SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની સ્વપ્રકાશકતાની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા ૧૮૭ થતો દેખાય છે. એટલે કે દેવદત્તે પ્રદીપ ઉત્પન્ન કર્યો હોય તો પણ તે પ્રદીપવડે પ્રકાશિત થયેલા ઘટ-પટો યજ્ઞદત્તને પણ દેખાય છે. કંઈ દેવદત્તને જ માત્ર દેખાય એવો નિયમ નથી. તેની જેમ ચૈત્રથી ઉત્પન્ન કરાયેલું અર્થપ્રાકટ્ય અર્થધર્મ હોવાથી અર્થમાં જ રહેનાર છે, તો તે મૈત્રને અર્થબોધ કેમ ન કરાવે ? માટે તમારા તે નિયમની અનુપપત્તિ છે. ___अस्तु वैतत्, तथाप्ययमर्थधर्मो जडः चिद्स्पो वा भवेत् ? यदि जडः, कथमर्थदर्शनं स्यात् ? अर्थदर्शनं ह्यर्थदृष्टिरर्थज्ञप्तिरुच्यते । जडत्वे तु प्राकट्यस्य कथमिदं घटेत ? ज्ञानप्रमाणशब्दयोश्चैवं सामानाधिकरण्यमसूपपादम् । यतो ज्ञायते ज्ञप्तिर्जन्यते येन तद् ज्ञानमाम्नायते । प्राकट्यस्य च जडत्वेनाज्ञप्तिरुच्यते कथं तज्जनकं प्रमाणं ज्ञानं व्यपदिश्येत ? चिद्रूपश्चेत् - स्वसंवेद्यः, वेदनान्तरवेद्यो वा ? यदि स्वसंवेद्यः, तर्हि "कृतश्च शीलविध्वंसो न चानङ्गः शमं गतः" इति न्यायः समायातः । स्वात्मनि क्रियाविरोधात् विज्ञाने स्वसंवित्तिप्रतिक्षेपपातकं कृत्वाऽपि प्राकट्ये तस्याः स्वयं स्वीकारात् । वेदनान्तरवेद्यत्वं पुनरस्य कुतस्त्यम् ? तथाहि - किमयं यावदर्थम्, यावदक्षव्यापारं वावतिष्ठेत ? ज्ञानवत्क्षणिको वा भवेत् ? नाद्यः पक्षः, पदार्थमालोक्य निमीलितलोचनोत्पलयुगलस्य प्रकटतत्प्रतीतिप्रसक्तेः । न द्वितीयः, अक्षादिव्यापारस्य ज्ञानोत्पत्तिमात्रे व्यापारात् प्राकट्यस्य तदपेक्षानुपपत्तेः । नापि तृतीयः, क्षणजातनष्टस्य वेदनान्तरेण वेदितुमशक्यत्वात्, वेदने तु द्वित्रिक्षणावस्थितिप्रसक्तेः । तन्न तवेदनमवदातम्, यतोऽर्थापत्तिस्लसेदिति ॥ જો કે જે વ્યક્તિએ દીપક પ્રગટાવ્યો હોય તે જ વ્યક્તિને તે દીપકથી બોધ થાય એવો નિયમ નથી તેવી રીતે જે વ્યક્તિથી અર્થપ્રાકટ્ય સ્વરૂપ અર્થબોધ ઉત્પન્ન થયો હોય તે જ વ્યકિતને તે અર્થબોધ કરાવે એવો નિયમ નથી. તથાપિ માની લો કે આ નિયમ હોય. તો પણ અમે તમને પુછીએ છીએ કે આ અર્થધર્મ શું જડસ્વરૂપ હોતે છતે તે વ્યક્તિને અર્થબોધ કરાવે છે કે શું ચૈતન્યસ્વરૂપ થયો છતો તે વ્યક્તિને અર્થબોધ કરાવે છે? જો જડ એવો અર્થધર્મ અર્થબોધ કરાવે છે એમ કહેશો તો જડ એવા તે અર્થધર્મથી અર્થબોધ (ઘટ-પટાદિ પદાર્થોનો બોધ) કેવી રીતે થઈ શકે ? અર્થાતું ન જ થઈ શકે, કારણ કે અર્થદર્શન એ જ અર્થદષ્ટિ કહેવાય છે અને અર્થદષ્ટિ એ જ અર્થજ્ઞપ્તિ કહેવાય છે. જો અર્થધર્મ પોતે સ્વયં જડ હોય તો જડ એવા તેનાથી અર્થજ્ઞાન કેમ થઈ શકે ? એટલે કે અર્થપ્રાકટ્ય રૂપ આ અર્થધર્મ જડ હોતે છતે રૂદ્ર = આ અર્થદર્શન = અર્થજ્ઞાન કેમ ઘટે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy