________________
૯૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૭
રત્નાકરાવતારિકા
__ अपि च, विकल्पस्यापि कथं सिद्धिः ? स्वसंवेदनप्रत्यक्षादिति चेत् ? तस्यापि स्वस्त्योपदर्शनमात्रात् प्रामाण्ये तदेव दूषणम् । विकल्पान्तरोपजननात् पुनरनवस्था । तथा च कथं स्वसंवेदनस्य प्रामाण्यसिद्धिः ? यतस्तेन बाधा पक्षांशे स्यात् ?
તથા વળી ‘વિકલ્પ'ની પણ સિધ્ધિ તમે બૌધ્ધો કેવી રીતે કરશો ? આ ઘટ-પટ છે ઇત્યાદિ પદાર્થોની સિધ્ધિ જેમ પ્રત્યક્ષપ્રમાણથી થાય છે. તેમ “ નીત્વ, હેં પતિ' ઇત્યાદિ જે વિકલ્પો થાય છે તથા વિકલ્પોવાળું જે સવિકલ્પક જ્ઞાન થાય છે. તેની સિધ્ધિ પણ તમે કોના વડે કરશો? સ્વસંવેદન પ્રત્યક્ષથી વિકલ્પોની (અને સવિકલ્પકજ્ઞાનની) સિધ્ધિ થશે એમ જો કહેશો તો તે સ્વસંવેદનપ્રત્યક્ષ પણ શું સ્વરૂપોપદર્શક માત્રથી પ્રમાણ બનશે કે શું (સવિકલ્પકપણાની) અનુરૂપ વિકલ્પધારાની ઉત્પાદકતા વડે પ્રમાણ બનશે?
જો તે સ્વસંવેદનજ્ઞાન પણ સ્વરૂપોપદર્શન કરાવનાર હોવા માત્રથી તેની પ્રમાણતા સ્વીકારશો તો ક્ષણો અને અહિંસાચિત્ત-દાનચિત્ત પ્રત્યક્ષપ્રમાણનો વિષય હોવાથી તેનું સ્વરૂપ જણાયે છતે તેમાં રહેલ ક્ષક્ષયિત્વ, અને સ્વર્ગપ્રાપણસામર્થ્ય પણ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનવાની તે જ આપત્તિ પુનઃ આવશે અને જો સવિકલ્પકજ્ઞાન પછી તેને અનુરૂપ બીજા વિકલ્પાન્તરોને ઉત્પન્ન કરનાર હોવાથી જો વિકલ્પની પ્રમાણતા સિધ્ધ કરશો તો તે ઉત્પન્ન થયેલા બીજા વિકલ્પોની પ્રમાણતા લાવવા ત્રીજી વિકલ્પધારા સ્વીકારવી પડશે. અને એમ ધારાવાહિતા ચાલુ જ રહેતે છતે અનવસ્થા દૂષણ આવશે. માટે બો વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પવડે સ્વસંવેદનની પ્રમાણતા સિધ્ધ થતી નથી. તેથી નિર્વિકલ્પકજ્ઞાન જે “નીલાદિદર્શન' છે તે તમારા મતે ભલે નિર્વિકલ્પક હો પરંતુ તેમાં નીલાદિનો વિકલ્પ હોવાથી સવિકલ્પક છે અને વ્યવસાયાત્મક જ છે. વ્યવસાયવધ્ય નથી. માટે પક્ષીકૃત પ્રમાણનો એકદેશ જે નીલાદિદર્શન, તેમાં વ્યવસાયાત્મક રૂપ સાધ્યનો અભાવ તમારાથી સિધ્ધ થતો નથી. જેથી અમારા કહેલા પક્ષાંશમાં બાધિતતા કેવી રીતે આવે ? આ પ્રમાણે પક્ષમાં “સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી પણ બાધિતતા” આવતી નથી તે સમજાવ્યું.
अथ यन्न निर्विकल्पकं, तन्नैव विकल्पेन सहोत्पद्यते । यथा - विकल्पो विकल्पान्तरेण । विकल्पेनापि सहोत्पद्यते च प्रत्यक्षम् । न चेदं न सिषेध साधनम्, गन्धर्वविकल्पदशायामपि गोः साक्षात्करणात् । अन्यथा समयान्तरे तत्स्मरणानुत्पत्तिप्रसङ्गात् - इत्यनुमानबाधितः पक्षैकदेशः इति चेत् - तदपि कवलितं कालेन, कालान्तरे स्मरणसभावाद्, व्यवसायात्मकस्यैव प्रत्यक्षस्य प्रसिद्धेनिर्विकल्पकस्य संस्कारकारणत्वविरोधात् क्षणिकत्वादिवत् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org