________________
રજુ કરી છે કે જેનું વાંચન છોડવાનું મન ન થાય. તથા માત્ર તેર જ અક્ષરપ્રયોગ, ત્રણ જ વિભક્તિપ્રયોગ, અને ક્રિયાપદના બે જ પ્રત્યય વડે જગત્કર્તૃત્વવાદનું ખંડન કર્યુ છે તે તો શબ્દોથી અવર્ણનીય રસથી ભરપૂર છે.
તૃતીય પરિચ્છેદ
“પ્રમાણ”ના “પરોક્ષ” નામના બીજા ભેદની વ્યાખ્યા, તેના (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ. એમ પાંચ ભેદોનું પ્રતિપાદન. પાંચે ભેદોની સાર્થકતા અર્થાત્ કોઈપણ ભેદનો ઈતરભેદમાં અપ્રવેશ, આ પાંચ ભેદોમાંથી પ્રથમના ચાર ભેદોનું (૧) કારણથી, (૨) સ્વરૂપથી, અને (૩) આકારથી નિરૂપણ, પ્રસંગે પ્રસંગે સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાન આદિને પ્રમાણ ન માનનારા વાદીઓની માન્યતાનું નિરસન, અનુમાન પ્રસંગે હેતુનું સાચુ લક્ષણ, બૌદ્ધદર્શનમાન્ય ત્રિલક્ષણકત્વ, અને નૈયાયિક-વૈશેષિક દર્શનમાન્ય પંચલક્ષણકત્વનું ખંડન. સાધ્યનું સાચું લક્ષણ, સાધ્યના સત્ય લક્ષણમાં મુકેલાં અપ્રતીત, અનિરાકૃત અને અભીપ્સિત આ ત્રણે વિશેષણોની સાર્થકતા, વ્યાપ્તિકાલે ધર્મ જ સાધ્ય છે. અને અનુમાનકાલે ધર્મી સાધ્ય છે તેનું નિરૂપણ, ધર્મીની (પક્ષની) પ્રસિદ્ધિ વિકલ્પથી (કલ્પનાથી) પણ હોય, પ્રમાણથી પણ હોય, અને ઉભયથી પણ હોય, તેનું નિરૂપણ, પરાર્થનુમાનની વ્યાખ્યા, પરાર્થનુમાનની જેમ પરાર્થપ્રત્યક્ષ, પરાર્થસ્મરણ, પરાર્થપ્રત્યભિજ્ઞાદિના સંભવનું પણ પ્રતિપાદન, સામાન્યપણે પરાક્ષનુમાનમાં પક્ષ અને હેતુ એ બે જ અવયવોની આવશ્યકતા છે. દૃષ્ટાન્તાદિ આવશ્યક નથી તેનું પ્રતિપાદન અને ચર્ચા, તીવ્રમતિવાળા માટે હેતુ એક જ આવશ્યક છે. શેષ ચાર અંગો અનાવશ્યક છે. મંદમતિવાલા માટે પાંચે અંગો આવશ્યક છે. મન્દતરમતિવાળા માટે પાંચ અંગો અને પાંચ આભાસો સમજાવવા પણ જરૂરી છે. ઈત્યાદિ ચર્ચા, દૃષ્ટાન્તના સાધર્મ-વૈધર્મ બે ભેદ, તેની વ્યાખ્યા, તથોપત્તિ (અન્વય) વ્યાપ્તિ, અને અન્યથાનુપપત્તિ (વ્યતિરેક) વ્યાપ્તિ સમજાવવા દ્વારા દેષ્ટાન્તનું કૈવિધ્યત્વ સમજાવવું, ઉપનય અને નિગમનનું સ્વરૂપ, હેતુના ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ રૂપે (એટલે સત્અસત્ પણે) મુખ્ય બે ભેદ, અને તે બન્નેના સાધ્યની સાથે વિરૂદ્ધ તથા અવિરૂદ્ધની અપેક્ષાએ ચાર ભેદો તથા તેના પ્રતિભેદોનું વર્ણન,
(૧)
(૨)
સાધ્યની વિધિને સાધનાર અવિરૂદ્ધોપલબ્ધિ હેતુના ૬ ભેદોનું વર્ણન સાધ્યના નિષેધને સાધનાર વિરૂદ્ધોપલબ્ધિ હેતુના ૭ ભેદોનું વર્ણન સાધ્યના નિષેધને સાધનાર અવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ૭ ભેદોનું વર્ણન સાધ્યની વિધિને સાધનાર વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ૫ ભેદોનું વર્મન
(3)
(૪)
આ પ્રમાણે સવિસ્ત૨પણે પરોક્ષ પ્રમાણના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા તર્ક અને અનુમાન આ ચાર
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org