SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨નાકરાવતારિકાના બીજા ભાગનું (પરેછેદ ૩-૪ અને પનું) ગુજરાતી વિવેચન વાળું આ પુસ્તક શ્રી ચતુર્વિધ જૈન સંઘના ક૨મકમલમાં ૨જુ ક૨તાં હૃદયમાં ઘણો જ આનંદ આનંદ થાય છે. વિક્રમની બારમી સદીમાં થયેલા અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના સમકાલીન એવા વાદી વિજેતા શ્રી વાદિદેવસૂરીશ્વરજી મહારાજાએ બનાવેલ પ્રમાણનયતત્ત્વાલોક ઉપ૨ની તેમના જ શિષ્ય શ્રી ૨નપ્રભાચાર્યજીની બનાવેલી આ ટીકા છે. પહલાલિત્ય, દીર્ઘામાસો, પરમિત શબ્દો, ગૂઢ અથ, સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા, વાદમાં સંભવતા પૂર્વ - ઉત્ત૨૫ક્ષ, ઈત્યાદિ અભૂત ૨ચનાઓથી અલંકૃત આ ગ્રન્થ છે. આઠે પરિચ્છેદોમાં શું શું વિષય છે ? ગ્રંથકા૨ – ટીકાકાશદનું જીવન ચરિત્ર, તેમના ૨ચેલા સાહિત્યની નોંધ. ઈત્યાદિ સર્વ હકિકત પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં સવિસ્ત૨૫ણે અમે આપેલ છે. એટલે જિજ્ઞાસુઓએ આ સર્વ હકિકત પ્રથમ ભાગની પ્રસ્તાવનામાંથી જાણી લેવી. આ બીજા ભાગનું વિવેચન લખાયા પછી તેનું અતિશય કાળજી પૂર્વક સંશોધન, પ્રકાશનની વ્યવસ્થા, આદિ કાર્ય પ૨મ પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શનાનુસા૨ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ સાહેબે ખંતપૂર્વક કર્યું છે. આ ગ્રંથ સેંકડો વર્ષો સુધી ચતુર્વિધ શ્રીરાંઘને વધુમાં વધુ ઉપયોગી થાય તેની તેઓએ પુરેપુરી કાળજી રાખીને આ વિવેચનનું સંશોધનાદ કર્યું છે. તથા તેઓના સદુપદેશથી સ્થાપિત થયેલ "શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ" તરફથી પ્રકાશિત કરીને પ્રકાશન સંબંધી અમાશે બોજો ઘણો હળવો કર્યો છે. અર્થાત્ તદ્દન દૂર કર્યો છે. તે બધા સહકાર બદલ તેઓશ્રીનો આ પ્રસંગે હું ઘણો ઉપકા૨ માનું છું. હવે ત્રીજો ભાગ (પરેછેદ ૬-૭-૮) તૈયાર થાય છે. જે પ્રાયઃ વિક્રમ સંવત ૨૦૫૬માં પ્રકાશિત થશે. આ ગ્રંથની ૨ચના તથા અર્થગંભીરતા ઘણી કટીન અને દુબધ છે. અમે અમારી શકિતપ્રમાણે અર્થ ખોલવા અને સમજાવવા યથાશકિત પ્રયાસ કર્યો છે. છતાં છદ્મસ્થતા, અનુપયોગદશા, અને પ્રમાદ અદના કારણે કંઈ પણ ભૂલચૂક થઈ ચૂકી હોય તો ક્ષમા માગીએ છીએ. આ કામમાં જે કોઈનો સહકાર મળ્યો છે તે સર્વેનો આભાર માનીએ છીએ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, ૨ામસા ટાવર, અડાજણ પાટીયા. સુરત. પીન નં. ૩૯૫OOG ટેલી. નં. ૧૮૮૯૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy