________________
બ્રહ્મવાદીના મતનું ખંડન
૧૬૯
આ ત્રણ પક્ષોમાંથી જો પ્રથમના બે પક્ષો તમે કહો તો તે બે પક્ષોનો અમે સ્વીકાર કર્યો નથી એ જ અમારા તરફથી ઉત્તર છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. પહેલો પક્ષ સર્વથા અસતુપણું - માનો તો આ સંસારની અંદર જલ અને સ્થલમાં ઉત્પન્ન થયેલાં પુષ્પો સત્ છે એમ જે માને તે આકાશમાં પુષ્પ અસ છે એમ માની શકે, ઈતર સ્ત્રીઓને પુત્રો હોય છે એમ માને તે વધ્યાને પુત્ર અસત્ છે એમ માની શકે, ગાય-ભેંસાદિને શીંગડાં સત્ છે એમ માને તે સસલાને અને રાસને શૃંગ અસત્ છે એમ માની શકે. સારાંશ કે અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે જે પદાર્થ સત્ હોય છે તે પદાર્થ તેનાથી ઈતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અસતું હોય છે, એમ માની શકાય છે. પરંતુ તમે તો બ્રહ્મ વિના કોઈ જ વસ્તુને સત્ માનતા નથી, તેથી તમે સત્ પણ કહી શકશો નહિ, અને જો અસત્ કહેશો તો તમે તે વસ્તુને જ્યાં સત્ કહેશો તેનાથી ઈતરક્ષેત્રે, તે પદાર્થ સત્ છે એમ સિધ્ધ થશે જેથી મિથ્યારૂપતા ઉડી જશે.
તથા બીજા પક્ષમાં પણ જે માણસ ઘટને ઘટ છે એમ માને તે જ ઘટને પટરૂપે નથી એમ કહી શકે, એવી જ રીતે પટને પટ છે એમ જે માને તે જ પટને ઘટાત્મકપણે નથી એમ માની શકે, કોઈપણ વિવક્ષિત એકવસ્તુને તે વસ્તુ સ્વરૂપે તમે સત્ સ્વીકારો તો જ તમે તે વસ્તુને ઈતરરૂપે નથી તેમ કહી શકો, પરંતુ તમે તો બ્રહ્મ વિના કંઈ પણ સ્વીકારતા ન હોવાથી ઈતર રૂપે નથી એમ પણ કહી શકશો નહી. આ પ્રમાણે તમારા પાડેલા ત્રણ પક્ષોમાંથી પ્રથમના બે પક્ષોનો અસ્વીકાર કરવો એ જ અમારો ઉત્તર છે.
હવે જો ત્રીજો વિકલ્પ માનશો તો તે “અનિવચ્ચત્વ” એટલે શું ? (૧) નિરુક્તિવિરહ, કે (૨) નિરુક્તિનિમિત્તવિરહ, કે (૩) નિઃસ્વભાવત્વ? આ ત્રણમાંથી અનિર્વાચ્યત્વનો અર્થ તમે શું કરો છો? હવે જો અનિર્વાચ્યત્વનો અર્થ નિરુક્તિવિરહ કહેતા હો તો, એટલે નિશ્ચિત એવા શબ્દોનો વિરહ, અર્થાત્ ઘટ-પટાદિ પદાર્થોને સમજવા માટે, બોલવા માટે નિશ્ચિત એવા શબ્દોનો યોગ નથી. એમ જો કહેતા હો તો તે પ્રથમ (કલ્પ =) પક્ષ (કલ્પનાઈ=) કલ્પવા યોગ્ય નથી. કારણ કે આ સરલ નામનું વૃક્ષ છે તથા આ સાલ નામનું વૃક્ષ છે, ઇત્યાદિ નિશ્ચિતશબ્દોનો અનુભવ થાય છે માટે નિશ્ચિતઉકિતનો યોગ છે પરંતુ નિશ્ચયયુક્ત ઉક્તિનો વિરહ નથી. દરેક પદાર્થોના વાચક શબ્દો છે જ.
હવે જો નિરતિનિમિત્તવિરહવાળો બીજો પક્ષ કહેતા હો તો નિરુકિત = નિશ્ચિત શબ્દપ્રયોગમાં નિમિત્ત શું માનો છો કે જેનો વિરહ કહેવા માગો છો ? શબ્દપ્રયોગમાં નિમિત્ત શું જ્ઞાન છે? કે શબ્દપ્રયોગમાં નિમિત્તે શું વિષય છે ? પ્રથમપક્ષરૂપ જ્ઞાનનો વિરહ જો કહેતા હો તો જ્ઞાનરૂપ નિમિત્તના વિરહના બનેલા પ્રથમપક્ષનો વિરહ છે, અર્થાત્ પ્રથમપક્ષ યુક્તિસંગત નથી. સરલ અને સાલ વિગેરેનું સંવેદન પ્રત્યેક પ્રાણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org