________________
પ્રથમપરિચ્છેદ-સૂત્ર-૩
રત્નાકરાવતારિકા
नभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम प्रमाणं, अत इदं ज्ञानमेव भवितुमर्हति, नाज्ञानरूपं सन्निकर्षादिकम् ।
प्रयोगश्च यथा - प्रमाणं ज्ञानमेव अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षमत्वात् । यत्तु नैवं, न तदेवम् । यथा स्तम्भः । तथा चेदम् । तस्मात् तथा ॥३॥
ઇષ્ટવસ્તુનો સ્વીકાર અને અનિષ્ટવસ્તુનો તિરસ્કાર કરવામાં જે સમર્થ હોય તે જ પ્રમાણ કહેવાય છે. (આવા સ્વરૂપવાળું જ્ઞાન જ છે.) એથી જ્ઞાન એ જ યથાર્થ પ્રમાણ છે.
અભિમત એટલે ઇષ્ટ-આદરવા લાયક-ઉપાદેય, અનભિમત એટલે અનિષ્ટત્યજવાલાયક-હેય. આ અભિમત અને અનભિમત એમ બન્ને પણ બે પ્રકારનું છે મુખ્ય અને ગૌણ. ત્યાં મુખ્ય સુખ અને દુઃખ છે. અર્થાત્ સુખ એ મુખ્ય ઉપાદેય છે અને દુઃખ એ મુખ્ય હેય છે. તે સુખ-દુઃખ, તથા બન્નેનાં જે કારણો છે. જેમકે (૧) કુસુમ-કુંકુમ (કંકુ)- અને કામિનીના કટાક્ષ ઇત્યાદિ જે સુખનાં કારણો છે. તે ગૌણ સુખ અને (૨) દુર્જન, ક્લેશ, કાલકુટવિષ અને કંટકાદિ ઇત્યાદિ જે દુઃખનાં કારણો છે. તે ગૌણ દુઃખ છે.
આવા પ્રકારના મુખ્ય-ગૌણ એમ બન્ને જાતના સુખ અને દુઃખ રૂપ અભિમત તથા અનભિમત વસ્તુનો જે સ્વીકાર અને તિરસ્કાર, તે કરાવવામાં જે સમર્થ હોય તે જ પ્રમાણ કહેવાય છે. અર્થાત્ ઇષ્ટ એવા સુખ અને સુખનાં કારણોનું જે પ્રાપક હોય, તથા અનિષ્ટ એવા દુઃખ અને દુઃખનાં કારણોનું જે પરિહારક હોય તે જ પ્રમાણ કહેવાય છે.
આ અભિમત-અનભિમતના ઉપલક્ષણથી આ બન્નેના અભાવ સ્વભાવ રૂ૫ એવા ઉપેક્ષણીય (અર્થાત્ શેય) અર્થ પણ સમજી લેવા. એટલે કે જે ઉપેક્ષણીય પદાર્થોની ઉપેક્ષા કરાવે તે પણ પ્રમાણ કહેવાય છે.
જે રાગનો વિષય હોય તે સ્ત્રી આદિ અભિમત કહેવાય. જે દ્વેષનો વિષય હોય તે વિષ આદિ અનભિમત કહેવાય.
જે રાગ અને દ્વેષ એમ બન્નેનું અનાલંબન (અવિષય) હોય તે તૃણાદિ ઉપેક્ષણીય (જ્ઞય) કહેવાય છે.
તે ઉપેક્ષણીય વસ્તુની ઉપેક્ષા કરાવનાર, તેની ઉપેક્ષામાં જે સમર્થ હોય તેને પ્રમાણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org