________________
ભદ્રેશ્વરસૂરિજી, આ. શ્રી માણેક્યસૂરિજી, આ. શ્રી રત્નપ્રભસૂરિજી મુખ્યશિષ્યો તરીકે પ્રસિદ્ધ હતા. પ્રભાવકચરિત્ર શ્લોક ૨૮૩માં શ્રી ભદ્રેશ્વરસૂરિજીને ગચ્છભાર સોંપ્યાનો ઉલ્લેખ છે.
श्री भद्रेश्वरसूरीणां, गच्छभारं समर्प्य ते ।
जैन प्रभावनास्थेमनिस्तुषश्रेयसि स्थिताः ॥२८३॥ આ. શ્રી માણેક્યસૂરિજીને પ્રભાવકચરિત શ્લોક ૯૩માં શિષ્ટરાટું કહીને પ્રધાનશિષ્ય તરીકેનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
अथाह देवसूरीणां, माणेक्याख्यो विनेयराट् ।
दर्शनप्रतिकूलाभिर्वाग्मी शेषांकुरं वहन् ॥१३॥ આ. શ્રી રત્નપ્રભસૂરિજીએ પોતે જ “રત્નાકરાવતારિકા”ની સમાપ્તિમાં લખેલી “પ્રશસ્તિમાં પોતાને વાદિદેવસૂરિજીના ચરણકમળમાં ભ્રમર તુલ્ય કહીને પોતાનું શિષ્યત્વ જાહેર કરેલ છે.
प्रज्ञातः पदवेदिभिः स्फुटदृशा सम्भावितस्तार्किकैः । कुर्वाणः प्रमदाद् महाकविकथां सिद्धान्तमार्गाध्वगः ॥ दुर्वाद्यङ्कुशदेवसूरिचरणाम्भोजद्वयीषट्पदः ।।
श्रीरत्नप्रभसूरिरल्पतरधीरेतां व्यधाद् वृत्तिकाम् ॥४॥ તથા ગ્રંથકાર શ્રી વાદિદેવસૂરિજીએ પોતે જ પ્રથમ પરિચ્છેદના અંતમાં શ્રી ભદ્રેશ્વરસૂરિજી તથા રત્નપ્રભસૂરિજીની સ્યાદ્વાદરત્નાકર લખવામાં સહાયતાની પ્રશંસા કરેલી છે. જેનો શ્લોક આગળ આપેલ છે. આ પ્રમાણે આ ત્રણ શિષ્યોના નામોનો ઉલ્લેખ મળે છે. તથા શ્રી રત્નપ્રભસૂરિજીની બનાવેલી ઉપદેશમાલાની ટીકાની પ્રશસ્તિમાં “રેવસૂરિશિષ્યબ્રતિVIT વિનયનપૂરીમ્'' પંક્તિમાં વિજયસેનસૂરિજીનો પણ ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ તે દેવસૂરિજીના શિષ્ય હોય તો શ્રા શબ્દ લખવાની જરૂર નથી. વલી સંસારિ અવસ્થાના દેવસૂરિજીના ભાઈ હોય અને સાધુઅવસ્થામાં શિષ્ય હોય એ વાત પણ અસંગત છે. જો કે ત્રિપુટી મહારાજે જૈન પરંપરાના ઈતિહાસમાં તેઓને વાદિદેવસૂરિજીના ભાઈ જ ગણાવ્યા છે. પરંતુ આ વાત સુસંગત લાગતી નથી. કારણ કે પ્રભાવકીરિત શ્લોક૩૦માં વીર નાગ(પિતા)ને અને જિનદેવ(માતા)ને આ વાદિદેવસૂરિ થનાર “પૂર્ણચંદ્ર” એકજ પુત્ર હતો, તેને બીજા પુત્રો ન હતા એમ સ્પષ્ટ કહેલ છે.
स प्राह नाथ पूज्यानां, कुले नो गुरुताभृताम् ।
अहं त्वेकसुतो जीर्णस्तदास्था मेऽत्र जीवितुम् ॥३०॥ તથા ૩૧થી ૩૫ શ્લોકમાં પણ એક જ પુત્ર હોવાનું સમર્થન મળે છે. માટે શ્રી વિજયસેનસૂરિજી એ વાદિદેવસૂરિજીના ઉપરોક્ત ત્રણ શિષ્યોના (સંસારિ અવસ્થાને આશ્રયી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org