________________
શ્રોત્રની પ્રાપ્ત-અપ્રાપ્યકારિતાની ચર્ચા
૩૧૯
શ્રોત્રની જેમ પ્રાપ્યકારી એવી પણ ધ્રાણેન્દ્રિયમાં આવો દૂર દિગ્દશવ્યવહાર થાય જ છે આ વાત જૈનાચાર્યશ્રી બૌધ્ધને જણાવે છે.
(૧) જાણે પૂર્વદિશામાં રહેલા માધવીના મંડપમાંથી મન્દ મન્દ સુગંધ આવે છે. (૨) જાણે મલ્લિકાના ફુલોમાંથી અતિશય સુગંધ આવે છે. (૩) જાણે દક્ષિણ દિશામાં શ્રીચંદનમાંથી અતિશય મનોહર સુગંધ આવે છે.
આવો અનુભવ પ્રાણીઓનો ધ્રાણેન્દ્રિયથી પણ થાય જ છે. માટે શ્રોત્રની જેમ ધ્રાણમાં પણ દૂર દૂર દિગ્દશવ્યવહાર છે જ. I૮૧
अस्ति त्वगिन्द्रियेणापि, व्यभिचारविनिश्चयः ।
शेमुषीमादधानेन, दिग्देशव्यपदेशिनीम् ।।८२।। વિશવ્યપશિન = દૂર દૂરના દિગ્દશના વ્યપદેશવાળી એવી, શેકુષ = બુધ્ધિને, માધાન = ધારણ કરવા વાળી એવી, વન્દિાપિ = સ્પર્શનેન્દ્રિયની સાથે પણ, વ્યfમચારવિનિશ્ચય: = વ્યભિચારદોષનો વિશેષ નિશ્ચય, ગતિ = છે જ.
તથા વળી હે બૌધ્ધ, તમારો આ હેતુ સ્પર્શનેન્દ્રિયની સાથે પણ વ્યભિચારી બને છે. તમે ઘાણ-૨સના અને સ્પર્શન - આ ત્રણ ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માનો છો. અને શ્રોત્રને અપ્રાપ્યકારી માનો છો. તે અપ્રાપ્યકારિતા સાધવા માટે મુકેલો આ દૂરદિગ્દશવ્યપદેશાત્મક હેતુ સ્પર્શનેન્દ્રિયમાં પણ જાય છે. (જે હમણાં પછીના શ્લોકમાં બતાવાય છે). I૮રો.
તથાદિ = તે આ પ્રમાણે - सेयं समीरलहरी हरिचन्दनेन्दुसंवादिनी वनभुवः प्रसभं प्रवृत्ता । स्फीतस्फुरत्पुलकपल्लविताङ्गयष्टिं मामातनोति तरुणीकरपल्लवश्च ॥८३।।
વિન્દ્ર = વિશિષ્ટચંદન, તથા રૂદ્ = ચંદ્રમાની શીતળતાની સાથે, સંવાદ્રિની = હરિફાઈ કરે એવી, તથા વનમુવ: = બગીચાની ભૂમિમાંથી, પ્રH = અતિશય, પ્રવૃત્તા = આવેલી એવી, સી ફર્થ = તે આ, પવનનંદ = પવનની લહરી, = અને તીવરપટ્સવ = તરૂણ સ્ત્રીનો કરપલ્લવ, મામ્ = મને, તપુરત્ = અતિશય સ્કુરાયમાન એવા, પુત્ર = રોમાંચો વડે, પવિત = ભીંજાયેલા મ$િ = શરીરવાળો, માતનોતિ = કરે છે.
વળી હે બૌધ્ધ ! સ્પર્શનેન્દ્રિયની સાથે પણ આ હેતુ આ રીતે વ્યભિચારી બને છે. વિશિષ્ટચંદન અને ચંદ્રની સાથે સ્પર્ધા કરી શકે તેવી શીતળતાવાળો દૂર દૂરના બગીચામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org