________________
શબ્દ અને પદાર્થ વચ્ચે તદુત્પત્તિ વિગેરે સંબંધનો પણ અસંભવ
છે. તેઓ જૈનોને પુછે છે કે - જો શબ્દ અને અર્થની વચ્ચે તદુત્પત્તિ પક્ષ માનો તો પણ (૧) શું શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે ? કે (૨) અર્થથી શબ્દ ઉત્પન્ન થાય છે ? જે પક્ષ માનશો તે (બન્ને) પક્ષમાં તમને દોષ જ આવશે. તે આ પ્રમાણે -
જો પ્રાચિક (પહેલો) વિકલ્પ (પક્ષ) કહો તો એટલે શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે એમ જો કહો તો કળશ આદિ = ઘટ-પટ-નટ-તટ આદિ શબ્દો બોલતાં જ તે તે શબ્દોમાંથી તે તે અર્થની ઉત્પત્તિ થઈ જવાથી સૂત્રખંડ (દોરી), દંડ, ચક્ર અને ચીવર (વધારાની માટી લુંછવાનું ચીંથરૂ), વિગેરે કારણોના સમૂહનું મીલન કરવાનો પરિશ્રમ કોઈ પણ માણસ કરે નહિ. અહીં ઘટ શબ્દનો ઉલ્લેખ હોવાથી ઘટની સામગ્રી સૂત્રખંડાદિનો જ ઉલ્લેખ કર્યો છે. તે જ પ્રમાણે પટ શબ્દ બોલતાં જો તે શબ્દમાંથી પટપદાર્થ બની જતો હોય તો પટની ઉત્પાદક સામગ્રીનું મીલન કરવાનો પરિશ્રમ કોણ કરે ? એમ સ્વયં સમજી લેવું. આ પ્રમાણે જો તે તે શબ્દોના ઉચ્ચારણ માત્રથી જ અર્થની ઉત્પત્તિ થઈ જતી હોય તો લોકો તે તે શબ્દનું ઉચ્ચારણ કરીને જ પદાર્થ ઉત્પન્ન કરશે. પરંતુ તેને પદાર્થની ઉત્પાદકસામગ્રી લાવવાનો અને પદાર્થને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશે નહીં તથા વળી પ્રયોજનને જણાવનારા આ આદિવાક્યથી (પ્રથમ સૂત્રથી) જ તે પ્રયોજનની (પૂર્ણશાસ્ત્ર બનાવવાની) સિધ્ધિ થઈ જશે અને એમ થવાથી પ્રસ્તુત શાસ્ત્રનો આરંભ કરવાનો પ્રયત્ન પણ નિષ્ફળ જ થશે. જો શબ્દથી જ અર્થ ઉત્પન્ન થાય તો આ આદિવાક્યથી જ આ આખું શાસ્ત્ર ઉત્પન્ન થઈ જશે. જેથી શાસ્ત્રરચનાનો પ્રયત્ન નિરુપયોગી થશે.
૨૫
હવે જો બીજો પક્ષ કહો તો - એટલે કે અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે એમ જો કહો તો વળી અનુભવનો વિરોધ આવશે. પૃથ્વીતલ ઉપર પડેલા ઘટ-પટ આદિ પદાર્થોમાંથી શબ્દો ઉત્પન્ન થતા દેખાતા નથી. પરંતુ અધર (હોઠ), રદન (દાંત), ને રસના (જીભ), ઇત્યાદિ મુખના અવયવોમાંથી જ શબ્દની ઉત્પત્તિનો અનુભવ થાય છે. માટે અર્થથી શબ્દની ઉત્પત્તિ માનવી તે પણ અનુભવ વિરૂદ્ધ છે.
वाच्यवाचकपक्षोऽपि न क्षेमकारः । यतोऽसौ वाच्यवाचकयोः स्वभावभूतः, तदतिरिक्तो वा भवेत् । आद्यभिदायां वाच्यवाचकावेव, न कश्चिद् वाच्यवाचकभावो नाम सम्बन्धः । द्वितीयभिदायां तु वाच्यवाचकाभ्यामेकान्तेन भिन्नोऽसौ स्यात्, कथञ्चिद् वा ? आद्यभेदे भेदत्रयं त्रौकते - किमयं नित्यः ? अनित्यः ? नित्यानित्यो वा इति ? नित्यश्चेत् सम्बन्धिनोरपि नित्यताऽऽपत्तिः, अन्यथा सम्बन्धस्याप्यनित्यत्वानुषङ्गात् तत्सम्बन्धिसम्बद्धसंबन्धस्वभावप्रच्युतेः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org