SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૮ રત્નાકરાવતારિકા જ્ઞાનના વિષયભૂત એવા બાહ્ય-ઘટ-પટાદિ શેયપદાર્થો જ્ઞાનવડે પ્રકાશિત થાય છે. એમ માનતો કયો મનુષ્ય સૂર્યના પ્રકાશની જેમ તે જ્ઞાન પણ તેવા પ્રકારવાળું (સ્વયં પ્રકાશિત) છે. એમ ન માને? મૂળસૂત્રમાં લખેલા તપિ શબ્દનો અર્થ તે જ્ઞાન પણ “એવો અર્થ સમજવો. તથા તપ્રારમ્ એવો જે શબ્દ છે, તેનો અર્થ “પ્રતિભાસિત થવું તેને પ્રકાર કહેવાય, તે પ્રકાર રૂપ (પ્રકાશિત થવા રૂ૫) નિશ્ચિત છે સ્વરૂપ જેનું” એવું તે જ્ઞાન તપ્રકાર કહેવાય છે. અર્થાત્ તે જ્ઞાન પણ બાહ્યપદાર્થની જેમ તેવા પ્રકારવાળું = સ્વયં પ્રકાશિત થનારૂં જ છે. જેમ પર્વત-નગર અને અરણ્યાદિ પ્રકાશ્ય પદાર્થો, સૂર્યના પ્રકાશના વિષયભૂત થયા છતા, પ્રકાશિત થાય છે, એમ માનતા લૌકિક પુરૂષો વડે (સામાન્ય પ્રજાજનો વડે) તથા પરીક્ષક પુરૂષવડે (શાસ્ત્રજ્ઞ-લોકોત્તર પુરૂષો વડે) સૂર્યનો પ્રકાશ પણ સ્વયં પ્રકાશિત થયેલો જ છે એમ મનાય છે. એટલે કે સૂર્યપ્રકાશ બાહા ઘટપટાદિ પદાર્થોને જેમ જણાવે છે તેમ પોતાને પણ તે પ્રકાશ જણાવે જ છે. તેવી રીતે જ્ઞાનના વિષયભૂત એવા બાહ્ય ઘટપટાદિ પદાર્થો જ્ઞાનવડે પ્રકાશિત થાય છે. એમ માનતા તે લૌકિક અને લોકોત્તર પુરૂષોવડે જ્ઞાન પણ સ્વયં પોતે જ પોતાને જણાવે છે, આ પ્રમાણે સ્વયં પ્રતિભાત થયેલું જ છે, એવો આપણા દ્વારા સ્વીકાર કરાવો જોઈએ. अत्रेयं भट्टचघट्टना - ननु न स्वसंवेदनं वेदनस्य सुन्दरम्, स्वात्मनि क्रियाविरोधात् - इत्यस्य पारोक्ष्यमेवाक्षूणं कक्षीकरणीयम् ? तदेतदरमणीयम् - यतः किमुत्पत्तिः ज्ञप्तिर्वा स्वात्मनि विरुध्यते ? यद्युत्पत्तिः, सा विरुध्यताम् - न हि ज्ञानमात्मानमुत्पादयतीति वयमध्यगीष्महि - अथ ज्ञप्तिः - नेयमात्मनि विरोधमदीधरत्, तदात्मनैव ज्ञानस्य स्वकारणकलापादुत्पादात् प्रकाशात्मनेव प्रदीपकलिकालोकस्य । ___अथ प्रकाशात्मनैव प्रदीपालोकोऽयमुदयमाशिवानिति परप्रकाशकोऽस्तु । आत्मानमप्येतावन्मात्रेणैव प्रकाशयतीति तु कौतस्कुती नीतिः, इति चेत् - तत् किं तेनाप्रकाशितेनैव वराकेण स्थातव्यम् ? आलोकान्तराद् वा प्रकाशेनास्य भवितव्यम् ? प्रथमे, प्रत्यक्षबाधा, द्वितीयेऽपि सैवानवस्थापत्तिश्च । अथ नाऽसौ स्वमपेक्ष्य कर्मतया चकास्ति-इत्यस्वप्रकाशकः स्वीक्रियते, प्रकाशख्यतया तूत्पन्नत्वात् स्वयं प्रकाशत एवेति चेत् ? अनेनैव सुधामद्धि । न हि वयमपि ज्ञानं कर्मतयैव प्रतिभासमानं स्वसंवेद्यमानमावेदयामहि, ज्ञानं स्वयं प्रतिभासत इत्यादावकर्मकस्य तस्य चकासनात् । यथा तु ज्ञानं जानामीति कर्मतयाऽपि तद् भाति, तथा प्रदीपः स्वं प्रकाशयतीत्ययमपि तथा प्रथत एव ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy