SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં દૃષ્ટાન્તાદિની અનાવશ્યકતા ૪૪૬ ૩૩માંથી અહીં લાવવી અને આ સૂત્ર ૩૪માં કહેલા 7 ની સાથે તેનો યોગ કરવો. તેથી અર્થ એવો થશે કે હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે પણ દૃષ્ટાન્તવચન આવશ્યક નથી. ।।૩-૩૪॥ अत्रैव उपपत्त्यन्तरमुपवर्णयन्ति - नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ॥३-३५॥ હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે દૃષ્ટાન્તવચનની જરૂર નથી. આ જ બાબત ઉપર બીજી પણ યુક્તિ ગ્રંથકારશ્રી જણાવે છે કે - દૃષ્ટાન્ત એ નિયત એકદેશ અને એકકાલ રૂપ એક જ વિશેષ સ્વભાવ વાળું છે;, એટલે તેમાં સકલક્ષેત્ર અને સકલકાલના વિષયવાળી વ્યાપ્તિ ન ઘટવાથી વિવાદ ઉપસ્થિત જ્યારે થાય ત્યારે બીજા દૃષ્ટાન્તવચનની અપેક્ષા આવશે, એમ વારંવાર થવાથી અનવસ્થાનો આવતો સમવતાર દુ:ખે નિવારાશે. ૩-૩૫ા ટીકા :- પ્રતિનિયતવ્યવસ્તી ૢિ ક્વાન્તિનિશ્ચયઃ તુંમાન્યઃ । તતો વ્યવત્ત્વન્તરેવુ વ્યાપ્ત્યયં પુનર્દષ્ટાન્તાન્તમાં मृग्यम् । तस्यापि व्यक्तिरूपत्वेनापरदृष्टान्तापेक्षायामनवस्था स्यात् ॥३-३५॥ ટીકાનુવાદ જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં વહ્નિ હોય છે એટલે જે ક્ષેત્રે અને જે કાલે ધૂમ છે તે ક્ષેત્રે અને તે કાલે સર્વત્ર વહ્નિ છે. એમ વ્યાપ્તિકાલે સાર્વત્રિક અને સાર્વદિક ધૂમવહ્નિનો સહચાર જણાય છે. જ્યારે દૃષ્ટાન્તવચનમાં માત્ર પ્રતિનિયત એક જ ક્ષેત્ર અને એક કાલસંબંધી સહચાર જણાય છે. જેમ કે રસોડામાં તે જ ક્ષેત્ર અને તેજ વર્તમાન કાલ પુરતો જ ધૂમ-વહ્નિનો સહચાર જણાય છે તેથી પ્રતિનિયત વ્યક્તિ સ્વરૂપ (અર્થાત્ એક જ ક્ષેત્ર અને એક જ કાલવિષયક) એવા દૃષ્ટાન્તમાં, સાર્વત્રિક અને સાર્વદિક એવી વ્યાપ્તિનો નિશ્ચય કરવો ઘણોજ અશકય છે. અર્થાત્ તે શકય નથી. માટે પ્રતિનિયત એક વિશેષવાળા તે વિવક્ષિતદષ્ટાન્ત વ્યક્તિમાં પ્રતિનિયત તે જ ક્ષેત્ર અને તે જ કાલપુરતી જ વ્યાપ્તિ જણાશે, એટલે દૃષ્ટાન્તભૂત એવા મહાનસમાં એકદેશ-એકકાલવાળી વ્યાપ્તિ જણાવાથી માની લો કે પર્વતમાં ધૂમ-અગ્નિનો નિર્ણય થશે. પરંતુ વ્યક્ત્વન્તર એવા મહાનસમાં ધૂમ-વહ્નિનો સહચાર જાણવા બીજા દૃષ્ટાન્તની જરૂર પડશે જ, તેમાં ચત્વરાદિનું જે કોઈ દૃષ્ટાન્ત રજુ કરશો તો તે પણ વક્તિમાત્ર સ્વરૂપ હોવાથી ત્યાં પણ સહચાર જાણવા અપરષ્ટાન્તની અપેક્ષા રહેશે. એમ પ્રતિનિયતક્ષેત્ર-કાળ વાળામાં વ્યાપ્તિ જોડવાથી ક્રમશ: દૃષ્ટાન્તોની લાઈન લાગશે અને અંતે અનવસ્થા દોષનો સમવતાર જ થશે, જે રોકી શકાશે નહીં ।।૩-૩૫।। तृतीयविकल्पं पराकुर्वन्ति - Jain Education International नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः पक्षहेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धेः ॥३-३६॥ ટીના :- દૃષ્ટાન્તવચન પ્રમન્ત્રતીતિ યોઃ ||૩-૩૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy