________________
૧૫૪
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૬
રત્નાકરાવતારિકા
એવી પ્રતીતિ કદાપિ થતી નથી. અનેક કપાલમાં ઘટ, અનેક તંતુમાં પટ, ઇત્યાદિ જ પ્રતીતિ થાય છે, તે પ્રતીતિનો વિરોધ આવશે.
હવે જો તમે (જેનો) એમ કહો કે અનેક અવયવો છે આધાર જેનો એવો આ અવયવી છે. અર્થાત્ અનેક અવયવો સ્વરૂપ આધારમાં રહેવાવાળો છે, તો ત્યાં પણ હું તમને પુછું છું કે પરસ્પર અવિરોધી એવા અનેક અવયવો છે આધાર જેનો એવો અવયવી છે? કે પરસ્પર વિરોધી એવા અનેક અવયવો છે આધાર જેનો એવો અવયવી છે? જો પહેલો પક્ષ કહો તો, એટલે કે અવિરોધી એવા અનેક અવયવોમાં અવયવી વર્તે છે એમ જો કહો તો તે પ્રથમપક્ષ ઉચિત નથી, કારણ કે ચલ-અચલ, ભૂલ-અસ્થૂલ, નીલ-અનીલ, ઇત્યાદિ રૂપ પરસ્પર વિરોધ યુક્ત અવયવોમાં અવયવી પ્રત્યક્ષ પ્રતીત થાય છે. જેમ શરીર ઉપર ધારણ કરેલા વસ્ત્રમાં કોઈક ભાગ પવનથી ચલિત છે કોઈક ભાગ શરીર ઉપર સ્થિર છે પરસ્પર વિરોધી અવયવો-ચલ-અચલમાં અવયવી એવું વસ્ત્ર પ્રતિત થાય છે. શરીરનો કોઈ ભાગ સ્કૂલ અને કોઈ ભાગ અધૂલ દેખાય જ છે. વસ્ત્રનો કોઈ ભાગ નીલવર્ણવાળો અને કોઈ ભાગ અનીલવર્ણવાળો પ્રતીત થાય છે માટે પરસ્પર અવિરોધી અવયવોમાં અવયવી રહેતો હોય એવી પ્રતીતિ થતી નથી.
હવે જો બીજો પક્ષ કહો તો, પરસ્પર વિરોધી એવા અનેક અવયવોમાં એક અવયવી વર્તે છે એમ જો કહેશો તો અવયવો પરસ્પર વિરૂધ્ધધર્મથી યુક્ત હોવાથી તેઓ વચ્ચે
સ્થૂલ એવો એક અવયવી સિધ્ધ થશે નહિ, અર્થાતુ વિરોધી અવયવોમાં એક અવયવી રહી શકશે નહીં. કારણ કે અવયવો પરસ્પર વિરોધી હોવાથી ભેગા થશે જ નહિં તો અવયવી ક્યાં રહે ? - તથા વળી આ અવયવી તે અવયવોમાં વર્તતો છતો સામત્યેન વર્તે છે ? કે એકદેશથી વર્તે છે? એટલે કે એકેક અવયવમાં આ અવયવી સંપૂર્ણ વર્તે છે ? કે એકેક અવયવમાં અવયવીનો એકેક ભાગ વર્તે છે? જો સામત્યેન વૃત્તિ છે એ પક્ષ કહો તો એક જ અવયવમાં સંપૂર્ણ અવયવી પરિસમાપ્ત થવાથી તે અવયવીને અનેક અવયવના આધારવાળો કહેવાનું ઘટશે નહીં, અથવા એકેક અવયવમાં એકેક અવયવી સમાપ્તપણે વર્તવાથી અનેક અવયવોમાં અનેક અવયવી થવાનો પ્રસંગ આવશે.
હવે જો એકેક અવયવમાં અવયવી એકેક દેશથી વર્તે છે એમ જ કહેશો તો તમે અવયવીને નિરંશ માનેલ છે, તેથી તે નિરંશપણું તે અવયવીનું તમારા વડે જે સ્વીકારાયેલું છે, તેનો વિરોધ આવશે. કારણ કે એકેક અવયવમાં અવયવી એકેક અંશથી વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org