________________
શૂન્યવાદી બૌદ્ધનો પૂર્વપક્ષ
૧ ૩૭
चास्मिस्तदवधारणमिति । अनुमानान्तरमपि गृहीतप्रतिबन्धम्, अगृहीतप्रतिबन्धमेव वा प्रवर्तेत ? इत्याद्यावृत्तावनवस्थादौस्थ्योपस्थापनम् । तद् नानुमानादपि परमाणुप्रतीतिः ।
જ્ઞાનથી અન્ય જે પદાર્થ તે પર કહેવાય છે. ૧૬
વિષયને ગ્રહણ કરનારા એવા ગ્રાહક જ્ઞાન થકી અન્ય, એટલે કે જ્ઞાનથી પણ ગ્રાહ્ય તરીકે પૃથભૂત એવો સચેતન અથવા અચેતન જે પદાર્થ છે. તે “પર” કહેવાય છે. અર્થાત્ પરશબ્દથી તે વાચ્ય જાણવો કે જે પદાર્થ તે તે અર્થક્રિયાના અર્થી જીવોવડે તે તે અર્થક્રિયા માટે ઈચ્છાય છે. ઘટ-પટ-નટ ઇત્યાદિ પદાર્થો જ્ઞાનદ્વારા જ્ઞય તરીકે જણાતા હોવાથી તે “પર” સમજવા.
અહીં = આ પરપદાર્થને માનવાની બાબતમાં કોઈ શુન્યવાદીઓ કેટલાક વિકલ્પોના આડંબરથી વાચાલ બનેલા મુખરૂપે જાણે સ્વપ્નમાં બકતા હોય તેમ બોલે છે - (આ શૂન્યવાદીઓ સંપૂર્ણ આ જગતુને શૂન્યરૂપ માને છે. જ્ઞાન-શેય કંઈ છે જ નહી, સર્વ શૂન્ય છે. એમ માને છે. સર્વનો અપલાપ કરતા હોવાથી પ્રત્યક્ષ નજરે દેખાતા પદાર્થોનું શું પરમાણુ રૂપ છે કે ઘટાદિ અવયવી રૂપ છે ? ઇત્યાદિ ઘણા વિકલ્પો માત્ર કરીને તેનું ખંડન જ માત્ર કરે છે, તે આ પ્રમાણે -
હે જૈનીઓ? જ્ઞાન એ શું વસ્તુ છે ? અને તેનાથી અન્ય એવો અર્થ એ શું વસ્તુ છે? જ્ઞાન અને અર્થ એ છે શું ? શૂન્યવાદી માધ્યમિક નામના બૌદ્ધો કંઈ જ માનતા નથી. તેથી જ્ઞાન અને યપદાર્થનું ખંડન કરવા માટે તે બૌદ્ધો જૈનોને પ્રશ્નો કરે છે.
જૈન :- વસ્તુને જણાવનારૂં, હદયમાં વર્તનારો જે બોધ છે. તે જ્ઞાન છે અને તે જ્ઞાનવડે ગ્રાહ્ય એવો જે પદાર્થ જણાય છે તે પર છે. તે બાહ્ય છે. ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી ગોચર છે.
શૂન્યવાદી :- જ્ઞાન કોનું ગ્રાહક છે? જૈન - અર્થનું, (અર્થાત્ જ્ઞાન એ અર્થનું ગ્રાહક છે) = પદાર્થનું.
શૂન્યવાદી :- આ અર્થ (પદાર્થ), એ જ અનર્થનું મૂલ છે. આ અર્થ માનો છો તો તેનાથી તેનું ગ્રાહકજ્ઞાન સિદ્ધ થાય છે. માટે પ્રથમ “અર્થ” જ ઉમૂલન કરવા લાયક છે. (નીચેની ચર્ચાથી અર્થ જ સિદ્ધ થનાર નથી તો તેનું જ્ઞાન ક્યાંથી સાબિત થવાનું હતું ?)
કહો જૈનીઓ ! તમારો માનેલો તે ઘટ-પટાદિ અર્થ (પદાર્થ) શું અણુરૂપ છે ? સ્થૂલ અવયવી રૂપ છે ? તે ઉભય સ્વભાવવાળો છે? કે અનુભયસ્વભાવવાળો છે? આ ચાર પક્ષોમાંથી કહો, કયો પક્ષ માનશો ? જો અણુરૂપ છે એમ કહો તો અણુઓનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org