________________
જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતામાં મીમાંસકની સાથે ચર્ચા
ઉત્પાદક જે કારણો છે આત્મા આદિ, તે જ માત્ર કારણોથી અપ્રમાણતા ઉત્પન્ન થતી નથી પરંતુ તે કારણોથી અતિરિક્ત એવા (તિમિરાદિ) દોષાત્મક કારણથી અપ્રમાણતા ઉત્પાદ્ય છે આ પ્રમાણેના અનુમાનથી અમે ઇન્દ્રિયોમાં દોષોની સિધ્ધિ કરીશું.
જૈન - “આપ ઘણો લાંબો ટાઈમ જીવો, તમે દીર્ઘાયુષી બનો' એવી અમારી તમને આશિષ છે. કારણ કે અમારે જે સિધ્ધ કરવું છે તે જ જો તમારે મુખે જ સિધ્ધ થાય, તેના જેવો બીજો અમને કયો આનંદ હોઈ શકે ? તમે જે અનુમાનથી દોષની સિદ્ધિ કરી છે, તે જ અનુમાનથી ગુણોની પણ સિદ્ધિ થાય જ છે. માત્ર તે અનુમાનમાં “અપ્રામાણ્ય’” એવું તે જે પક્ષવાચી પદ છે તેને (નિરમ્ય=) દૂર કરીને તેની જગ્યાએ “પ્રામાણ્યું” એવુ જો પક્ષવાચી શબ્દ (પ્રક્ષિપ્ય=) મુકીને ગુણસિધ્ધિમાં પણ આ જ અનુમાન બનાવાય તો દોષની જેમ ઇન્દ્રિયોમાં નિર્મળતા આદિ ગુણોની પણ અવશ્ય સિધ્ધિ થાય જ છે. તો પ્રમાણતા પણ (અપ્રમાણતાની જેમ જ) ઉત્પત્તિમાં પરતઃ કેમ ન હોય ? તે અનુમાનનો પ્રકાર આ પ્રમાણે થાય -
૨૧૫
પ્રામાë (પક્ષ), વિજ્ઞાનમાત્રોત્પાારાતાપાતિરિક્તાર્ળોત્પાદ્યમ્ (સાધ્ય), વિજ્ઞાનમાત્રાનુવૃત્તાવત્તિ વ્યાવર્તમાનત્વાત્ (હેતુ) જેમ અપ્રમાણતા વિજ્ઞાનના કારણોથી અતિરિક્ત એવા તિમિરાદિદોષોરૂપ કારણોથી જન્ય છે, તેવી જ રીતે પ્રમાણતા પણ વિજ્ઞાનનાં કારણો જે આત્મા આદિ છે. તેનાથી અતિરિક્ત કારણો જે નિર્મળતા આદિ
ગુણો છે. તેનાથી જન્ય છે. આ પ્રમાણે ગુણો પણ અનુમાનથી અવશ્ય સિધ્ધ થાય જ છે. કદાચ તમે અમને એમ પુછશો કે પર્વતમાં વિર્ભની સિધ્ધિ કરવામાં ધૂમ-વર્તિનો પ્રતિબન્ધ (સહચાર-વ્યાપ્તિ) જેમ પહેલાં પ્રત્યક્ષપ્રમાણથી ગૃહીત થયેલ હોય તો જ અનુમાન થાય છે. તેમ અહીં ગુણોના કરેલા ઉપરોક્ત અનુમાનમાં આ પ્રતિબંધ (વ્યાપ્તિ) પહેલાં પ્રત્યક્ષ થયેલી નથી કારણ કે ઇન્દ્રિયો અતીન્દ્રિય હોવાથી તગતગુણો પણ અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી. તેથી વ્યાપ્તિ વિના અનુમાન કેવી રીતે કરશો ? આવું જો અમને (જૈનોને) મીમાંસકો દ્વારા પુછવામાં આવે તો અમે કહીએ છીએ કે તમારા કરાયેલા દોષાનુમાનમાં જે રીતે તમે પ્રતિબંધ (વ્યાપ્તિ) કરો છો તે જ રીતે અમે જૈનો અમારા ગુણાનુમાનમાં પણ વ્યાપ્તિ કરીશું. એટલે કે પ્રતિબંધ-વ્યાપ્તિ અહીં પણ થાય જ છે, એમ નિર્ણય જાણવો.
સાચી હકીકત એ છે કે કોઈ પણ અનુમાનમાં પૂર્વે વ્યાપ્તિગ્રહણ પ્રત્યક્ષથી થયેલું જ હોવું જોઈએ એવો નિયમ નથી. જો એમ ન જ હોત અને વ્યાપ્તિગ્રહણ પૂર્વે પ્રત્યક્ષથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org