SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકારમાં દ્રવ્યતાની સિદ્ધિ ( ઞામમહીરુહ) બગીચાનાં વૃક્ષોના (સમૂહપ્રતિચ્છન્દ્ર વ) સમૂહની જાણે પ્રતિકૃતિ જ હોય શું એવા અન્ધકારના સમૂહમાં હરતા ફરતા પુરૂષનો પ્રતિબંધ થશે. અહીં પણ આવા પ્રકારનાં ઝરણાઓના પાણીથી સિંચાયેલાં ગાઢ વૃક્ષોની ગીચતા જેમ પુરૂષને અંદર જવા આવવામાં પ્રતિઘાતક બને છે તેની જેમ આ વૃક્ષોની ઘટાના જેવા કાળા કાળા અંધકારને જો દ્રવ્ય માનશો તો તેમાં ફરતા પુરૂષને પ્રતિઘાત થશે. તથા વળી અંધકારને દ્રવ્ય માનવામાં બીજો પણ એક દોષ આવે છે. તે આ પ્રમામે છે કે જેમ એક માટીનો પિંડ લઈએ, તે દ્રવ્ય છે. તેથી તે માટીના પિંડમાં ખંડ-ખંડઅવયવીઓનો સમૂહ દેખાય છે. તેવી જ રીતે જો આ અંધકાર એ દ્રવ્ય હોય તો આ અંધકારના પણ અવયવસ્વરૂપ એવા ખંડ ખંડ અવયવી દ્રવ્યો પણ દેખાવા જોઈએ. આવું કંઈ દેખાતું નથી માટે અંધકાર એ દ્રવ્ય નથી, આ જ પ્રમાણે છાયામાં પણ સમજવું. કારણ કે છાયામાં પણ હરતા ફરતા પુરૂષને પ્રતિબંધ થતો નથી. તથા છાયામાં ખંડ ખંડ અવયવી દ્રવ્યો દેખાતાં નથી માટે છાયા પણ દ્રવ્ય નથી. તે કારણથી આ અંધકાર અને છાયાને દ્રવ્ય કેમ માની શકાય ? ૩૪૫ अत्राभिदध्महे - तमस्तावदभावस्वभावतास्वीकृतिरानुभविकी आनुमानिकी वा ? न तावदानुभविकी, यतोऽभावानुभवो भावान्तरोपलम्भे सत्येव सम्भवी, कुम्भाभावो - पलम्भवत् । न च प्रचुरतरतिमिरनिकरपरिकरितापवरकोदरे स्वकरतलादिमात्रस्याऽप्युपलम्भः सम्भवति । तत्कथं तदनुभूतिर्भवेत् ? कथं वा प्रदीपादि - प्रभाप्रारभारप्रोज्जृम्भणमन्तरेणाऽस्योपलम्भः ? कुम्भाद्यभावो हि तद्भावे एवानुभूयमानो दृष्टः । तत् कथमेष न्यायमुदातिक्रमो न कृतः स्यात् ? હવે અમે જૈનો તે નૈયાયિક અને વૈશેષિકોને ઉત્તર આપીએ છીએ કે તમનો તમે જે પ્રકાશના અભાવ તરીકે સ્વીકાર કરો છો તે શું અનુભવજ્ઞાનથી (પ્રત્યક્ષ જ્ઞાનથી) કરો છો કે અનુમાનજ્ઞાનથી કરો છો ? જો “અનુભવજ્ઞાનથી' અંધકાર એ અભાવાત્મક છે એમ જણાતું હોય તો તમારી તે વાત વ્યાજબી નથી. કારણ કે કોઈપણ અભાવનો ઉપલંભ બીજા પદાર્થાન્તરનો ઉ૫લંભ થયે છતે જ થાય છે. જેમ કુંભના અભાવનો ઉપલંભ પદાર્થાન્તર એવા ભૂતલનો ઉપલંભ થયે છતે જ થાય છે. અહીં અતિશય પ્રચુરતર (ગાઢ) એવા અંધકારના સમુહથી ભરપૂર એવા ઓરડાના મધ્યભાગમાં પોતાના હાથના તલીયા માત્રનો પણ બોધ સંભવતો નથી. અર્થાત્ ભૂતલની જેમ કોઈપણ પદાર્થાન્તર દેખાતું જ નથી. તો કેવી રીતે અભાવાત્મક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy