________________
૧૦૬
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
હવે જો તમે એક કહો કે દૃશ્ય અને વિકલ્પ છે તો ભિન્ન ભિન્ન જ, પરંતુ અમે તે બન્નેને એકરૂપે સમજીએ છીએ, એકરૂપે અધ્યવસિત કરીએ છીએ, આમ જો કહેશો તો તે બન્નેનું આ એકત્વ ઉપચરિત માત્ર જ થયું. અર્થાત્ અંદર વાસ્તવિક તો ભિન્નત્વ રહ્યું. આ તો ઉપચારમાત્રથી એકત્વ આવ્યું. તેમ થવાથી વ્યવસાય કેવી રીતે વિષયનો ઉપદર્શક બની શકે? અર્થાત્ વ્યવસાય વિષયોપદર્શક ન જ બને, ઉપચરિત એકત્વ હોવાથી, કોની જેમ ? તે પ્રશ્નના ઉત્તરમાં એક દૃષ્ટાન્ત આપે છે કે - (que: = સાંઢ, ધોખી = ગાય) જેમ સાંઢને ગાયપણાનો ઉપચાર કરીને ગાય માની લઈએ તેથી કાંઈ તે સાંઢ દૂધ વડે પાત્રને ભરી દેતી નથી. કારણ કે આ ઉપચરિત ગાય છે વાસ્તવિક ગાય નથી. તેવી જ રીતે આ વ્યવસાય તે હકિકતથી અવસ્તુરૂપ જ છે તેમાં વસ્તુપણાનો માત્ર ઉપચાર કરવામાં આવ્યો છે. આ કારણથી ઉપચરિત એવો આ વ્યવસાય વિષયોપદર્શક કેવી રીતે બની શકે? દશ્ય અને વિકણ એવુ સામાન્ય વાસ્તવિક ભિન્ન છે. માત્ર એકપણે આરોપિત કરવામાં આવ્યું છે તેથી દશ્ય સામાન્યમાં રહેલું “વસ્તુપણુ પણ વિકધ્ય સામાન્યમાં આરોપિત જ થયું વાસ્તવિક તો “અવસ્તુપણુ જ રહ્યું છે. તેથી જેમ સાંઢ ઉપચરિત ગાય હોવા છતાં ગાયની જેમ દૂધ ન આપે તે જ રીતે વિકલ્પજ્ઞાન ઉપચરિત વસ્તુને વિષય કરતુ હોવા છતાં વાસ્તવિક “અવસ્તુને જ વિષય કરે છે. માટે વિષયોપદર્શક કેમ બની શકે ? સારાંશ કે એકત્વના આરોપથી “વસ્તુગ્રાહી’ માનવામાં આવે તો પણ વસ્તુગ્રાહીનું કાર્ય જે વિષયોપદર્શકતા અને પ્રમાણતાદિ છે. તે થતાં નથી જ.
વળી આ પ્રસંગે અમે બૌધ્ધોને બીજો દોષ આપવા માટે પુછીએ છીએ કે આ દશ્ય અને વિકધ્યની વચ્ચે જે એકતાનો અધ્યવસાય થાય છે એમ તમે જે કહો છો તે એકતાનો અધ્યવસાય શું પ્રથમ સમયવર્તી દર્શનશાન વડે થાય છે ? કે ઉત્તરસમયવર્તી વ્યવસાયજ્ઞાનવડે થાય છે કે જ્ઞાનાન્તર વડે થાય છે ? આ ત્રણ પક્ષોમાંથી પ્રથમપક્ષ જો કહો તો તે બરાબર નથી કારણ કે દર્શનશાન પૂર્વસમયવર્તી છે અને વિકલ્પજ્ઞાન ઉત્તરસમયવર્તી છે. બન્ને ભિન્ન ભિન્ન કાળવર્તી હોવાથી એક જ્ઞાનનો બીજાના વિષયની સાથે સ્પર્શ થવાનો પણ સંભવ નથી. જેમ શ્રોત્રિયબ્રાહ્મણનો ચંડાળની સાથે સ્પર્શ ન સંભવે તેમ અહીં સમજવું. સારાંશ કે પૂર્વસમયવર્તી દર્શનાત્મક જ્ઞાન રૂપી બ્રાહ્મણ, ઉત્તરસમયવર્તી અધ્યવસાય રૂપી ચંડાળની સાથે ભિન્ન ભિન્ન કાળવર્તી હોવાથી સ્પર્શનો સંભવ જ ન હોવાથી તે દર્શનજ્ઞાન વિકધ્યને વિષયતારૂપે કરી શકતું નથી.
બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે વિકલ્પજ્ઞાન ઉત્તર સમયવર્તી છે તે પૂર્વસમયવર્તી દૃશ્યને પોતાનો વિષય કેવી રીતે બનાવે ? અર્થાત્ ન જ બનાવી શકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org