________________
૩૦૮
દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫
રત્નાકરાવતારિકા
अदिचन्द्रकलनेषु येत्यदः प्राक् प्रस्तपितमुपैति नो घटाम् । रश्मिसञ्चयविपञ्चितं हि तत् ते च तत्र नितरां व्यपाकृताः ॥६७॥ “વચન્દ્રનનેપુ યા" - આ ચર્ચાનો જ્યારથી શ્લોકમયરૂપે પ્રારંભ થયો, તે શ્લોકોમાંના બીજા શ્લોકની આ પ્રથમ પંક્તિ છે. રૂતિ : પ્રાણિ પ્રસ્નેપતમ્ = ઇત્યાદિ ગાથાવડે જે આ ચક્ષુનું પ્રાપ્યકારિપણું જણાવાયું છે તે વટ નો તિ = ઘટનાને પામતું નથી, દિ = કારણ કે તત્ = તે પ્રાપ્યકારિપણું, નિશ્ચય = કિરણોના ચક્રવડે, વિપશ્ચતમ્ = બતાવાયું છે. ૨ = અને તત્ર = તે ચક્ષુમાં તે = તે કિરણો-રશ્મિઓ અમારાવડે નિતરાં = અત્યંત વ્યપાતા = ખંડિત કરાયાં છે.
“વિદ્વાનનેy ” આ શ્લોકથી ચક્ષની પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારીની ચર્ચા શરૂ થઈ, તેના પ્રારંભના બીજા શ્લોકની આ પ્રથમ પંક્તિ છે. આ પંક્તિઓ વડે બીજા અને ત્રીજા શ્લોકમાં નૈયાયિકો વડે ચક્ષુની પ્રાપ્યકારિતા જણાવાઈ છે. ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળે છે. તે રશ્મિચક્ર પ્રથમ નિકટભાગવર્તી અદ્રિ સાથે સંયુક્ત થાય છે અને પછી દૂર દૂર રહેલા ચંદ્ર સાથે સંયુક્ત થાય છે અને વચ્ચે થતો કાળ-વિલંબ કમલના પત્રોના શીઘભેદનની જેમ જણાતો નથી. ઇત્યાદિ જણાવીને ચક્ષની પ્રાપ્યકારિતા જે બતાવાઈ છે તે ઘટતી નથી.
કારણ કે ચક્ષુમાંથી રશ્મિચક્ર જો નીકળતાં હોય, તો જ તમારી તે વાત ઘટનાને પામે, રશ્મિચક્રવડે જ તમે પ્રાપ્યકારિતા જણાવી છે. પરંતુ ચક્ષુમાંથી રશ્મિચક્ર નીકળતું જ નથી. તે ખંડન અમારાવડે શ્લોક ૪ થી ૬૬ માં અત્યંત કરાયું જ છે. તેથી અબાધિત આ તત્ત્વનિર્ણય સિધ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી જ છે. //૬૭ll. શિશ્ન = વળી -
चक्षुरप्राप्य धीकृद् व्यवधिमतोऽपि प्रकाशकं यस्मात् ।
अन्तःकरणं यद्वद् व्यतिरेके स्यात् पुना रसना ॥६८।। વક્ષ: = નેત્ર, અપ્રાપ્ય = વિષયની સાથે સ્પર્શ કર્યા વિના જ, ઘીન્દ્ર = જ્ઞાન કરાવનારી છે યક્ષાત્ = કારણ કે, વ્યવધતોડપિ = વ્યવધાન હોવા છતાં પણ, છાશ = તે શેયવસ્તુને જણાવે છે. અન્તઃરઘાં થર્વદ્ = મનની જેમ, પુના = વળી, વ્યતિરે = વ્યતિરેકવ્યાપ્તિમાં રસના થાત્ = જીભનું દૃષ્ટાન્ત સમજવું.
હવે ટીકાકારશ્રી જણાવે છે કે અત્યાર સુધી નૈયાયિકે પ્રથમ દ્વિતીય અને તૃતીય શ્લોકમાં બતાવેલું ચક્ષુનું જે પ્રાપ્યકારિપણું તે કોઈ પણ રીતે સંભવતું નથી એમ અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org