SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૬ રત્નાકરાવતારિકા હવે જો “અનુભયસ્વભાવ” વાળો ચોથો પક્ષ કહો તો તે પણ અમનોહર છે, કારણ કે વિધિ અને પ્રતિષેધ આ બન્નેમાંથી ગમે તે એકનો નિષેધ કરાયે છતે ઈતરપક્ષની અવશ્ય વિધિ, અર્થાત્ અન્યપક્ષનો અવશ્યભાવ સિદ્ધ થાય છે. એટલે “સત્' નો નિષેધ કરશો તો ‘‘અસત્’’ મનાશે અને અસત્ નો નિષેધ કરશો તો સત્ મનાશે જ, અને તેથી પ્રથમદ્વિતીય અને તૃતીય પક્ષોક્ત દોષો આવશે જ, તેથી પરમાણુઓ ક્ષણિક છે, એ વાત કોઈ પણ રીતે સૂક્ષ્મ બુદ્ધિમાર્ગમાં ઉતરતી નથી, યુક્તિપૂર્વક સિદ્ધ થતી નથી. ૧૪૪ नापि कियत्कालस्थायिनः, क्षणिकपक्षोपक्षिप्तप्रतीकारस्यात्राप्यवतारात् । किञ्च, कियत्कालस्थायिनोऽप्यमी किमर्थक्रियापराङ्मुखाः, तत्कारिणो वा भवेयुः ? प्रथमभिदायाम् अम्बरोद्भवाम्भोरुहसौरभवदसत्त्वापत्तिः । उदग्विकल्पे, મિसद्रूपम्, सद्रूपम्, उभयरूपम्, अनुभयरूपं वा ते कार्यं कुर्वीरन् ? असद्रूपं चेत्, कथं करिकेसरकलापादेरपि न करणम् ? सद्स्यं चेत् - कथं तस्य करणम् ? सतोऽपि करणे कथं कदाचित् क्रियाविरतिः ? तृतीयतुरीयभेदौ तु प्राक्प्रोक्तसदसद् रूपादिभेदवद् भञ्जनीयौ । तन्नाणुरूपोऽर्थः सर्वथा स्थेमानमातेनिवान् । હવે જો ૫૨માણુઓ કિયત્કાલસ્થાયી છે એમ કહેશો તો, એટલે કે ક્ષણિકપક્ષમાં અમને તમને દોષો આપેલા હોવાથી ત્યાંથી છટકીને પરમાણુઓને જો કેટલોક કાળ રહે છે. (પરંતુ એક ક્ષણમાત્ર રહેતા નથી) એવું જો કહેશો તો ક્ષણિકપક્ષના ખંડન વખતે જે વિકલ્પો રજુ કરાયેલા છે. તે જ વિકલ્પો દ્વારા પ્રતિકાર અહીં પણ ઉતારી શકાય છે. અર્થાત્ ક્ષણિકપક્ષની જેમ અહીં પણ પક્ષો પાડીને ખંડન સારી રીતે થઈ શકે છે. તથા વળી અમે તમને (જૈનોને) પૂછીએ છીએ કે કિયત્કાલસ્થાયી એવા આ પરમાણુઓ શું અક્રિયા કરવાથી પરાંમુખ છે કે અર્થક્રિયા કરવાવાળા છે ? જો પ્રથમપક્ષ કહેશો તો એટલે કે અર્થક્રિયાથી પરાંમુખ છે. એમ જો કહેશો તો ગગનમાં ઉત્પન્ન થયેલા અરવિંદની સુગંધની જેમ તે પરમાણુઓ “અસ” જ થશે કારણ કે જે અર્થક્રિયારહિત હોય છે. તે અસત્ જ હોય છે. હવે જો અર્થક્રિયાયુક્ત હોય છે, એવો બીજો પક્ષ કહેશો તો કારણીભૂત એવા આ પરમાણુઓ જે સ્વકાર્ય કરવારૂપ અર્થક્રિયા કરે છે, તે શું અસત્ રૂપ સ્વકાર્ય કરે છે ? શું સત્ રૂપ સ્વકાર્ય કરે છે ? શું ઉભયસ્વભાવરૂપ કાર્ય કરે છે ? કે શું અનુભસ્વભાવ રૂપ સ્વકાર્ય કરે છે ? જો તમે પ્રથમ પક્ષ કહો કે તે પરમાણુઓ જે કાર્ય કરે છે તે કાર્ય “અસ” છે અને કરે છે તો હાથીની ગર્દન ઉપર જે કેસરાઓનો કલાપ અસત્ છે. તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy