SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ ૧૪૧ કારણવિશેષથી ક્ષણિક અનિત્ય બને છે. આ બે પક્ષોમાંથી જો “અકસ્માત” ક્ષણિક અનિત્ય છે એમ જો કહો તો (૧) શું કારણપ્રતિષેધમાત્ર છે? (૨) શું ભવનપ્રતિષેધ છે? (૩) શું સ્વાત્મહેતુક છે ? કે (૪) શું નિરૂપાખ્યહેતુકત્વ તમારા વડે વિવક્ષાયું છે? (આ ચારે પક્ષોના અર્થ ક્રમશઃ આગળ સમજાવાય છે.) જો પ્રથમપક્ષ “કારણપ્રતિષેધમાત્ર” કહો તો, એટલે કે કાર્યની ઉત્પત્તિમાં કોઈ પણ કારણ નથી; કારણથી નિરપેક્ષપણે જ કાર્ય થાય છે. એમ જો પ્રથમપક્ષ માનશો તો અવની = એટલે કાર્યની ઉત્પત્તિ, મનપેક્ષવેર = કારણોની અપેક્ષા વિનાની હોવાથી સદાકાળ કાર્યના સત્ત્વની પ્રાપ્તિ થશે અથવા સદાકાળ કાર્યના અસત્ત્વની પ્રાપ્તિ થશે. એટલે કે કાર્યની ઉત્પત્તિ નિહેતુક હોવાથી હંમેશાં કાર્ય ઉત્પન્ન થયા જ કરવું જોઈએ. અથવા હંમેશાં કાર્ય અનુત્પન્ન જ રહેવું જોઈએ. શાસ્ત્રાન્તરોમાં (પ્રમાણવાર્તિકમાં) કહ્યું છે કે - જે કાર્ય અન્ય કારણોથી નિરપેક્ષ હોય તે કાર્ય અહેતુક હોવાથી કાં તો સદાકાળ સતું હોવું જોઈએ અથવા કાં તો સદાકાળ અસત્ હોવું જોઈએ, માટે આ પક્ષ ઉચિત નથી. જો “ભવનપ્રતિષેધ” નામનો બીજો પક્ષ કહેશો તો, એટલે કે મવન = પરમાણુઓની ઉત્પત્તિનો થિ = નિષેધ, અર્થાત્ પ્રતિસમયે પરમાણુઓની ઉત્પત્તિ થતી નથી અકસ્માત્ ક્વચિત્ થાય છે. એમ જો બીજો પક્ષ કહેશો તો જે સમયોમાં તમે તે પરમાણુઓની ઉત્પત્તિ માનશો તેના પૂર્વ સમયમાં જેમ ભવન પ્રતિષેધ હોવાથી પરમાણુઓ ઉત્પન્ન થયા નહિ તેની જેમ પાછળના (ઉત્પમાન) સમયોમાં પણ આ પરમાણુઓ ઉત્પન્ન થશે નહિ. હવે જો “સ્વાત્મહતકત્વ” એ ત્રીજો પક્ષ કહેશો તો, એટલે કે પોતે જ પોતાની ઉત્પત્તિમાં હેતુ છે. બીજુ કોઈ કારણ નથી. એમ જો કહેશો તો હજુ જે પરમાણુઓ ઉત્પન્ન થયા નથી એવા સ્વયં “અસ” પરમાણુઓનો પોતાની ઉત્પત્તિમાં વ્યાપાર ખંડિત (ન ઘટતો) હોવાથી તે પરમાણુઓ કેમ ઉત્પન્ન થશે? હવે જો ચોથો “નિરૂપાખ્યહેતુકત્વ” પક્ષ કહેશો તો એટલે કે પરમાણુઓની ઉત્પત્તિમાં અવાચ્ય એવું (ઈશ્વર-ઈશ્વરેચ્છા ઇત્યાદિ) કોઈ ગુપ્ત કારણ છે, એમ જ કહેશો તો તે પરમાણુઓ જે સમયમાં ઉત્પન્ન થાય છે. તે સમયમાં જેમ ઈશ્વરાદિ અવાચ્ય કારણ વિદ્યમાન છે તેવી જ રીતે તે ઈશ્વરાદિ અવાકારણ તો તેના પૂર્વસમયોમાં પણ વિદ્યમાન જ હોવાથી તે પરમાણુઓ સનાતન (એકાન્તનિત્ય) સિદ્ધ થવાની આપત્તિ તમને આવશે. આ પ્રમાણે “અકસ્માતુ” પક્ષના ચારે વિકલ્પો ઘટતા નથી. कारणाद् भवनपक्षे तु स्थूलं किञ्चित् तेषां कारणम्, परमाणव एव वा ? न स्थूलम्, परमाणुस्पार्थपक्षस्यैव कक्षीकारात् । परमाणवश्चेत् ते किं सन्तः, असन्तः, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy