________________
છે. તથા તે પોતે જ કેવલાન્વયિ અને કેવલવ્યતિરેક હેતુમાં પાંચરૂપો ન હોવા છતાં પણ સહેતુ કહે છે. માટે પંચલક્ષણકત્વ એ યુક્તિસંગત નથી. આગમની બાબતમાં નિત્ય ઈશ્વર પ્રણીત આગમ છે. એમ માને છે. પરંતુ ઈશ્વર નિત્ય-અશરીરી અને વિભુ હોવાથી આગમપ્રણેતા કેમ ઘટે ? શરીર વિના વચનોચ્ચાર કેમ સંભવે ? | મીમાંસકદર્શક (અર્થાત વેદાન્તદર્શન) ઉપરોક્ત ચાર તથા અથપત્તિ સાથે પાંચ, અને કોઈક મીમાંસક “અભાવ સાથે જ પ્રમાણ માને છે. પરંતુ અર્થપત્તિ એ એક કલ્પનારૂપ જ હોવાથી અનુમાનથી આધિક્ય કંઈ છે જ નહીં. માટે અનુમાનમાં જ સમાઈ જાય છે. શૂનો કેવો (પક્ષ), રત્રમોનનવન (સાધ્ય), દિવાડમુન્નાનત્વેડપિ ગ્રૂત્વાન્ આ રીતે અર્થપત્તિ અનુમાનની અંતર્ગત જ છે. તથા માવ એ પ્રમાણ જ નથી. કારણ કે પ્રમેયને જણાવે તે પમાણ. અભાવપ્રમાણમાં પ્રમેયનો જ અભાવ છે. વળી પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે ભાવ-અભાવ એમ ઉભયાત્મક પ્રમેય જણાઈ જ જાય છે. ચક્ષુર્જન્યપ્રત્યક્ષ વડે જ ભૂતલ ભૂતલરૂપે ભાવાત્મકપણે, અને ઘટના અભાવરૂપે અભાવાત્મક પણે જણાઈ જ જાય છે. સાકરનો જીભની સાથે સંયોગ થતાં જ મધુર છે અને ખાટી નથી એમ બંને જણાઈ જ જાય છે માટે અભાવ પ્રમાણ માનવાની આવશ્યકતા જ રહેતી નથી. વળી તે મીમાંસકો આગમને (વેદોને) અપૌરુષેય કહીને અનાદિનિત્ય કહે છે. તે પણ કેમ ઘટે? વર્ણાત્મક શાસ્ત્ર વક્તા વિના અસંભવિત છે. તથા ઉપર કહેલ સર્વે દર્શનો એક-અનેક પ્રમાણભેદ માનવા છતાં પણ ઈન્દ્રિયનિરપેક્ષ એવા આત્મપ્રત્યક્ષને તો (અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાન આદિને તો) ક્યાંય સમજતા જ (સ્વીકારતા જ) નથી. માટે આ બધી વાત નિર્યુક્તિક છે. ઉપરોક્ત દર્શનવાદની ભિન્ન ભિન્ન માન્યતા સામે જૈનદર્શને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ ભેદ પાડી આત્મપ્રત્યક્ષ અને ઈન્દ્રિયપ્રત્યક્ષને પ્રત્યક્ષમાં, અને શેષ સ્મૃતિ આદિ પાંચને પરોક્ષના ભેદમાં સમાવી બે જ ભેદ નિર્દોષ છે એ વાત જાહેર કરી છે. જો કે પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ અને અનિંદ્રિયપ્રત્યક્ષ (માનસપ્રત્યક્ષ) પણ પરાપેક્ષિત હોવાથી “ગાળે પોક્ષદ્' કહીને પરોક્ષમાં જ અંતર્ગત કરેલ છે. અને જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યકભાષ્યમાં, શ્રીવાદિદેવસૂરિજીએ આ પ્રમાણનયતત્ત્વમાં અને શ્રી હેમચંદ્રાચાર્યજીએ પ્રમાણમીમાંસામાં ઈન્દ્રિય પ્રત્યક્ષ અને માનસપ્રત્યક્ષને પ્રત્યક્ષપ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ પાડીને સાંવ્યવહારિક પ્રત્યક્ષ તરીકે પ્રત્યક્ષમાં અંતર્ગત કરેલ છે. તથા દિગંબર આમ્નાયમાં શ્રી અકલંકાચાર્યે પણ પોતાના લવીયસ્ત્રય અને પ્રમાણવિનિશ્ચય આદિ ગ્રંથોમાં ઈન્દ્રિય અને માનસપ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં ગણાવી અવધિઆદિને પારમાર્થિકપ્રત્યક્ષને બદલે મુખ્યપ્રત્યક્ષના નામે પ્રતિપાદન કરેલ છે. આ બધામાં વસ્તુભેદ નથી. માત્ર વિવક્ષાભેદ છે. જૈન દર્શનની દૃષ્ટિએ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ ભેદો છે. અને એ જ માન્યતા યુક્તિસંગત તથા નિર્દોષ છે.
૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org