________________
૮૨
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬
રત્નાકરાવતારિકા
અતિશય દૂર હોવાથી પ્રસરણ થવાના અભાવની જ આપત્તિ આવશે. તેથી જેમ ચક્ષુથી મેરૂનું અદર્શન છે તેમ ચંદ્રનું પણ અદર્શન જ થવું જોઈએ.
નૈયાયિક :- ચંદ્ર અતિશય દૂર છે તે વાત યથાર્થ છે. પરંતુ ચંદ્રને રશ્મિઓ છે. અને તે પણ તેજમય છે અને નેત્રનાં રશ્મિઓ પણ તેજમય છે. તેવાં મેરૂ પર્વતને રશ્મિઓ પણ નથી અને તેજમય પણ નથી. તેથી ચંદ્રનાં રશ્મિથી મળ્યાં છતાં નેત્રનાં રશ્મિઓ (સજાતીય હોવાથી) વૃધ્ધિ પામે છે. તેથી ચંદ્ર દૂર હોવા છતાં નેત્રરશ્મિઓ ચંદ્રના આલોકથી વૃધ્ધિ પામવાના કારણે ચંદ્ર સુધી જઈ શકે છે અને ચંદ્રનું ચાક્ષુષજ્ઞાન થાય છે.
જૈન :- જો આ પ્રમાણે બનતું હોય તો (ખરતરત્ર) અત્યંત પ્રચંડકર્કશ એવાં (કરનિકર=) કિરણોના સમૂહ વડે (આપુરિત) ભરી દીધું છે (વિષ્ટપોદર) જગતનું ઉદર જેણે એવો (મરીચિમાલિનિક) સૂર્ય પ્રકાશમાન થયે છતે (સુરાદ્રિક) મેરૂપર્વત તરફ (અભિસર્પતાંs) ગમન કરતાં એવાં તે કિરણોની (સુતરાંs) સારી રીતે વૃદ્ધિ થશે અને તેથી અનાયાસે જ મેરૂપર્વતનો ચાક્ષુષબોધ થશે જ. સારાંશ કે પ્રચંડ સૂર્યનાં કિરણોની સાથે ભળવાથી નેત્રનાં રશ્મિઓ સારી રીતે વૃદ્ધિ પામશે અને તેનાથી મેરૂપર્વત દેખાશે. પરંતુ દેખાતો નથી. માટે તમારી આ વાત વ્યાજબી નથી.
નૈયાયિક :- (દિનકર) સૂર્યનાં કિરણો અત્યંત કઠોર હોવાથી તે કિરણો વડે નેત્રરશ્મિનો પ્રત્યાઘાત થાય છે. અર્થાતુ નેત્રરશ્મિની વૃધ્ધિ થવાને બદલે તે સૂર્યનાં કિરણો પ્રચંડ પ્રતાપી હોવાથી નેત્રરશ્મિને અટકાવે છે.
જૈન :- આવું કહેવું નહિ. જો સૂર્યનાં કિરણો નેત્રરશ્મિને અટકાવતાં હોય તો (તદાલોકકલાપ) તે સૂર્યનાં પ્રકાશપુંજથી જોયેલા કલશ અને કુલિશાદિ પદાર્થોની પણ અનુપલબ્ધિ જ થવી જોઈએ - અર્થાત્ ઘરના ચોકમાં પડેલા ઘટ-પટ-કલશ-કુલિશાદિ પદાર્થોને જોવા માટે નેત્રરશ્મિ જેવાં ત્યાં જાય કે તુરત જ ત્યાં પ્રસરેલાં પ્રચંડ પ્રતાપી સૂર્યરશ્મિ નેત્રરશ્મિને અટકાવશે જ, તેથી જેમ મેરૂ ન દેખાય તેમ ઘરના ચોકમાં સૂર્યના પ્રકાશમાં પડેલા ઘટ પટાદિ પણ ન જ દેખાવા જોઈએ.
ततो न सन्निकर्षसद्भावेऽप्यवश्यं संवेदनोदयोऽस्ति । नापि तदभावेऽभाव एव, प्रातिभप्रत्यक्षाणामार्षसंवेदनविशेषाणां च तत्कालाऽविद्यमानवस्तुविषयतया सन्निकर्षाभावेऽपि समुद्भवात् । तन्न सन्निकर्षस्य साधकतमत्वं साधुत्वसौधाऽध्यासधैर्यमार्जिजत् ।
यं च प्रदीपेन व्यभिचारमुदचीचरः, सोऽपि न चतुरचेतश्चमत्कारचञ्चुः, प्रदीपस्य
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org