________________
૧ ૧૪
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા
મૂળસૂત્રમાં કહેલ “કૃતિ" શબ્દ આવા પ્રકારના દ્રષ્ટાન્તના ઉપસંહારના ઉલ્લેખ માટે છે. ઉલ્લેખ એટલે અભિનય, અનુકરણ, નકલ, કોપી એવો અર્થ જાણવો, વિપર્યયનું ઉદાહરણ આ પ્રમાણે છે. “જેમ છીપમાં રજતની બુધ્ધિ” આવું બોલી જવું તે, આ વિપર્યયના દષ્ટાન્તનો અભિનય કર્યો છે. તેમ આગળ આગળ બીજા સૂત્રમાં પણ સ્વયં સમજી લેવું. મૂળસૂત્રમાં આવેલું આ “છીપમાં રજતની બુધ્ધિનું દૃષ્ટાન્ત પ્રત્યક્ષને યોગ્ય એવા વિષયના વિપર્યયરૂપ છે. તે આવા પ્રકરણના બીજા દેખાતોના ઉપલક્ષણ માટે છે. જેમ શ્વેતશંખમાં પીતશંખની બુધ્ધિ, અથવા ઝાંઝવાના જળમાં જળની બુધ્ધિ ઇત્યાદિ પ્રત્યક્ષવિપર્યયનાં ઘણાં દૃષ્ટાન્તો છે. તે સમજી લેવાં. તથા તે પ્રત્યક્ષ પ્રમાણથી ઇતર એવાં અનુમાન પ્રમાણને યોગ્ય એવા વિષયનાં વિપર્યયનાં દેખાતોના પણ ઉપલક્ષણ માટે આ દેખાત છે. અનુમાનવિપર્યયમાં હેત્વાભાસના જ્ઞાનનાં દૃષ્ટાનતો, તથા આદિશબ્દથી પક્ષાભાસ, સાધ્યાભાસ આદિનાં પણ વિપર્યય દેખાતો સમજી લેવાં. સૂત્રમાં કહેલા આ એક દષ્ટાતથી આવા પ્રકારનાં પ્રત્યક્ષપ્રમાણના વિપર્યયનાં અને તેનાથી ઈતર અનુમાનાદિપ્રમાણમાં વિપર્યયનાં દષ્ટાતોનું ઉપલક્ષણ સમજાવવા માટે આ કથન કરેલ છે.
અહીં વિવેકાખ્યાતિવાદી (વિવેક એટલે ભેદ, તેની અખ્યાતિ એટલે અજ્ઞાન, તેને કહેનારો, અર્થાત્ છીપમાં રજતનું જે જ્ઞાન છે તે વિપર્યયખ્યાતિ નથી પરંતુ છીપ અને રજત વચ્ચેનો જે ભેદ હતો તે જણાતો નથી, અર્થાત્ તેનું અજ્ઞાન છે એમ માનનારો જે વાદી તે વિવેકાખ્યાતિવાદી કહેવાય છે. પ્રભાકરદર્શન આ પ્રમાણે માને છે. માટે આવા વિવેકનું = ભેદનું, અખ્યાતિ = અજ્ઞાન છે એમ માનનારો એવો વાદી) પ્રભાકર કહે છે કે
છીપમાં રજતની બુધ્ધિ, કે જેતશંખમાં પીતશંખની બુધ્ધિ, એ વિપરીતખ્યાતિ (વિપર્યય) છે. એમ જે જૈનો કહે છે તે બરાબર નથી. પરંતુ ચક્ષુથી જે શુક્તિ અને શ્વેતશંખ દેખાય છે. તે શક્તિનું અને શ્વેતશંખનું જ્ઞાન ઇન્દ્રિયસગ્નિકર્ષજન્ય હોવાથી પ્રત્યક્ષજ્ઞાન છે અને તેમાં રજત તથા પીતશંખનું (પૂર્વે અનુભવેલા વિષયનું) સ્મરણ છે. પ્રત્યક્ષજ્ઞાન અને સ્મૃતિજ્ઞાન હકીકતથી ભિન્ન છે. છતાં તે ભેદ ન જણાવાથી આપણને જાણે વિપરીતબોધ થયો હોય તેમ લાગે છે પરંતુ હકીકતથી તે બે જ્ઞાનો વચ્ચે જે ભેદ છે વિવેક છે તે દેખાતો નથી. એટલે વાસ્તવિક પણે તે ભેદાખ્યાતિ અથવા વિવેકાખ્યાતિ કહેવાય છે. પરંતુ વિપરીતખ્યાતિ કહેવાતી નથી. આ પ્રમાણે પ્રભાકરમતનું કહેવું છે. તેઓ જૈનોની વિપરીતખ્યાતિનું ખંડન આ પ્રમાણેના અનુમાનથી કરે છે. જે જે પક્ષો પાડીને તે પ્રભાકર જૈનોના અનુમાનનું ખંડન કરે છે. તે પક્ષોનું ચિત્ર ૧૧૫ મા પાના ઉપર બનાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org