________________
तस्यास्मि प्रियशिष्योऽहं सूरिः श्री राजशेखरः । विद्वत्प्रसादतो ग्रन्थग्रथनारब्धपौरुषः ॥५॥ सोऽहं मोहतमःस्तौमविहस्तजनदीपिकाम् ।
पञ्जिकां रचयामास विनेयजनरञ्जिकाम् ॥६॥ આ રાજશેખરસૂરિજી વિવિધ વિષયોના રસના જાણકાર હતા, તેઓએ અનેક ગ્રંથો અને ટીકાઓ બનાવી છે. તેઓ કથાગ્રંથોના અને ઐતિહાસિક કથાઓના સંગ્રાહક અને લેખક હતા. વિક્રમ સંવત ૧૩૫૦ થી ૧૪૫૦ વચ્ચેના કાળમાં તેઓશ્રીનું અસ્તિત્વ હોય એમ તેઓના ગ્રંથોની પ્રશસ્તિના આધારે જણાય છે. કઠીન અને દુર્બોધ ગ્રંથો ઉપર પંજિકાટીકા રચીને સંસ્કૃતમાં જ વાક્યાન્તરોથી સુબોધ કરવાનું તેઓનું મુખ્યલક્ષ્ય જણાય છે. શ્રી રાજશેખરસૂરિજીની ગ્રન્થરચના -
(૧) ન્યાયકંદલીપંજિકા, (૨) સ્યાદ્વાદકલિકા (સ્યાદ્વાદદીપિકા), (૩) સંઘમહોત્સવપ્રકરણ, (૪) પદર્શનસમુચ્ચય (હરિભદ્રીય કરતાં જુદુ), (૫) કથાકોષ, (૬) વિનોદકથા કોષ, (૭) પ્રબંધકોષ, (૮) પ્રાકૃતિદ્વયાશ્રય વૃત્તિ, (૯) નેમિનાથ ફાગ, આદિ ગ્રન્થોની રચનાના ઉલ્લેખો જિનરત્નકોષમાં જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં તથા ત્રિપુટી મહારાજના લખેલા જૈન પરંપરાના ઈતિહાસમાં જુદા જુદા સ્થાને મળી આવે છે. ટિપ્પણીના કર્તા શ્રી મુનિ જ્ઞાનચંદ્રજી | મુનિશ્રી જ્ઞાનચંદ્રજીની બનાવેલી ટિપ્પણી નામની લઘુટીકાના અંતે આપેલી પ્રશસ્તિમાં પોતે પોતાની પાટ પરંપરા જણાવી છે તેઓ પંજિકાના કર્તા શ્રી રાજશેખરસૂરિજીના સમકાલીન અને કંઈક પશ્ચાત્કાલવર્તી થયા છે. પ્રશસ્તિમાં પોતે જ જણાવે છે કે શ્રી રાજશેખરસૂરિજીની આજ્ઞાથી મેં આ ટિપ્પણી બનાવી છે. ટિપ્પણીની પ્રશસ્તિમાં શ્રી વિજય સિંહસૂરિજીના શિષ્ય શ્રી અભયદેવસૂરિજી (નવાંગવૃત્તિકારથી ભિન્ન, કારણ કે નવાંગવૃત્તિકાર તો શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય હતા એમ પ્રભાવક ચરિત્ર શ્લોક ૯૧ થી ૧૦૦માં જણાવેલ છે માટે નવાંગવૃત્તિકારથી ભિન્ન એવા અભયદેવસૂરિજી) થયા. પછી શ્રી ચંદ્રસૂરિજી, શ્રી દેવસૂરિજી, શ્રીતિલકપ્રભસૂરિજી, શ્રી અજિતપ્રભસૂરિજી, શ્રી કનકપ્રભસૂરિજી અને અનુક્રમે ત્યારબાદ શ્રી ગુણચંદ્રસૂરિજી થયા, તેમના શિષ્ય શ્રી જ્ઞાનચંદ્રજી થયા કે જેઓએ રત્નશેખરસૂરિજીની આજ્ઞાથી આ ટિપ્પણી નામની ટીકા લખી છે. તથા ટિપ્પણીકારના ગુરૂ શ્રી ગુણચંદ્રસૂરિજીની પાટે વિ. સં. ૧૩૮૬માં આચાર્ય
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org