________________
૨૧૮
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા
ઇત્યાદિ લક્ષણોથી ઉત્તરકાલે જે જ્ઞાન થાય છે તે સંવાદિજ્ઞાન કહેવાય છે. તે સંવાદિજ્ઞાન પૂર્વે થયેલા “નુર” આ જ્ઞાનની પ્રમાણતાને જણાવે છે. આ પ્રમાણે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતાનો નિર્ણય તેના ઉત્તરકાલે થનારા સંવાદકજ્ઞાનથી જ થાય છે. પછી તે સંવાદકજ્ઞાન ભલે કારણગુણજ્ઞાન હોય કે બાધકાભાવજ્ઞાન સ્વરૂપ હોય કે સંવાદનમાત્ર સ્વરૂપ હોય પરંતુ આ ત્રણે જ્ઞાનો પૂર્વજ્ઞાનની સંવાદિતતા જણાવનાર હોવાથી સંવાદકજ્ઞાન કહેવાય છે. અને તેનાથી પ્રમાણતાની જ્ઞપ્તિ થાય છે. માટે પ્રમાણતાની શક્તિ પરથી પણ થાય છે.
તથા વળી, ગુણોને ગ્રહણ (સિધ્ધ) કરવામાં પ્રવીણ (નિર્દોષ) એવા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણોનું ખંડન કરવામાં પરાયણતાવાળા તમારા વડે જે અતિશય પ્રયાસ પૂર્વે કરાયો છે. તે ખરેખર આપશ્રીને કેવળ આ પ્રયાસરૂપ જ બન્યો છે અર્થાત્ આ મહેનત માથે પડી છે. સારાંશ કે ગુણો પ્રત્યક્ષ કે અનુમાનપ્રમાણથી જણાતા નથી. એમ કહીને ગુણોને સિધ્ધ કરનારા પ્રત્યક્ષ-અનુમાનાદિ પવિત્રપ્રમાણોનું માત્ર ખંડન જ કરવામાં પરાયણ એવો જે તમારો પૂર્વે પ્રયાસ થયો છે તે માત્ર પ્રયાસરૂપ જ “મહેનત માથે પડવા રૂપ જ બન્યો છે” કારણ કે દોષના સમૂહને સિધ્ધ કરવામાં જેમ તમે પૂર્વે અનુમાનપ્રમાણ બતાવ્યું છે. તેમ જ ગુણગણમાં પણ પ્રમાણની પ્રવૃત્તિ અનિવારિત જ છે એટલે કે ગુણની પણ સિધ્ધિ અનુમાન પ્રમાણથી થાય જ છે.
તથા વળી, બાધકાભાવજ્ઞાનવાળા પક્ષમાં, તેનું ખંડન કરતી વખતે તમારાવડે એમ જે બોલાયુ છે કે પ્રવર્તકજ્ઞાનની પ્રમાણતા જણાવનાર એવું બાધકાભાવનું જ્ઞાન શું તે કાલે જ થયેલું ? કે કાલાન્તરે થયેલું? જો તે જ કાલે થયેલું લેશો તો ખોટા સોનાના સિક્કામાં પણ પ્રમાણતા જણાવનાર બનવું જોઈએ, અને કાલાન્તરભાવિ કહો તો ચર્મચક્ષુવાળા આપણને આવું ભાવિનું જ્ઞાન અસંભવિત છે. ઇત્યાદિ તમારાવડે જે કંઈ કહેવાયું છે. ત્યાં અમારો ઉત્તર આ પ્રમાણે છે.
“
તાત્તિસ્થ” આ પ્રમાણેના પ્રથમપક્ષની જે પરિકલ્પના તમે કરી છે તે તુચ્છ છે, અસાર છે, અલ્પીય છે. કારણ કે અમે એ પક્ષ કહેતા નથી. કારણ કે સાધનોથી (નિશ્ચિત કારણોથી) જણાયેલ સાધ્યના સંવેદનની સાથે, તેના ઉદયકાળમાં જ, એટલે કે જે કાળે પ્રવર્તકજ્ઞાન પ્રવર્તે છે તે જ કાળમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને બાધકજ્ઞાનના ઉદયનો સંભવ હોતો નથી જ, કારણ કે એક જ કાળે વસ્તુ છે અને વસ્તુ નથી. એમ પરસ્પર વિરોધી ઉપયોગદ્વયનું હોવું અસંભવિત જ છે. જેમ કે તળાવમાં સ્નાન-પાન-તૃષાચ્છેદ-વસ્ત્રપ્રક્ષાલન ઇત્યાદિ ક્રિયા ચાલતી હોય તથા જ્યાં આ તળાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org