________________
જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં નૈયાયિકની સાથે ચર્ચા
અનવસ્થારૂપી વેલડી ઉલ્લસતી જ નથી. છતાં કદાચ પદાર્થને જણાવનારા આ જ્ઞાનનું પણ જ્ઞાન કરવાની જિજ્ઞાસા પ્રમાતાને થાય તો જેમ ઘટ-પટને જણાવનારૂં આ પ્રથમ જ્ઞાન થયું તેવી જ રીતે તે પ્રથમજ્ઞાનને જણાવનારૂં દ્વિતીય એવું જ્ઞાનનું જ્ઞાન પણ થાય છે. પરંતુ તે જ્ઞાનનું જ્ઞાન થવાથી તે તૃપ્ત (સંસૃષ્ટ) જ થઈ જાય છે. પછી તેને જ્ઞાનના જ્ઞાનનું જ્ઞાન કરવાની અપેક્ષા હોતી જ નથી કે જેથી અનવસ્થા આવે. પ્રમાતાને ઘટ-પટ પદાર્થોની જેમ જ્ઞાનના જ્ઞાનની કદાચ જિજ્ઞાસા થાય તો તે જ્ઞાનને જણાવનારૂં બીજું જ્ઞાન થાય છે. પરંતુ ત્યારબાદ તો જિજ્ઞાસા થતી નથી એટલે વિરામ થાય છે તેથી તૃતીય ક્ષણમાં જ્ઞાન થતું જ નથી. તેથી અનવસ્થા આવતી નથી. અને પ્રથમથી જ જિજ્ઞાસા ન હોય તો જ્ઞાનને જણાવનારૂં દ્વિતીયજ્ઞાન પણ થાય જ એવો નિયમ નથી માટે અનવસ્થા આવતી નથી. તેથી ઘટપટાદિ પદાર્થોને જણાવનારૂં જ્ઞાન જિજ્ઞાસા ન હોય તો અપ્રકાશિત જ રહે છે. અને જો તેને જાણવાની જિજ્ઞાસા થાય તો પ્રથમસમયવર્તી જ્ઞાનનો બોધ દ્વિતીય સમયવર્તી જ્ઞાનવડે થાય છે પરંતુ પછી જ્ઞાનધારા આગળ ચાલતી નથી - આ પ્રમાણે નૈયાયિકો કહે છે.
तदेतदेतेषां मतेस्तरलतां तनोति, प्रकटितप्रयोगे पक्षस्यानुमानेन मानखण्डनात् । तथा च तावकाकूतेन तत्र हेतोः कालात्ययापदिष्टत्वनिष्टङ्कनाच्च । तथाहि - विवादास्पदं ज्ञानं स्वसंवेदितम्, ज्ञानत्वात्, ईश्वरज्ञानवत् । वाद्यसिद्धमेतन्निदर्शनम्, जैनैरीश्वरस्यास्वीकारेण तज्ज्ञानस्य तेषामसिद्धेः इति चेत् ? तदचतुरस्त्रम्, अनवद्यविद्याविद्याधरीबन्धुरपरिष्वङ्गस्य पुरुषातिशेषविशेषस्य खण्डपरशोः स्वीकारात्, त्रिविष्टपघटनलम्पटपटिम्नः सकलावलोकनकौशलशालिन एव चास्य तिरस्कारात् ।
૧૯૧
व्यर्थविशेष्यश्चात्र हेतु:, समर्थविशेषणोपादानेनैव साध्यसिद्धेः धूमध्वजसिद्धौ धूमवत्त्वे सति द्रव्यत्वादितिवत् । न हीश्वरज्ञानादन्यत् स्वसंविदितमप्रमेयं चास्ति यदपोहाय प्रमेयत्वादिति क्रियते ॥
જૈન = તે આ તૈયાયિકોનું કથન, તેઓની મતિની ચંચળતાને (અસ્થિરતાને) સૂચવે છે, અર્થાત્ તેઓની મતિ કુષ્ઠિત છે એમ જણાય છે. કારણ કે તેઓએ જણાવેલા પ્રયોગમાં (સાધ્યવિશિષ્ટ એવો) જે પક્ષ છે. તે પક્ષનું માન (પ્રમાણપણું), પ્રતિસ્પર્ધી એવા અનુમાનવડે ખંડિત થાય છે, અને તેમ થવાથી તમારા સિધ્ધાન્ત (=આકુત) વડે તમારા તે અનુમાનમાં રહેલો તમારો હેતુ (પ્રતિસ્પર્ધી અનુમાનવડે) બાધિત થતો હોવાથી “કાલાત્યયાપદિષ્ટ” અર્થાત્ બાધિતત્વ નિશ્ચે થાય જ છે. તે આ પ્રમાણે - જ્ઞાનને અસ્વપ્રકાશક કહેનારૂં તમારૂં અનુમાન જે પૂર્વે કહેલું છે તે આ રીતનું છે - જ્ઞાનં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org