________________
સ્યાદ્વાદ રત્નાકર
ગ્રન્થકર્તા પૂજ્ય આ. શ્રી વાદિદેવસૂરીશ્વરજી મ. ની પોતાની જ બનાવેલી પ્રમાણનયતત્તાલોક ઉપરની આ સ્વોપજ્ઞ ટીકા છે. આ ગ્રંથમાં સૂત્રોની જ વાત અતિશય સ્પષ્ટ કરવામાં આવી છે. ટીકાની રચનામાં ન્યાય અને તર્કશલી સવિશેષ છે. પ્રતિવાદીઓની પ્રત્યેક માન્યતાઓનું સ્થાને સ્થાને અકાઢયુક્તિ-પ્રયુક્તિઓથી જડમૂળથી ખંડન કરેલું છે. લખાણનો વિષય-સૂક્ષ્મ-સૂક્ષ્મતર રીતે ચર્ચલો છે. તેથી જ આ ગ્રંથ જાણે એક મહા સાગર હોય એમ લાગે છે. તેથી જ ગ્રંથકારશ્રીએ તે ગ્રંથનું નામ પણ સ્યાદ્વાદ સમજાવવા માટે રત્નાકર (સમુદ્ર) જેવો જે ગ્રંથ તે સ્યાદ્વાદ રત્નાકર એમ નામ રાખેલ છે. આ મહાનું આકર ગ્રંથ છે. અથવા સ્યાદ્વાદના વર્ણન રૂપ રત્નોનો ભંડાર, રત્નોની ખાણ તે સ્યાદ્વાદ રત્નાકર કહેવાય છે. જ્ઞાનદ્દેતવાદ, શૂન્યવાદ, જ્ઞાનનું જ્ઞયવડે પ્રકાશ્યપણું, જ્ઞાનનું જ્ઞાનાન્તરવડે સંવેદ્યપણું, સર્ષાિદિ જડનું પ્રમાણપણું, જ્ઞાનનું તદુત્પત્તિ અને તદાકારતા વડે જ્ઞાપકપણું, પ્રમાણનું પ્રામાણ્ય ઉત્પત્તિ અને જ્ઞપ્તિને આશ્રયી સ્વથી કે પરથી તે સંબંધી પરવાદીઓના મતોની આલોચના, ચક્ષુ અને મનની પ્રાપ્યકારિતાની માન્યતા, શબ્દ અપૌલિક (આકાશનો ગુણ) છે તેવી માન્યતા, ઈત્યાદિ પરવાદીઓની અનેક માન્યતાઓનું ઘણી જ બારીકાઈથી નિરસન કરેલું છે. સર્વજ્ઞની સિદ્ધિ, સ્ત્રી-પુરૂષ ઉભયને મુક્તિપ્રાપ્તિ, આત્મા આદિ સર્વ પ્રમેયો, નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સદસતુ છે તેની સયુક્તિક બુદ્ધિગમ્ય ગંભીરચર્ચા આ ગ્રંથમાં આપેલી છે. વાદીઓની વિવિધ માન્યતાઓનું સ્થાને સ્થાને પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રૂપે ખંડન-મંડન કરવા સ્વરૂપ વાદ-વિવાદથી ભરેલો અને તેથી જ સ્કૂલબુદ્ધિવાળા જીવોથી અગમ્ય અને દુર્બોધ આ ગ્રંથ સાચે જ સમુદ્ર સમાન છે. તે કારણથી ગ્રંથકર્તાના જ શિષ્ય પૂ. આ. શ્રી રત્નપ્રભસૂરીશ્વરજી મ. શ્રીએ “સ્યાદ્વાદરત્નાકર” દુર્બોધ સમજીને તેમાં પ્રવેશ થાય તે માટે નાવડી (હોડી) સમાન નાની ટીકા બનાવી છે. તે ટીકા આ સમુદ્રમાં પ્રવેશ માટે નાવડીતુલ્ય હોવાથી તેનું નામ “રત્નાકરાવતારિકા” રાખેલ છે. આ મૂલટીકા “સ્યાદ્વાદ રત્નાકર” લખવામાં ગ્રન્થકારશ્રીને પોતાના જ શિષ્યો શ્રી ભદ્રેશ્વરસૂરિજી, અને શ્રી રત્નપ્રભસૂરિજીની સવિશેષ સહાય હતી. આ વાત ગ્રંથકર્તાએ પોતે જ સ્યાદ્વાદરત્નાકરના પ્રથમ પરિચ્છેદના અંતમાં જણાવી છે. તે આ પ્રમાણે -
किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे,
यत्रातिनिर्मलमतिः सतताभियुक्तः । भद्वेश्वरः प्रवरयुक्तिसुधाप्रवाहो,
रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org