________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં નૈયાયિકની સાથે ચર્ચા
તથા વળી અર્થજ્ઞાનને જાણવાની જિજ્ઞાસા પ્રમાતાને થાય તો જ તજ્જ્ઞાન ઉત્પન્ન થાય છે આ વાત પણ અનુચિત છે કારણ કે સંવેદનો (જ્ઞાનો)નું જિજ્ઞાસાવડે જ ઉત્પદ્યમાનપણું પણ ઘટી શકતું નથી. કારણ કે જિજ્ઞાસા ન હોય તો પણ યોગ્યદેશમાં રહેલા (ઇન્દ્રિયોથી જાણી શકાય એવા દેશમાં રહેલા) વિષયોમાં તે જ્ઞાન ઉત્પન્ન થતું દેખાય છે. જેમ કે આપણે જ્યાં બેઠા હોઈએ તેની આજુબાજુ નિકટમાં અશુચિ (વિષ્ટા) પડેલી હોય તો તેને જોવાની કે તેની દુર્ગંધ સુંઘવાની જિજ્ઞાસા કોઈની હોતી નથી છતાં પણ ચાક્ષુષ ને ઘ્રાણજ જ્ઞાન થાય છે. માટે જિજ્ઞાસા થાય તો જ અર્થજ્ઞાનનું જ્ઞાન થાય છે આ દલીલ પણ યુક્તિરિક્ત છે.
તથા હવે કદાચ તમે નૈયાયિકો એમ કહો કે જિજ્ઞાસા વિના અશુચિ આદિ વિષયમાં જ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે પરંતુ જે જે યોગ્યદેશસ્થ વિષયનું જ્ઞાન હોય છે. ત્યાં જ જિજ્ઞાસા વિના જ્ઞાન થાય છે. જ્યારે આ અર્થજ્ઞાન તો અયોગ્યદેશસ્થ છે. માટે જિજ્ઞાસાવડે જ થાય છે. આ પ્રમાણે નૈયાયિકોનું કહેવું પણ વ્યાજબી નથી. કારણ કે આ અર્થશાન પણ અયોગ્યદેશસ્થ નથી પરંતુ યોગ્યદેશસ્થ જ છે. કારણ કે અર્થજ્ઞાન આત્મામાં જ સમવાયસંબંધથી સમવેત એવું આ ઉત્પન્ન થાય છે આત્માથી દૂર ક્ષેત્રમાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે યોગ્યદેશસ્થ જ છે. તેથી જિજ્ઞાસા વિના જ અર્થજ્ઞાનને વિષે જ્ઞાનોત્પત્તિ થાય છે.
૧૯૭
નૈયાયિક - સારૂં, જો વિના જિજ્ઞાસાથી અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો ભલે એમ ઉત્પન્ન થાઓ - તેમાં અમને શું દોષ છે ? અર્થાત્ જિજ્ઞાસા વિના પ્રથમ અર્થશાન, અને પછી તુરત જ તે અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થાઓ, અમે એમ માનીશું, તેથી શું દોષ આવી જવાનો છે ?
જૈન - જો એમ થાય તો અનવસ્થાદોષ આવશે, પરંપરા ચાલવાથી તજ્જ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં અપરજ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ આવશે, ત્યાં પણ એમ જ અપરજ્ઞાન ઉત્પન્ન થશે. આ પ્રમાણે અપર-અપર જ્ઞાનધારાની જ ઉત્પત્તિની પરંપરા ચાલતાં, તેમાં જ આ આત્માનો વ્યાપાર ચાલુ રહેવાથી બીજા કોઈ પણ વિષયનો બોધ કરવાનું શક્ય બનશે નહી. માટે અનવસ્થા દોષ પણ આવશે અને આ આત્મા વિષયાન્તરને જાણવામાં અસમર્થ પણ બનશે માટે આ અર્થશાન જ્ઞાનાન્તરથી ગમ્ય છે. આ વાત જરા પણ યુક્તિમાર્ગને સ્પર્શતી નથી, તેથી જ્ઞાન સ્વયંપ્રકાશક જ છે. એમ માનવું જોઈએ. ।। ૧૮ । प्रमाणं विविच्यास्यैव प्रामाण्यस्वरूपं धर्ममाविष्कुर्वन्ति -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org