________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
एवं शब्दोऽपि = આ જ પ્રમાણે ઘટ-પટ આદિ શબ્દો પણ પ્રતીત હોય તો ત્યાં સંકેત કરાય કે અપ્રતીત શબ્દ હોય તો ત્યાં સંકેત કરાય ? બંને પક્ષોમાં પણ દોષો પૂર્વની જેમ જ આવે છે. જો અપ્રતીત શબ્દનો સંકેત વાચ્યમાં સ્વીકારો તો ગમે તે શબ્દોનો પણ સંકેત વાચ્યમાં કેમ ન થાય ? જેમ ઘડા પદાર્થમાં અપ્રતીત એવા ઘટશબ્દનો સંકેતસંબંધ કરાય તો અપ્રતીત પટ-નટ-તટ ઇત્યાદિ અન્ય શબ્દોનો પણ સંકેત કેમ ન થાય ? થાય જ તેથી અતિવ્યાપ્તિ આવે. અને જો પ્રતીત શબ્દનો સંકેત વાચ્યમાં કરો તો પ્રત્યેક વસ્તુ ક્ષણિક હોવાથી પ્રતીતશબ્દ પણ ક્ષણિક જ છે, તમે સંકેત કરો કેવી રીતે ? સમાન જાતવાળા શબ્દોની પરંપરા લો તો તેમાં પ્રથમસમયવર્તી શબ્દો તો જે સમયે ઉત્પન્ન થયા તે જ સમયે નાશ પામ્યા છે દ્વિતીયાદિ સમયવર્તી શબ્દો અપ્રતીત છે. હાલ પક્ષ પ્રતીતનો જ ચાલે છે અને અપ્રતીત શબ્દનો સંકેત કરો તો પૂર્વની જેમ અતિવ્યાપ્તિ આવે જ. ઇત્યાદિ.
૩૨
सङ्केताभावे च = આ પ્રમાણે પ્રતીત કે અપ્રતીત એમ બન્ને પક્ષોમાં સંકેત ઘટી શકતો નથી તેથી સંકેતનો જ અભાવ હોતે છતે સંકેતના સહકારવાળા વાચ્ય-વાચકભાવના સંબંધની ઉત્પત્તિ કેમ ઘટે ? તેથી આ અચતોપ પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે સંકેત ન ઘટવાથી ત્રણનું મિલન જ થતું નથી.
स्तां वा ते = અથવા તે શબ્દ (વાચક) અને અર્થ (વાચ્ય) આ બે વ્યક્તિ ભલે ક્ષણિકત્વથી પરાંમુખ હો અર્થાત્ વાચક અને વાચ્ય જો કે છે તો ક્ષણિક જ, છતાં માનો કે ક્ષણિક નથી. સ્થિર છે. અને સ્થિર હોવાથી તે વાચ્ય-વાચકની વચ્ચે સંકેતના સહકારવાળો વાચ્યવાચકભાવનો સંબંધ ભલે ઉત્પન્ન કરાઓ. કારણ કે ક્ષણિક હોવાથી ઉપર જણાવ્યા મુજબ સંબંધની સિધ્ધિ થતી ન હતી. અક્ષણિક માનવાથી ઘડામાં કરાયેલો ઘટશબ્દના સંકેતવાળો સંબંધ દીર્ઘકાળ હોવાથી સિધ્ધ થઈ શકે માટે ભલે સિધ્ધ કરાઓ તો પણ તે જ વાચકશબ્દો અને તે જ વાચ્યપદાર્થો વ્યવહારકાળમાં અનુસરાતા દેખાતા નથી.
જેમ કે આપણને કોઈએ એક ગાયને ઉદ્દેશીને “આ ગાય કહેવાય' એમ તે ગાયપદાર્થ અને ગાયશબ્દ વચ્ચે સંકેતના સહકારવાળો સંબંધ ઉત્પન્ન કરી આપ્યો, ત્યારબાદ કાળાન્તરે અથવા ક્ષેત્રાન્તરે બીજી ગાય જોતાં “આ ગાય છે” એવું જ્ઞાન કરવામાં સંકેતાન્તર કરવો જ જોઈએ, કારણ કે પેલો સંકેત તો પેલી ગાય સાથે કરાયો હતો, તેવી જ રીતે એક ઘટમાં ‘આ ઘટ છે' એવો સંકેત કર્યો તેથી સંકેતસહષ્કૃત વાચ્યવાચકભાવસંબંધ ઉત્પન્ન થયો. પરંતુ તે ઘટ નષ્ટ થતાં બીજા ઘટોમાં ફરીથી સંકેત કરવો પડે, અથવા બીજો ઘટ ત્યાં લાવવામાં આવે તો પણ બીજો સંકેત કરવો પડે અને આ રીતે પદાર્થો પદાર્થે તથા શબ્દે શબ્દે વાચ્યવાચકસંબંધની ઉત્પત્તિ માટે નવા નવા સંકેતો કરવા જ પડે. તેમ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org