________________
શિવાદિમાં સર્વજ્ઞતા અને જગત્કતૃત્વનું ખંડન
૪ ૨ ૧
પૂર્વે જોયેલી ન હોવાથી આ પૃથ્વીપર્વતાદિ પદાર્થો પણ તેવા (બુદ્ધિમત્કકતાવાળા) થવાને શક્ય નથી. માટે ઘટાદિના દષ્ટાન્તમાત્રથી પૃથ્વી-પર્વતાદિને બુદ્ધિમત્કર્તક કહી શકાય નહીં.
નિયાયિક :- નનુ નિપાદ્રિ = નિપાદિ (ઘટ-પટ આદિ) પદાર્થો બુદ્ધિમાનું કર્તાના નિમિત્તથી યુક્ત જોવાયેલા જ છે. આ કારણથી ઘટ-પટ આદિના દાત્તથી વિવાદાપન્ન એવા પૃથ્વી-પર્વતાદિ પદાર્થો પણ તથા = તેવા જ હોવા જોઈએ, બુદ્ધિમાનું કર્તાના નિમિત્તવાળા જ હોવા જોઈએ, આવા પ્રકારનું અનુમાન કરવું એ અનુકુળ જ છે. માટે પૃથ્વી-પર્વતાદિને પણ ઘટ-પટાદિની જેમ બુદ્ધિમત્કર્તક કલ્પી શકાય છે.
જૈન :- તત્વદમ્ = હે નૈયાયિક ! તારી આ વાત મિથ્યા છે. કારણ કે જો આ પ્રમાણે પૃથ્વી-પર્વતાદિ પદાર્થો પૂર્વે બુદ્ધિમત્કક તરીકે ન જોયેલા હોવા છતાં પણ માત્ર ઘટ-પટના દૃષ્ટાન્તથી “નિમિત્તાધનાત્મલાભત્વ” હેતુ દેખવા માત્રથી બુદ્ધિમત્કર્તક કહેશો તો અન્યત્ર પણ આ વાત સમાન જ થશે કે રાફડો માનવનિર્વર્ય તરીકે જોયેલો ન હોવા છતાં પણ ઘટ-પટાદિ કેટલાક પદાર્થો જે માનવનિર્વર્ય તરીકે જોયેલા છે. તેનાથી રાફડા આદિ અદૃષ્ટપૂર્વ પદાર્થો પણ માનવ નિર્વર્ય તરીકે જ હો. એમ સારી રીતે સિધ્ધ થશે જ. ન્યાય તો ઉભયત્ર સમાન છે.
નૈયાયિક :- નરનિતિ = માનવસર્જિત એવા ઘટ-પટાદિ પદાર્થો કરતાં રાફડામાં વિલક્ષણતા દેખાય છે. (અર્થાત્ ઘટ-પટાદિ પદાર્થો વ્યવસ્થિત આકારવાળા કરાયા છે. બુદ્ધિપૂર્વક કરાયા છે. જેટલું જલાદિ ભરવું હોય તેને અનુસાર કરાયા છે. માટે માનવસર્જિત છે, પરંતુ રાફડો આવો વ્યવસ્થિત, બુદ્ધિપૂર્વક કરાયેલો નથી. તેથી ઘટપટાદિ પદાર્થોથી વિલક્ષણ છે. માટે ત્યાં રાફડા આદિ વિલક્ષણ પદાર્થોમાં ઘટપટાદિના દૃષ્ટાન્તમાત્રથી મર્યનિર્વસ્વૈતાનું અનુમાન થઈ શકતું નથી.
જૈન :- યવમ્ = હે નૈયાયિક ! જો આમ કહો છો તો ઘટપટાદિ પદાર્થોથી પૃથ્વીપર્વતાદિનું આવા પ્રકારનું જ વેલક્ષ્યપણું દેખાય જ છે. કારણ કે જે ઘટ-પટાદિની ઉત્પત્તિમાં પૂર્વે બુદ્ધિમાન એવા કર્તાના વ્યાપારાત્મકપણું ન જોયેલું હોય તો પણ તેવા ઘટને જોતાંની જ સાથે “અવશ્ય આ ઘટ કોઈ ઉત્તમબુદ્ધિમાને જ બનાવ્યો છે” આવી બુદ્ધિ ઉત્પન્ન થાય જ છે. પરંતુ પૃથ્વી-પર્વતાદિમાં વારંવાર જોવા છતાં પણ આવી બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. તેથી આખી વાતનો સારાંશ એ છે કે “નિમિત્તાધનાત્મલાભ માત્ર” બુદ્ધિમાનું કર્તુત્વની પ્રતીતિ કરાવવામાં સમર્થ નથી.
ઉપરોક્ત ચર્ચાના અનુસાર જો પૃથ્વી-પર્વત અને ત્રણ ભુવન આદિ પદાર્થોની ઉત્પત્તિ જ જો સિદ્ધ થતી નથી. તો પછી આ ત્રિનેત્રધારી (મહાદેવ-શંકર) સમસ્ત ત્રણે ભુવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org