________________
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૫/૨૬
રત્નાકરાવતારિકા
(૨) હેતુરૂપે જે પદાર્થ હોય તે સાધ્યનો સ્વભાવ માત્ર જ હોય તે સ્વભાવ હેતુ જાણવો, સત્ર વૃદ્ધિસ્તિ વાહાત્, અથવા સર્વે શિમ્ સત્ત્વાત્ અહીં રાહાત્મા એ વહ્નિનો સ્વભાવ છે. અને સત્ પણું એ ક્ષણિકપણાનો (બૌદ્ધમતે) સ્વભાવ છે. માટે આ સ્વભાવ હેતુ છે.
(૩) હેતુરૂપે જે પદ પ્રમુંજાય તે અભાવાત્મક રૂપે હોય તે અનુપલબ્ધિ હેતુ કહેવાય છે જેમ } “अत्र घटो नास्ति, उपलब्ध्यभावात् । यद् यद् उपलब्धिलक्षणप्राप्तं अपि न दृश्यते तन्नास्ति एव" જે જે પદાર્થો દેખાવાને યોગ્ય હોવા છતાં પણ અહીં નથી દેખાતા, તે અહીં નથી જ. આ અનુમાનમાં હેતુ અભાવાત્મક છે. તેને અનુપલબ્ધિરૂપ હેતુ કહેવાય છે.
૪૩૯
ઉપર કહેલા ત્રણે સહેતુઓ ત્યારે જ પોતાનું સાધ્ય સાધી આપે છે કે ‘“તે હેતુ સામર્થ્યવાળો’’ છે. એમ સાબિત થાય તો એટલે કે “હેતુનું સમર્થનપણું' હોય તો જ સ્વસાધ્યને સાધવાને શક્તિમાન્ છે. સમર્થપણું એટલે કે આ હેતુમાં અસિદ્ધતાદિ હેત્વાભાસના દોષો નથી એમ જણાવવું તે. જે હેતુમાં અસિદ્ધતા - વ્યભિચાર અને બાધ એવા હેતુના દોષો નથી તે જ હેતુ સહેતુ કહેવાય છે અને સ્વસાધ્યને સાધવાના સામર્થ્યવાળો કહેવાય છે.
કારણ કે “અસમર્થિત હેતુ'' એટલે કે અસિદ્ધતા આદિ ત્રણમાંના કોઈ પણ એક દોષવાળો હેતુ સાધ્યસિદ્ધિનું અંગ બનતો નથી. જો અસિદ્ધતા આદિ દોષોવાળો હેતુ પણ સાધ્ય સાધી શકે તો ‘‘હતો વહિમાનું ધૂમવત્ત્વાત્'' પર્વતો વૃદ્ધિમાન્ પ્રમેયત્વાત્, વહ્નિઃ અનુાઃ દ્રવ્યત્વાત્ ઈત્યાદિ અનુમાનોમાં પણ હેતુ સાધ્યસિદ્ધિનું અંગ બનશે તેથી અતિવ્યાપ્તિ દોષ આવશે. આ ત્રણે દૃષ્ટાન્તોમાં પ્રથમમાં અસિદ્ધતા, બીજામાં વ્યાભિચાર, અને ત્રીજામાં બાધ દોષ આવે છે. તે સમજાવવા ત્રણ દૃષ્ટાન્ત આપ્યાં છે. સારાંશ કે હેતુમાં અસિદ્ધતા આદિ દોષો નથી એ બતાવવું જ પડે તો જ હેતુ ‘“સમર્થન’’ સામર્થ્યવાળો કહેવાય.
‘‘અસિદ્ધતા’’ એટલે ‘‘હેતુનુ પક્ષમાં ન વર્તવું’’ જેમ કે ‘‘રાજ્ો મુળઃ ચાક્ષુષત્વાત્ અહીં ચાક્ષુષત્વ હેતુનું પક્ષભૂત શબ્દમાં ન વર્તવું તે અસિદ્ધતા દોષ કહેવાય છે. તે અસિદ્ધતાદિ દોષો નથી એમ જણાવવા માટે ‘“હેતુ પક્ષમાં વર્તે જ છે.' એ જણાવવું જરૂરી છે. તેથી હેતુનું અસ્તિત્વ પક્ષમાં જણાવવા માટે ‘‘પક્ષપ્રયોગ' આવશ્યક છે. કારણ કે “હેતુ પક્ષમાં વર્તે છે. એમ જણાવવું તે જ અસિદ્ધતા આદિ દોષ રહિતતા છે. અને તે જ “સમર્થન''છે એટલે તે જ હેતુ સાચો હેતુ છે. અને તે જ સ્વસાધ્ય સાધી શકે છે. ‘‘હેતુ પક્ષમાં વર્તે છે’આ જણાવવા માટે જેટલો હેતુનો પ્રયોગ જરૂરી છે તેટલો જ પક્ષનો પ્રયોગ પણ જરૂરી છે.
""
“આ મારો હેતુ અસિદ્ધ નથી'' સાચો છે એટલે કે તે પક્ષમાં વર્તે છે એવુ જણાવવા ધારા જેમ હેતુનુ સામર્થ્ય બતાવાયુ તેમ ગર્ભિત રીતે પક્ષનુ સમર્થન પણ થઈ જ જાય છે. એટલે પક્ષસમર્થનાત્મક જ હેતુ છે. હવે તમે પક્ષનુ સમર્થન તો સ્વીકારતા નથી તેથી તમારે પક્ષના સમર્થનાત્મક એવા હેતુને કહ્યા વિના જ હેતુનુ સમર્થન કરવુ પડશે.
બૌદ્ધ :- અરે ! જો અહીં હેતુ જ ન કહેવાય, તો તે સમર્થનતાની વિધિ ક્યાં કરવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org