________________
૩૮ ૨
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧
રત્નાકરાવતારિકા
કાળે ત્યાં તે (ચંદ્ર-સૂર્યાદિ) ન આવેલા હોવાથી તેનાથી નિવર્તનીય એવાં અન્યતમસુ નિવર્તન પામતાં નથી. માટે એક પ્રદીપાદિવડે જ અંધકાર નિવર્તન પામે છે એવો તમારો જૈનોનો હેતુ અસિધ્ધ છે. કારણ કે એક પ્રકાશક પ્રદીપાદિ આવવા છતાં ઈતરપ્રકાશકવડે જ નિવર્તનીય એવાં અનેક અંધકાર તે સમયે ત્યાં નિવર્તન પામતાં નથી.
જૈન :- હે નૈયાયિક ! કૃતિ ર વાગ્યમ્ = આવું ન કહેવું. કારણ કે પ્રદીપાદિ કોઈ એક પ્રકાશકવડે દૂર કરાયો છે અંધકાર જ્યાં એવા પ્રદેશમાં સૂર્ય-ચંદ્રાદિ ઈતર પ્રકાશકવડે નિવર્તનને યોગ્ય એવા, ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવા (એટલે કે દેખાવાને યોગ્ય એવા) આ અંધકારની ઉપલબ્ધિ થતી નથી. વર્તમાન કાળની જેમ. સારાંશ એ છે કે જેમ દિવસે સૂર્ય માત્રવડે અંધકાર દૂર કરાયે છતે ઈતર એવા ચંદ્ર-પ્રદીપાદિવડે નિવર્તનીય એવા અંધકારો વર્તમાનકાળે એટલે દિવસે દેખાતા નથી. તેથી તે અંધકારો ત્યાં નથી. જો હોત તો તે અંધકારો ઉપલબ્ધિલક્ષણવાળા હોવાથી દેખાવા જોઈએ, પરંતુ દેખાતા નથી માટે છે જ નહીં, તે જ પ્રમાણે રાત્રિમાં પણ એક પ્રદીપ માત્રવડે અંધકાર નાશ કરાયે છતે જો ઈતરઈતર અંધકાર ભિન્ન ભિન્ન હોત તો તે ટાઈમે રાત્રિસમયે દેખાવા જ જોઈએ, પરંતુ પ્રદીપ આવે ત્યારે તે અંધકારો દેખાતા નથી. માટે અંધકારોમાં આવો પ્રતિનિવર્તિમાનરૂપ ભેદ નથી.
વળી હે તૈયાયિક ! તમને બીજો પણ એક દોષ આવે છે. કે જો આ અંધકાર આલોકના પ્રાગભાવસ્વભાવવાળો હોય તો પ્રદીપની પ્રજાની ધારાનો જ્યારે વિનાશ થાય અર્થાત્ દીપક બુઝાઈ જાય ત્યારે ફરીથી આ અંધકારની જે ઉત્પત્તિ થાય છે તે થવી જોઈએ નહીં. કારણ કે તમારા મતે પ્રાગભાવ અનાદિ (આદિ રહિત) જ હોય છે. માટે પણ આ અંધકાર આલોકના પ્રાગભાવાત્મક નથી.
नाप्यालोकस्य प्रध्वंसाभावस्तमः, निवर्त्यमानत्वात्, तस्यैव प्रागभाववत् ।
અંધકાર એ આલોકના પ્રધ્વસાભાવાત્મક પણ નથી. કારણ કે અંધકાર એ નિવર્તન પામતો હોવાથી, તે આલોકના જ પ્રાગભાવની જેમ, જે જે નિવર્તમાન (વિનાશ પામનાર અર્થાતુ વિનાશી) હોય છે. તે તે પ્રäસાભાવાત્મક હોતા નથી. જેમ આ જ આલોકનો પ્રાગભાવ. નૈયાયિકોના મતે પ્રાગભાવ અનાદિ સાત્ત છે. ત્યાં સાગત હોવાથી અતવાળો છે. અર્થાત્ વિનાશી છે. અને પ્રધ્વસાભાવ સાદિ અનંત છે એટલે કે જે જે પ્રäસાભાવાત્મક હોય છે તે અનંત હોવાથી વિનાશ હોઈ શકે નહીં. જ્યારે અંધકાર તો પ્રદીપ-ચંદ્ર-સૂર્ય આવે ત્યારે ત્યારે નિવર્તમાન હોવાથી અંત પામે છે. માટે અનંત કહેવાય નહીં. તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org