________________
અંધકાર અને છાયા દ્રવ્ય નથી એવું નૈયાયિકનું કથન
૩૪૩
ઉપર પૃથ્વી-પાણી-અગ્નિ-પવન-અંધકાર અને છાયા વિગેરે દ્રવ્યોને જૈનદર્શનકારે જે રૂપીદ્રવ્યો કહ્યાં છે એ બાબતમાં ન્યાયમાર્ગને અનુસરનારા લોકો એટલે કે નૈયાયિકો અને વૈશેષિકો જૈનો પ્રત્યે આ પ્રમાણે કહે છે -
ઉપરોક્ત છ પદાર્થોમાં પૃથ્વી આદિ ચાર પદાર્થોને વિદ્વાન એવા તમે દ્રવ્યપણે ભલે વર્ણન કરો, અર્થાત્ પૃથ્વી-પાણી-અગ્નિ અને પવન આ ચાર પદાર્થોને પંડિત એવા તમે જૈનો દ્રવ્ય કહો તો તેમાં અમને કંઈ વિરોધ નથી. પરંતુ અતિમ બે પદાર્થો જે તિમિર અને છાયા છે. તે બન્નેનું દ્રવ્યપણુ જે તમે કહો છો તે યુક્તિરહિત છે. યથાર્થ નથી. પરંતુ મિથ્યા છે. કારણ કે પ્રકાશનો અભાવ એ જ અંધકાર અને છાયા છે એમ કહેશો તો જ તમારી ઉત્તમ શોભા થશે. કારણ કે અંધકાર અને છાયા એ કોઈ પદાર્થ છે જ નહીં, માત્ર પ્રકાશના અભાવરૂપ જ છે. તે આ પ્રમાણે - | ચંદ્ર અને સૂર્યના કિરણોના સમૂહના સંચારનો સર્વત્ર અસંભવ હોય ત્યારે આ તમસુ છે એમ પ્રતીત થાય છે. જ્યાં ચંદ્ર અને સૂર્યના કિરણોનો પ્રકાશ આવતો જ ન હોય ત્યાં જ અંધકાર કહેવાય છે. માટે અંધકાર એ પ્રકાશના અભાવાત્મક જ છે. તથા જ્યાં જ્યાં ચંદ્ર-સૂર્યનો પ્રકાશ આવતો હોય પરંતુ અમુક ચોક્કસ ક્ષેત્રમાં માથે રાખેલા છત્રાદિવડે તે પ્રકાશનો પૂંજ પ્રતિબંધિત થયો છતો જ્યાં જ્યાં જ્યારે જ્યારે તે પ્રકાશ સંયોગ મળતો નથી ત્યાં ત્યાં ત્યારે ત્યારે તેને છાયા કહેવામાં આવે છે. એટલે આકાશમાંથી આવતા ચંદ્ર-સૂર્યના પ્રકાશનો છત્રાદિ વડે પ્રતિબંધ થવાથી જ્યાં તે પ્રકાશનો અભાવ છે ત્યાં જ છાયા કહેવાય છે. પરંતુ જ્યારે તે પ્રતિબંધક એવા છત્રાદિનો અભાવ કરવામાં આવે છે ત્યારે ઉપરથી આવતો આલોક વાસ્તવિક સ્વરૂપે જોઈ શકાય છે. તેથી છાયા પણ પ્રકાશના અભાવાત્મક જ છે. આ પ્રમાણે અંધકાર અને છાયા આ બન્ને કાઈ પદાર્થ જ નથી. પરંતુ આલોકનો અભાવ એ જ તમન્ અને છાયા છે.
यदि च तमो द्रव्यं भवेत्, तदा स्पवद्व्यस्य संस्पर्शाव्यभिचारात्, स्पर्शवद्रव्यस्य च महतः प्रतिघातहेतुत्वात् तरलतरतुङ्गतङ्गत्तरङ्गपरम्परोपेतपारावारावतार इव प्रथमजलधरधाराधोरणीधौताञ्जनगिरिगरीयः श्रृङ्गप्रतिवादिनीव, निर्यनिर्झरझात्कारिवारिदुरशीकरासारसिच्यमानाभिरामाऽऽराममहीस्हसमूहप्रतिच्छन्द इव च प्रवृत्ते तिमिरभरे संचरतः पुंसः प्रतिबन्धः स्यात्, भूगोलकस्येव चाऽस्याऽवयवभूतानि खण्डावयविद्रव्याणि प्रतीयेरन् । एवं छायायामपि, इति कथं ते द्रव्ये भवेताम् ? ।
જો તમસુ એ દ્રવ્ય હોય તો તમારા મતે તમન્નુ દ્રવ્ય કૃષ્ણ રૂપવાળું હોવાથી જે જે રૂપવાળું દ્રવ્ય હોય છે તે તે સ્પર્શવાળું પણ અવશ્ય હોય જ છે. રૂપવાળા દ્રવ્યનો સ્પર્શવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org