________________
૧ ૩૨
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
ચમકવું-ચકમક થવું. વિગેરે) શુક્તિ-રજતમાં બન્નેમાં સંભવે તેવા સાધારણ ધર્મો ત્યાં પણ દેખાય જ છે. તેથી શુક્તિ સંબંધી સત્યજ્ઞાનને પણ ભેદાખ્યાતિ માનવી પડશે.
પ્રશ્ન :- “સાધારણ ધર્મોનો જ પ્રતિભાસ” એમ અવધારણ સહિત પ્રયોગ અમે કરીશું. જેથી સત્ય શુકિતજ્ઞાનમાં ભેદાખ્યાતિ થશે નહિ. કારણ કે ત્યાં સત્ય શુતિજ્ઞાનમાં તે સાધારણધર્મો જ પ્રતિભાસ નથી. પરંતુ સત્યજ્ઞાન હોવાથી ત્રિકોણત્વાદિ વ્યાવર્તકધર્મોનો પણ પ્રતિભાસ છે. તેથી કેવળ એકલા સાધારણ ધર્મોનો જ પ્રતિભાસ ન હોવાથી તે ભૂદાખ્યાતિ બનશે નહિ.
ઉત્તર :- શુક્તિમાં જે રજતનો બોધ થયો છે. જેને તમે ભેદાખ્યાતિ કહો છો અને અમે વિપરીત ખ્યાતિ કહીએ છીએ એવા પ્રસ્તુતરજત બોધમાં પણ “સાવધારણ” એવો સાધારણ ધર્મનો પ્રતિભાસ તો નથી જ ત્યાં પણ સાધારણધર્મની જેમ વ્યાવર્તકધર્મનો પ્રતિભાસ પણ છે જ તેથી તેને પણ સત્યશક્તિજ્ઞાનની જેમ ભેદાખ્યાતિ કહેવાશે નહિ. તે પ્રસ્તુતરત બોધમાં વ્યાવર્તકધર્મનો બોધ આ પ્રમાણે છે :
અહીં અવ્યય હોય એમ કલ્પીએ તો “નત તિસ્થ રતવર્ચવ' આ પદ વિશેષ્ય સમજવું અને શુતિર્થ તુ ઇત્યાદિ પાછળનું પદ તેનું જ વિશેષણ કરવું, તે પાછળનું પદ પૂર્ણ થાય ત્યાં નથી તેથી સમુચ્યય અર્થ કરવો નહિ.
રજતમાં રહેલું જે “રજતત્વ' છે તે જ રજતત્વ રૂપ વ્યાવર્તકધર્મ અહીં પ્રસ્તુત રજતબોધમાં જણાય છે. પરંતુ તે “રજતત્વ' રૂપ વ્યાવકધર્મ કેવો જણાય છે ? રજાનું
સ્મરણ તો સર્વક્ષેત્રે અને સર્વકાળે ગમે ત્યારે સંભવી શકે એટલે રજતનું સ્મરણ “અનિયત દેશ-કાળમાં સર્વત્ર સંભવિત છે તેવું આ રજતસ્મરણ નથી. આ રજતસ્મરણ તો માત્ર શુક્તિમાં જ થાય છે. એટલે નિયત દેશકાલભાવિ છે. તેથી અનિયત-દેશકાલમાં ગમે ત્યારે સ્મરણ કરાતા એવા રજતમાં ન સંભવે તેવું, માત્ર અહીં જ નિયત દેશ-કાળના જ સ્મરણમાં સંભવી શકે તેવું આ રજતત્વ જણાય છે. માટે વ્યાવર્તકધર્મ પણ જણાય છે. આ પ્રમાણે શુતિમાં થતા રજતબોધમાં પણ દીપ્રતાદિ સાધારણધર્મ પણ જણાય છે અને (ત્રિકોણત્વાદિ વ્યાવર્તકધર્મ ભલે જણાતા ન હોય તો પણ) અનિયત દેશકાલના સ્મરણમાં ન સંભવે, અને નિયત દેશ-કાળના સ્મરણમાં જ સંભવે એવું જે રજતગત રજતત્વ છે. તે શુક્તિગત જણાય છે. તે વ્યાવર્તકધર્મ અર્થાત્ અસાધારણ ધર્મનો પણ પ્રતિભાસ છે જ. તેથી તેને ભેદાખ્યાતિ કહેવાશે નહિ. અર્થાતુ રજતગત એવા વિશિષ્ટ રજતત્વનો જ બોધ છે માટે અસાધારણ ધર્મનો પણ બોધ છે જ. એમ પd નો અર્થ પણ સંગત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org