશિષ્ટધૂમવાળો આ પર્વત છે' આવુ વાક્ય બોલાય છે ત્યારે મહાનસમાં જોયેલી વ્યાપ્તિના આધારે આ હેતુનું સાધ્યધર્મીમાં પુનઃકથન છે માટે તે જેમ ઉપનય કહેવાય છે. તેવી જ રીતે ઉપનય થયા પછી તસ્માત્ = તે કારણથી એટલે વૃદ્ધિવિશિષ્ટધૂમવત્ત્તાત્ વહ્નિથી યુક્ત એવા ધૂમવાળો આ પર્વત હોવાથી (અર્થાત્ માત્ર એકલા ધૂમવાળો ન હોવાથી) अग्निरत्र = આ સાધ્યધર્મીમાં (પર્વતમાં) અવશ્યપણે અગ્નિ છે જ, એમ સાધ્યધર્મનું જે પુનઃ કથન છે તે નિગમન છે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org