________________
૪૩૭
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૪/૨૫ રત્નાકરાવતારિકા धर्माधिगतये " धूमात्र” इत्येवंरूपमुपसंहारवचनमवश्यमाश्रीयते सौगतैः, तथा साध्यधर्मस्य नियतधर्मिधर्मतासिद्धये पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्य इति ॥३-२४ ॥
ટીકનુવાદ :- બૌદ્ધદર્શનકારો પરાક્ષનુમાનના પ્રયોગમાં પક્ષનો પ્રયોગ કરવાનું માનતા નથી, માત્ર વ્યાપ્તિ, પક્ષધર્મતા અને ઉપનય દ્વારા સાધ્યની સિદ્ધિ થઈ જાય છે એમ માને છે. પક્ષના પ્રયોગની આવશ્યકતા નથી તેમ તેઓ સમજાવે છે.
તેની સામે ગ્રંથકારથી તેનું ખંડન કરતાં જણાવે છે કે “જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે''એમ જ્યારે વ્યાપ્તિકાલ હોય છે ત્યારે “જ્યાં જ્યાં ધૂમ છે''એમ કહેવાથી જ ધૂમ નામના હેતુનો કોઈને કોઈ આધાર તો છે જ, આ પ્રમાણે સામાન્યથી હેતુના આધારનો બોધ થવા છતાં પણ આ ધૂમ અત્યારે ક્યાં વર્તે છે ? અત્યારે કયા આધારમાં વર્તે છે ? શું પર્વતમાં છે કે રસોડામાં છે કે ચત્વરમાં છે ? ઈત્યાદિ વિશેષ આધારનો બોધ થતો નથી, માટે પર્વતાદિ કોઈ વિશિષ્ટ આધાર રૂપ ધર્મીને જાણવા માટે અને તેવા વિશિષ્ટ ધર્મીનો આ ધૂમ ધર્મ છે. એમ જાણવા માટે ‘અહીં ધૂમ છે” આ પ્રમાણે પક્ષધર્મતા રૂપ ઉપસંહારાત્મક વચન બૌદ્ધો જેમ માને છે તેમ સાધ્યધર્મ જે વહ્રિ છે તેનો સામાન્ય આધાર વ્યાપ્તિકાલે જણાવા છતાં પણ વિશિષ્ટ આધાર રૂપ ધર્મીના ધર્મ તરીકેનો બોધ કરવા માટે પરાર્થનુમાનકાલે અવશ્ય પક્ષનો પ્રયોગ પણ સ્વીકારવો જોઈએ.
સારાંશ એમ છે કે (૧) યંત્ર યંત્ર ધૂમસ્તત્ર તંત્ર વૃદ્ધિ: રૂતિ વ્યાપ્તિજ્ઞાનમ્, (૨) ધૂમયાત્રાસ્તિ કૃતિ પક્ષધર્મતોપસંહારવવનમ્, તત્વથાત્ (૩) વહિસ્યેય કૃતિ સાધ્યસિદ્ધિઃ એમ બૌદ્ધો ત્રણ વાક્યપ્રયોગ માને છે. છેલ્લા ત્રીજા વાક્યપ્રયોગમાં ‘‘તસ્માત્ર હિસ્સેવ' એમ સત્ર શબ્દનો પ્રયોગ કરતા નથી, તેમનું કહેવું એમ છે કે
જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. એનાથી વ્યાપ્તિજ્ઞાન થયું. એટલે ધૂમની સાથે વહ્નિ હોય જ છે તે નિશ્ચિત થઈ ચુક્યું જ છે. ત્યારબાદ ‘‘અહીં (પર્વતમાં) ધૂમ છે.’’ એમ પક્ષધર્મતાનો ઉપસંહાર કરવાથી ધૂમ પર્વતમાં જ છે અન્યત્ર નહીં એમ વિશિષ્ટધર્મીનો બોધ થઈ જ જાય છે. તેથી અહીં પર્વતમાં ધૂમ છે માટે “વહ્નિ છે જ” એટલું જ માત્ર છેલ્લે બોલવું જરૂરી છે. આનાથી વધારે બોલવું ‘‘અહીં પર્વતમાં વહ્નિ છે” એમ બોલવું જરૂરી નથી. માટે પરાર્થાનુમાનમાં પક્ષપ્રયોગ આવશ્યક નથી.
સારાંશ કે ઉપસંહારાત્મક બીજા વાકયમાં અહીં પર્વતમાં ધૂમ' છે એમ કહેલું જ છે. તેથી તેની સાથેનો અવિનાભાવ સંબંધવાળો વહ્નિ-સાધ્ય પણ ત્યાં છે. તે સમજાઈ જ જાય છે. તેથી પરાર્થાનુમાન રૂપ ત્રીજા વાક્યમાં ‘અહીં' અર્થાત્ પર્વતમાં એમ પક્ષપ્રયોગ કરવાની જરૂર નથી.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારથી સમજાવે છે કે વ્યાપ્તિકાલે સાધ્યના આધારની સામાન્યથી જેમ પ્રતીતિ થાય છે તેમ હેતુના આધારની પણ સામાન્યથી પ્રતીતિ થાય જ છે. અર્થાત્ હેતુ અને સાધ્ય બન્નેના આધારની (ધર્મીની) સામાન્યથી પ્રતીતિ થાય છે. છતાં પણ તમે ‘‘ધૂનશ્ચાત્રાસ્તિ’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org