SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૧૯ થી ૨૧ રત્નાકરાવતારિકા નિયમા ભાવાત્મક દ્રવ્ય જ હોય છે, જેમ કે આલોક, અને જે જે ભાવાત્મક દ્રવ્યો હોતાં નથી તેમાં ઘનતર આદિ શબ્દોનો વ્યપદેશ હોતો નથી. જેમ કે ઘટાભાવાદિ, માટે અંધકાર એ ભાવાત્મક દ્રવ્ય જ છે. ૩૭૮ અમે જૈનોએ રજુ કરેલું આ જે અનુમાન છે અને તેમાં અમે “ધનતનિતહરીપ્રમુદ્ઘશર્વ્યવ્યુંવિશ્યમાનત્વાત્” એવો જે હેતુ મુક્યો છે તે હેતુની અસિધ્ધિ છે એમ હે નૈયાયિક ! ન કહેવું. અર્થાત્ અમારો જૈનોનો હેતુ પક્ષમાં અવૃત્તિ થવા રૂપ સ્વરૂપાસિધ્ધ હેત્વાભાવ થતો નથી. તે આ પ્રમાણે - સંકેત કરાયેલા એવા એકાન્ત સ્થાનમાં ગુપ્તપણે ઉભો રહેલો એવો, અતિશય ગાઢ અંધકારના પુંજથી ભરપુરપણે વ્યાપ્ત એવા માર્ગે માર્ગે (પ્રતિમાર્ગે) નિમેષ વિનાની નજરને વારંવાર ફોગટ નાખતો (એકીટસે પ્રતિમાર્ગે વારંવાર ફોગટ જોતો) એવો, અલ્પ એવા પણ સળવળાટથી અવશ્ય રમણી આવી પહોંચી છે એવા પ્રકારના ભ્રમથી બાથોડીયાં ભરતી બાહુ છે જેની એવો આ યુવાન્ પુરૂષ ઉત્સુકતાથી પીડાય છે. ॥૧॥ અહીં અંધકારને ઘનતર શબ્દથી વ્યપદિષ્ટ કરેલ છે. पर्यस्तो दिवसस्तटीमयमटत्यस्ताचलस्यांशुमान्, सम्प्रत्यङ्कुरिताऽन्धकारनिकरैर्लम्बाऽलका द्यौरभूत् । एह्यन्तर्विश वेश्मनः प्रियसखि ! द्वारस्थलीतोरणस्तम्भाऽऽलम्बितबाहुवल्लि ! रुदती किं त्वं पथः पश्यसि ? ॥२॥ દિવસ પૂર્ણ થયેલ છે. આ સૂર્ય અસ્તાચલપર્વતના ટોચે જઈ રહ્યો છે. હમણાં જ ચોતરફ ફેલાયેલા એવા અંધકારના સમૂહવડે આકાશરૂપી રમણી જાણે (કાળા કાળા ભમ્મર એવા) લાંબા વાળવાળી થઈ હોય એમ દેખાય છે. તેથી હે પ્રિયસખિ ! તું અહીં આવ, ઘરની અંદર પ્રવેશ કર, બારણાની ભૂમિ ઉપરના તોરણના થાંભલે ટેકવી છે બાહુવેલ જેણીએ એવી હે સખી ! રડતી રડતી તું માર્ગમાં શું જુએ છે ? અહીં નિ શબ્દથી અંધકારનો વ્યપદેશ કરેલ છે. ॥૨॥ तिमिरलहरी गुर्वीमुर्वी करोतु विकस्वरां, हरतु नितरां, निद्रामुदं क्षणाद् गुणिनां गणात् । તવપિ તરને ! તેન:પુન્નઃ, પ્રિયો ન મમ્મેષ તે, મિપિ તિયન, જ્યોતિશ્ચ સ્વપ્નાતિવિાનિતમ્ ॥રૂા હે સૂર્યદેવ ? તમે અંધકારની લહરીઓથી ભારે બનેલી આ પૃથ્વીને જો કે વિકસ્વર કરો છો, તથા ગુણવાન્ પુરૂષોના સમૂહમાંથી ક્ષણમાત્રમાં નિદ્રાની મુદ્રાને અતિશય હરો છો, તમારાં આ બે કાર્યો અતિશય ઘણાં સારાં છે. તથાપિ પોતાના જાતિભાઈ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy