________________
૩૪
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
બૌદ્ધ :- તમારું આ કથન મનીષિપુરૂષોને માન્ય થાય તેમ નથી. કારણ કે આ સંસારમાં “સામાન્ય” નામનો કોઈ પદાર્થ છે જ નહિ. બૌધ્ધો સર્વ પદાર્થો ક્ષણે ક્ષણે નાશ જ પામે છે, અને અપૂર્વ અપૂર્વ જ ઉત્પન્ન થાય છે, ધ્રુવ તત્વ કોઈ છે જ નહિ એમ માને છે, એટલે તેઓ માત્ર વિશેષવાદી જ છે. સામાન્યને સ્વીકારતા નથી. જો સામાન્યનો અભાવ જ છે તો તે સંકેતનો વિષય અને વાચ્યવાચકભાવનો આધાર કેમ થઈ શકે ?
પ્રશ્ન :- સામાન્ય પ્રત્યક્ષ પ્રમાણથી જણાય છે. ઘટત્વ-પટવ-નરત્વ વિગેરે સામાન્ય, પ્રત્યક્ષપ્રમાણ વડે પ્રતિભાસિત થવાનું ભાજન છે. આમ હોવા છતાં પણ તે સામાન્ય નથી એમ તમે (બૌદ્ધો) કેમ કહો છો ?
બૌદ્ધ :- સામાન્યનો પ્રતિભાસ થતો જ નથી. સામાન્ય ક્યાંય દેખાતું જ નથી. તે આ પ્રમાણે - તને = વસ્તુ દેખતાંની સાથે જ અતિશય ફુટપણે તે વસ્તુમાં રહેલું “અસાધારણ” જે રૂપ અર્થાત્ જે વિશેષરૂપ છે તે જ દેખાય છે. પરંતુ કોઈને ક્યાંય ક્યારે સાધારણ (સામાન્ય) રૂપ દેખાતું જ નથી. જેમ કે વૃક્ષને જોતાંની સાથે જ શાખા-પ્રશાખાફુલ-ફળ-પર્ણ ઇત્યાદિ વિશેષો જ દેખાય છે. પરંતુ વૃક્ષત્વ નામનું સામાન્ય કોઈને દેખાતું
નથી.
જૈન :- જેમ વિશેષ દેખાય છે. તેમાં સામાન્ય (સાધારણ) રૂપ પણ દેખાય જ છે. જેમ કે આ પણ ગાય, આ પણ ગાય, ઈત્યાદિ રૂપે સામાન્ય પણ જણાય છે. માટે નથી જણાતું એમ કેમ કહો છો ?
બૌદ્ધ :- તરસથીઃ - તમારી તે વાત પણ ઉચિત નથી. કારણ કે જ્યારે ગાયોને જોઈએ છીએ ત્યારે આ શાબલેય છે. આ બાહુલેય છે. ઇત્યાદિ વિશેષો જ જણાય છે. તથા ગાય-ગાય આવું જ બોલાય છે તે શબ્દોના ઉચ્ચારણમાં પણ મંદ-મંદતર-તીવ્ર-તીવ્રતર ઉચ્ચારણ કરવાથી ગોશબ્દાદિ રૂપોમાં પણ ભેદ જ જણાય છે. એટલે સર્વત્ર વિશેષ જ જણાતું હોવાથી તે સામાન્યનું અપ્રતિભાસન જ છે.
જૈન :- આ શાબલેય છે. આ બાહુલેય છે. ઇત્યાદિ જે રૂપ જણાય છે તે શાબલેયાદિ રૂપને જ સાધારણ માનીએ તો સાધારણ પણ જણાય છે.
બૌદ્ધ :- શાબલેયબાહુલેય આદિ જે રૂપ જણાય છે તે સાધારણ નથી. પરંતુ વિશેષ છે. કારણ કે પ્રત્યેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન રૂપનો ઉપલંભ થાય છે. જો શાબલેય-બાહુલેય આદિ સામાન્ય હોત તો સર્વ વ્યકિતઓમાં એક જ હોવું જોઈએ. પરંતુ એક નથી માટે સામાન્ય નથી. તેથી સામાન્યનો પ્રતિભાસ જ થતો નથી. તેથી સંકેતનો વિષય અને વાચ્યવાચકભાવના સંબંધનો આધાર સામાન્ય બનતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org