________________
૩ ૩૦
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૯-૧૦
રત્નાકરાવતારિકા
ઈહા એટલે અન્વયધર્મો દ્વારા જે વસ્તુ ત્યાં છે તેના નિર્ણય તરફ અને વ્યતિરેકધર્મો દ્વારા જે વસ્તુ ત્યાં નથી તેના નિષેધ તરફ લગભગ અતિશય નજીક પહોંચી જવું તે ઈહા કહેવાય છે. જેમ કે જે આ સામે પદાર્થ દેખાય છે તે બે પગવાળો હોવાથી અથવા હાથથી ભાર ઉંચકતો હોવાથી મનુષ્ય હોવો જોઈએ, પરંતુ ચાર પગ અને પુંછડુ ન દેખાતું હોવાથી પશુ ન હોવો જોઈએ, વળી અમુક પ્રકારની મુખાકૃતિ હોવાથી અને શ્યામસુખ હોવાથી કર્ણાટક દેશવર્તી હોવો જોઈએ. પરંતુ વિશિષ્ટાકૃતિ અને ગૌરવર્ણ ન હોવાથી લાટદેશવર્તી ન હોવો જોઈએ ઇત્યાદિ અન્વય-વ્યતિરેક ધર્મો દ્વારા “ભવિતવ્યતા એટલે “આમ હોવુ જોઈએ” અને “આમ ન હોવું જોઈએ” એવા પ્રકારના પ્ર તિય = જ્ઞાન સ્વરૂપવડે પ્રVIITમમુદ્યમ્ = વસ્તુના નિર્ણયને ગ્રહણ કરવાને અભિમુખ જે બોધવિશેષ તે ઈહા છે એમ કહેવાય છે. ર-૮
ईहितविशेषनिर्णयोऽवायः ॥२-९॥ ईहितस्येहया विषयीकृतस्य विशेषस्य कर्णाटलाटादेनिर्णयो याथात्म्येनाऽवधारणमवाय इति कीर्त्यते ॥२-९॥
સૂત્રાર્થ :- જેની ઈહા થઈ ચૂકી છે તેવા વિશેષધર્મનો જે નિર્ણય કરવો તે અપાય કહેવાય છે. ll૨-૯
ઈહિત એટલે ઈહા કરવા દ્વારા વિચારણાના વિષયરૂપે આવેલા એવા, “આ મનુષ્યજ છે પરંતુ પશુ નથી” અથવા આ મનુષ્ય કર્ણાટકદેશનો જ છે પરંતુ લાટદેશનો નથી. ઇત્યાદિ વિશેષધર્મરૂપ કર્ણાટક અથવા લાટાદિદેશનો જે નિર્ણય કરવો. એટલે કે જે વસ્તુ યથાર્થપણે ત્યાં છે તેને ત્યાં હોવારૂપે, અને જે વસ્તુ ત્યાં નથી તેને ત્યાં નહી હોવારૂપે એમ યથાર્થપણે વસ્તુને અવધારવી તે અપાય કહેવાય છે. ર-ા.
स एव दृढतमावस्थाऽऽपन्नो धारणा ॥२-१०॥ स इत्यवायो दृढतमावस्थाऽऽपन्नो विवक्षितविषयावसाय एव सादरस्य प्रमातुरत्यन्तोपचितः कञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते ।
दृढतमावस्थापन्नो ह्यवायः स्वौपढोकितात्मशक्तिविशेषस्यसंस्कारद्वारेण कालान्तरे મરઘાં તું પનોતીતિ ર-૨૦માં
સૂત્રાર્થ :- અપાય જ અતિશય દઢતમ અવસ્થા જ્યારે પામે ત્યારે તેને ધારણા કહેવાય છે. એર-૧૦માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org