SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૧૧ રત્નાકરાવતારિકા થાય તે ભિન્નવિષયક સજાતીય કહેવાય છે. હવે એક વિષયક સજાતીય પક્ષ કહો તો તે પણ શું એકસત્તાનીય (એક જ પુરૂષમાં થયેલું) કે ભિન્નસંતાનીય (ભિન્નભિન્ન પુરૂષોમાં થયેલું)? જો એકસંતાનીય કહો તો તે ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની સંવાદિતતા (યથાર્થતા) ને જણાવવામાં પુરેપુરો હાથનો ટેકો આપનારૂં જ બનશે, કારણ કે જે છીપમાં રજતનો બોધ થયો હતો તે જ છીપમાં તે જ પુરૂષને આ રજત છે આ રજત છે એમ સતત બોધ જો થયા કરે તો તે જ્ઞાન પૂર્વના જ્ઞાનને પ્રોત્સાહિત કરનાર બનશે. તેથી વિપરીતતાનો બોધ કરાવવાની ધુરાને ધારણ કરનાર કેવી રીતે બનશે ? ઉલટું સતત થતું જતનું આ જ્ઞાન તો પૂર્વના જ્ઞાનની યથાર્થતાને જ પુષ્ટ કરનારૂં બનશે. હવે જો ભિન્નવિષયક સજાતીયજ્ઞાન કહો તો તે પણ એકસતાનીય ? કે ભિન્નસંતાનીય? બન્ને પક્ષોમાં ઉત્તરકાળમાં થનારૂ પટજ્ઞાન પૂર્વકાલીન પટાન્તરના જ્ઞાનની વિપરીતતાને જણાવનાર બનવું જોઈએ, કારણ કે પૂર્વકાળમાં કોઈ એક પટમાં પટજ્ઞાન થયું. તે છે યથાર્થ, છતાં કાળાન્તરે બીજા કોઈ અન્યપટમાં જે પટીયજ્ઞાન થાય તેના વડે આ પૂર્વજ્ઞાનની વિપરીતતા જણાવવી જોઈએ, અહીં પટાતરમાં થવાથી ભિન્નવિષયક છે અને બન્ને કાળમાં પટીયજ્ઞાન જ છે માટે સજાતીય છે. પછી તે એક પુરૂષસંબંધી હોય કે અન્ય પુરૂષસંબંધી હોય તો પણ ઉત્તરકાળના પટજ્ઞાન વડે પૂર્વકાલીન પટાન્ડરજ્ઞાનનું પણ તેમ (અયથાર્થપણું) થવું જોઈએ, પરંતુ થતું નથી, માટે આ પક્ષો પણ વ્યાજબી નથી. (ચિત્રમાંના ૭ થી ૧૨ નંબરના પક્ષો કહ્યા.) __ अथ न सर्वमेवोत्तरज्ञानं प्राक्तनस्याऽन्यथात्वावबोधबद्धकक्षम्, किन्तु यदेव बाधकत्वेनोल्लसति । ननु किमिदं तस्य तद्बाधकत्वम् - तदन्यत्वम्, तदुपमर्दकत्वम्, तस्य स्वविषये प्रवर्तमानस्य प्रतिहन्तृत्वम्, प्रवृत्तस्यापि फलोत्पादप्रतिबन्धकत्वं वा ? प्राचि पक्षे, मिथ्याज्ञानमपि तस्य बाधकं स्यात्, अन्यत्वस्योभयत्राऽविशेषात् । द्वितीये घटज्ञानं पटज्ञानस्य बाधकं स्यात्, तस्यापि तदुपमर्दैनोत्पादात् । तृतीये, न प्रवृत्तिस्तस्य तेन प्रतिहन्तुं शक्या, यत्र क्वचन गोचरे प्रागेव प्रवृत्तत्वात् । तुरीयेऽपि, न फलोत्पत्तिस्तस्य तेन प्रतिबन्धुं पार्यते, उपादानादिसंविदोऽपि प्रथमेव समुत्पन्नत्वात् । किञ्च, विपरीतप्रत्यये रजतमसच्चकास्ति, सद् वा ? असच्चेत्, असत्ख्यातिरेवेयं स्यात् । सच्चेत्, तत्रैव, अन्यत्र वा, ? यदि तत्रैव, तदा तथ्यपदार्थख्यातिरेवेयं भवेत् । अन्यत्र तु सतः कथं तत्र प्रतीतिः, पुरस्सरगोचर एव चक्षुरादेर्व्यापारात् ? दोषमाहात्म्यादिति चेत्, न, दोषाणामिन्दि यसामर्थ्य कदर्थनमात्रचरितार्थत्वेन विपरीतकार्योत्पत्ति प्रत्यकिञ्चित्करत्वात् । ततस्तथा विचार्यमाणस्य तस्यानुपपद्यमानत्वमसिध्यदेव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy