SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાકરની વિવેકાખ્યાતિનું ખંડન સ્વીકારશો તેમાં તમે અમને આપેલા બધા દોષો જ તમને પાછા આપીશું. તેથી સર્વે વિકલ્પોનું પેટમ્ = પોટલું તમારા માથે જ નંખાશે, આ પ્રમાણે ભવત: તદ્ = આપની આ પ્રવૃત્તિ પોતાના જ વધને માટે ત્યા મારીને-મરકીને ઉત્થાપનમ્ ઉત્પન્ન કરવા તુલ્ય જ થશે. જે મરકી ઉત્પન્ન થઈ છતી સ્વવધ માટે જ થાય છે. = अथ प्रकृतज्ञाने रजतप्रतिभाने कथं तेन शुक्तिकाऽपेक्ष्येत ? तन्न, संवृतस्वाकारायाः समुपात्तरजताकारायाः शुक्तिकाया एवात्र प्रतिभानात् । वस्तुस्थित्या हि शुक्तिरेव सा, त्रिकोणत्वादिविशेषग्रहणाभावात्तु संवृतस्वाकारा चाकचिक्यादिसाधारणधर्मदर्शनोपजनितस्त्रयस्मरणारोपितरजताकारत्वाच्च समुपात्तरजताकारा इत्यभिधीयते । यत् खलु यत्र कर्मतया चकास्ति तत् तत्राऽऽलम्बनम् । एतच्च शृङ्गग्राहिकया निर्दिश्यमानायां शुक्त समस्त्येव । सैव हि दोषवशात् तथा प्रतिभाति । ૧૨૭ दृष्टं च दोषवशाद् विपरीतकार्योत्पादकत्वम् । यथाक्षिप्तमन्दाक्षलक्ष्मीकायाः कुलपक्ष्मलाक्ष्यास्तद् तद् विरूद्धवीक्षणभाषणादि । त्वयाऽपि चैतदङ्गीकृतमेव, प्रकृतरजतस्मरणस्याऽनुभूतरजतदेशानुसारिप्रवृत्तिजनकत्वौत्सर्गिककार्यपरिहारेण पुरोदेश एव प्रवृत्तिजनकत्वस्वीकारात् । भेदाऽग्रहणं सहकारिणमपेक्ष्य प्रकृत-रजतस्मरणस्य तदविरूद्धमिति चेत् ? दोषान् सहकारिणोऽपेक्ष्य हृषीकस्यापि तत् तथास्तु । હવે પ્રભાકર કદાચ અહીં અમને (જૈનોને) એવો પ્રશ્ન કરે કે જ્યારે ઘટજ્ઞાન ઉત્પન્ન કરાય છે. ત્યારે વિષયરૂપે ઘટની જ અપેક્ષા રખાય છે. પટજ્ઞાન જ્યા૨ે કરાય છે. ત્યારે વિષયરૂપે પટની જ અપેક્ષા રખાય છે. જે જે વિષયનું જ્ઞાન ઉત્પન્ન કરાય છે. ત્યાં ત્યાં કર્મપણે વિષયરૂપે તે તે જ પદાર્થ અપેક્ષિત કરાય છે. તેવી રીતે પ્રસ્તુતજ્ઞાનમાં રજતનો પ્રતિભાસ થયો છે તો તેમાં (પણ રજતની જ કર્મપણે અપેક્ષા રખાવી જોઈએ) શુક્તિની અપેક્ષા કેમ હોઈ શકે ? સારાંશ કે ઘટને જોઈને જ ઘટજ્ઞાન થાય છે. પટને જોઈને જ પટજ્ઞાન થાય છે. તેમ રજતને જોઈને જ રજતનું જ્ઞાન થવું જોઈએ, શુક્તિને જોઈને રજતનું જ્ઞાન કેમ થાય છે ? આવો પ્રભાકરનો તે પ્રશ્ન વ્યાજબી નથી. કારણ કે આ શુક્તિમાં બે પ્રકારના ધર્મો છે. (૧) ત્રિકોણત્વ આદિ (ત્રિખુણીયાપણું વિગેરે) વિશેષધર્મો પણ છે જે શુક્તિમાં જ હોય છે રજતમાં હોતા નથી તેથી તે વિશેષધર્મો કહેવાય છે અને ચાકચિકયાદિ (ચકમક થવું, ચમકવું ઇત્યાદિ) સાધારણ ધર્મો પણ છે કે જે ધર્મો શુક્તિમાં પણ છે અને રજતમાં પણ છે અને તેથી જ સાધારણ ધર્મ કહેવાય છે. Jain Education International આ પ્રમાણે સાધારણ અને વિશેષ એમ બે પ્રકારના ધર્મોવાળી શુક્તિમાં ત્રિકોણત્વાદિ જે પોતાનો વિશેષધર્મ હતો તે ઇન્દ્રિયદોષથી ન દેખાવાના કારણે સંવૃતસ્વાકારા = ઢંકાઈ ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy