________________
૧૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧
રત્નાકરાવતારિકા
મરમ્ આ પ્રમાણે પદચ્છેદ કરવો. ત્યાં વિનેતા શબ્દ પ્રથમા એકવચન મર્દ નું વિશેષણ કરવું. મરમ્ અતિશય અર્થવાળું અવ્યય સમજવું. એટલે “રાગ અને દ્વેષને જીતવાના સ્વભાવવાળો એવો હું તે પરતીર્થિકોની સ્મૃતિમાં છું - અર્થાત્ સ્મૃતિ કરૂં છું.પરંતુ અન્યથા-રાગ-દ્વેષયુક્ત ચિત્તથી તેઓનું સ્મરણ કરતો નથી. અર્થાત્ તેઓ ભલે રાગકેષવાળા હોય પરંતુ હું રાગ-દ્વેષને વિશેષ જીતવાપૂર્વક અલ્પ પણ તેઓ પ્રત્યે રાગ-દ્વેષ રાખ્યા વિના તટસ્થપણે તેઓનું સ્મરણ કરૂં છું પરંતુ અન્યથા = તેઓ પ્રત્યે દાઝ રાખીને આ સ્મરણ કરતો નથી. આ પ્રમાણેનો ગ્રન્થકારશ્રીનો આશય છે.
આ ગ્રન્થમાં કહેવાતું પ્રમાણ અને નયોનું સ્વરૂપ પવિત્ર વિચારોની ચતુરાઈપૂર્વક જાણવા જેવું છે. તેથી રાગ-દ્વેષની કલુષિતતાથી કષાયિત બનેલા અતઃકરણવાળા પુરુષો વડે કરાતો વિચાર મનોહરતાને નિર્દોષતાને) પામતો નથી. માટે હું રાગ-દ્વેષને બાજુમાં રાખીને આ ગ્રન્થમાં પ્રમાણ નયનું સ્વરૂપ કહીશ. અને એવા તટસ્થ ભાવે મેં તેઓનું સ્મરણ કર્યું છે. એમ જણાવતાં “રાગ દ્વેષ” આદિ અંતરંગ અપકારીનું સ્મરણ પણ કર્યું
ननु तथाऽपि कथमेतैर्दिव्यदृग्भिरर्वाग्दृशोऽस्य तत्त्वविचार: साधीयान् ? इत्यारेकामपाकर्तुं श्लेषेणैव व्यशीशिषन् - "ज्ञाताऽरं विश्ववस्तुनः" विमलकेवलालोकाऽऽलोकितलोकालोकश्रीमदर्हत्प्रतिपादितागमवशात् खल्वहमपि कामं विश्ववस्तूनां ज्ञातैवेति । बृहवृत्तौ तु स्वकर्तृकत्त्वाद् नामीषामपकारिणां निराचिकीर्षितत्वेन स्मरणं व्याख्यायि । न खलु महतामीदृशमर्थमित्थं प्रकटयतामौचिती नातिवर्तते , फलानुमेयप्रारम्भत्वात् तेषाम् । सूचामात्रं तु सूत्रे कतिपयात्यन्तसहृदयसंवेद्यमविरुद्धमिति ॥
પ્રશ્ન :- ભલે આ ગ્રન્થક રાગ-દ્વેષના વિજયશીલ હોય, તથાપિ પૂર્વે થયેલા કણાદકપિલ-અક્ષપાદ-ચરક-ગૌતમ આદિ અન્યતીર્થિકો કે જે ઓ દિવ્યદૃષ્ટિવાળા - અપૂર્વ જ્ઞાનવાળા હતા, અને આ ગ્રન્થકર્તા તો વર્તમાન કાલીન અર્વાગ્દષ્ટિવાળાચર્મચક્ષવાળા છે. ટુંકી દૃષ્ટિવાળા છે. તેથી દિવ્યદૃષ્ટિવાળા આ ઋષિમુનિઓથી અદૃષ્ટિવાળા આ ગ્રન્થકર્તાનો તત્ત્વવિચાર શ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે?
ઉત્તર :- આવી આરેકા (શંકા) ને દૂર કરવા માટે “તારું વિશ્વવસ્તુનઃ' આ પદને શ્લેષથી (બીજા અર્થથી યુક્ત) જ જણાવે છે કે – જ્ઞાતાર જે શબ્દ છે ત્યાં 'જ્ઞાતારમ્' શબ્દ જાણવો. ૩રમ્ અવ્યય સમજવું અને જ્ઞાતિનું પ્રથમા એકવચન મર્દ નું વિશેષણ જાણવું. એટલે કેવળજ્ઞાનરૂપી આલોક વડે જોયેલા છે લોક અને અલોક જેઓએ એવા શ્રીમાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org