________________
૮૦
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૪ થી ૬
રત્નાકરાવતારિકા
प्रेक्षादक्षेण ? आये कल्पे, कथं कस्यापि पदार्थस्योपलब्धिः ? व्यापकस्यात्मनः सर्वभावैरासत्तिसम्भवात् । द्वितीये कथं करतलतुलितमातुलिङ्गादेरुपलम्भः ? तृतीये कथं क्वापि चाक्षुषप्रत्यक्षमुन्मज्जेत् ? चक्षुषः प्राप्यकारित्वकक्षीकारेण सर्वत्र स्वगोचरेणाऽऽसत्तिसद्भावात् ?। तुरीये, कथमधिष्ठानसंयुक्ताञ्जनशलाकायाः समुपलब्धिः ? अथ येनांशेन तस्यास्तत्र संसर्गः, स नोपलभ्यते एव, नैवम्, अवयविनो निरंशत्वेन स्वीकारात् ।
નૈયાયિક :- કોઈ પણ પદાર્થનું ચાક્ષુષપ્રત્યક્ષ થવામાં જેમ રૂપ સહકારી કારણ છે. તેમ “અત્યન્ત આસત્તિનો અભાવ” એ પણ સહકારી કારણ છે. આંખથી જે વસ્તુ જોવાની છે. તે વસ્તુ અત્યન્ત નિકટ ન હોવી જોઈએ તો જ જોઈ શકાય. તિમિરના રોગમાં “અત્યન્ત આસત્તિના અભાવ' સ્વરૂપ આ બીજું સહકારી કારણ ત્યાં વિદ્યમાન નથી. કારણ કે ચક્ષુ અને તિમિર અત્યન્ત આસત્તિ (નિકટતા) વાળાં છે. માટે “રૂપ” નામનું પ્રથમ સહકારી કારણ ત્યાં હાજર હોવા છતાં બીજા કારણના અભાવે ત્યાં ચાક્ષુષપ્રત્યક્ષ થતું નથી.
જૈન - તમે જે આ બીજું સહકારી કારણ “અત્યત આસત્તિ અભાવ' કહ્યું. તે આ આસક્તિ શું આત્માની અપેક્ષાએ ૧, કે શરીરની અપેક્ષાએ ૨, કે લોચનની અપેક્ષાએ ૩, કે શું લોચનમાં રહેલી કીકી આદિને રહેવાનું જે સ્થાન (શરીરમાં રહેલી-ચોટેલી નેત્રાકૃતિ)ની અપેક્ષાએ ૪, આ ચાર પક્ષોમાંથી પ્રેક્ષામાં (બુધ્ધિમાં) દક્ષ (ચતુર) એવા તમારા વડે કયો પક્ષ વિવક્ષા કરાયો છે? (તમે જે પક્ષ જણાવશો તેમાં દોષ જ આવે છે)
(૧) જો આદ્ય પક્ષ કહો તો તમારા મતે આત્મા જગતુ વ્યાપી હોવાથી, અને સર્વત્ર વ્યાપક એવા આત્માને સર્વ પદાર્થોની સાથે આસત્તિનો જ સંભવ હોવાથી કોઈ પણ પદાર્થનો ચાક્ષુષબોધ કેમ થશે? જ્યાં ઘટ-પેટ આદિ પદાર્થો પડેલા છે ત્યાં પણ આત્મા છે તેથી આસક્તિ છે પરંતુ આસત્તિનો અભાવ નથી. માટે સહકારી કારણ ન મળવાથી ઘટ-પટ આદિ સકલ પદાર્થનો ચાક્ષુષબોધ કેમ થાય ?
(૨) જો બીજો પક્ષ કહો તો હથેલીમાં રહેલા બીજોરા આદિ પદાર્થોનો બોધ કેમ થાય? કારણ કે શરીરને બીજોરૂ સ્પર્શેલું હોવાથી આસક્તિ છે. પરંતુ આસત્તિનો અભાવ નથી. તેથી ચાક્ષુષબોધ થવો જોઈએ નહિ.
(૩) જો ત્રીજો પક્ષ કહો તો કોઈ પણ જગ્યાએ (કોઈપણ પદાર્થવિષયક) ચાક્ષુષપ્રત્યક્ષજ્ઞાન કેમ થશે ? અર્થાત્ થશે જ નહિ, કારણ કે ચક્ષુઃ પ્રાપ્યકારી તરીકે સ્વીકારેલી હોવાથી સ્વગોચરમાં (ચક્ષુથી જોઈ શકાય તેવા પદાર્થોમાં) સર્વત્ર આસત્તિ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org