SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શને કરેલા પ્રમાણના લક્ષણની નિર્દોષતા ૬ ૧ કારણ કે પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદો છે. આ લક્ષણ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપ બન્ને વ્યક્તિમાં વ્યાપકપણે સંભવે છે. જો લક્ષણ લક્ષ્યના એકદેશમાં પણ અવૃત્તિ હોય તો અવ્યાપ્તિદોષ આવે પરંતુ અહીં એવું નથી. લક્ષણ લક્ષ્યના બન્ને ભાગોમાં વ્યાપક અતિવ્યાપ્તિદોષનું કલંક પણ અમારા લક્ષણમાં નથી. કારણ કે અલક્ષ્યમાં લક્ષણ જાય તો અતિવ્યાપ્તિ આવે, પરંતુ અલક્ષ્ય એવા સંશય-વિપર્યય અને અનધ્યવસાયાદિ રૂપ જે અપ્રમાણ જ્ઞાનો છે તેમાં અમારું કરેલું લક્ષણ અવર્તનશીલ છે તેમાં જતું નથી તેથી અમને જૈનોને અતિવ્યાપ્તિનું પણ કલંક આવતું નથી. તથા વળી અસંભવ નામનો ત્રીજો દોષ તો આ લક્ષણમાં સંભવતો જ નથી. કારણ કે “જે કોઈ પ્રમાણજ્ઞાન છે તે નિયમા સ્વપરવ્યવસાયિ જ છે. અન્યથા પ્રમાણત્વ તેનામાં ઘટી શકતું નથી” આવા પ્રકારના અનુમાનથી તે પ્રમાણમાં સર્વત્ર સ્વપરવ્યવસાયિત્વસાધ્યની સિધ્ધિ હોવાથી ક્યાંય પણ અસંભવ દોષ નથી. અમારું આ લક્ષણ સર્વથા નિર્દોષ છે. છતાં મતિ ભ્રમથી અમારા લક્ષણમાં કોઈ વાદીઓ ખોટી રીતે દોષો બતાવવા રૂપી કાંટાઓ કદાચ નાખે તો તે કાંટાઓનો ઉધ્ધાર આ પ્રમાણે છે. अत्र चायं कण्टकोद्धारप्रकारः । तथाहि - न तावदत्र पक्षप्रतिक्षेपदक्षदोषसंश्लेषः । अयं हि भवन् किं प्रतीतसाध्यधर्मविशेषणत्वम् ? अनभीप्सितसाध्यधर्मविशेषणता, निराकृतसाध्यधर्मविशेषणत्वम् वा भवेत् ? इति भेदत्रयी त्रिवलीव तरलाक्षीणामुन्मीलति । तत्र न तावत् प्रतीतसाध्यधर्मविशेषणत्वमत्राऽऽख्यायमानं संख्यावतां ख्यातये । यतः प्रसिद्धमेव साध्यं साधयतामेतदुन्मज्जति, आपो दवा इत्यादिवत् । न चैतत् प्रमाणलक्षणमद्यापि परेषां प्रसिद्धिकोटिमाटीकिष्ट । नापि अत्रानभीप्सितसाध्यधर्मविशेषणता भाषणीया । सा हि स्वानभिप्रेतं साध्यं साधयतामधीमतां धावति, शौद्धोदनस्य नित्यत्वसाधनवत् । न चाहतानामेतत् प्रमाणलक्षणमनाकाक्षितम् । नापि निराकृतसाध्यधर्मविशेषणत्वमत्रोपपत्तिपद्धतिप्रतिबद्धतां दधाति । तद्धि प्रत्यक्षेण, अनुमानेन आगमेन वा साध्यस्य निराकरणाद् भवेद् । न चैतद् ‘अनुष्णस्तेजोऽवयवी', “નાતિ સર્વ:”, “નૈન નનન નનં મનનીયમ્ રૂત્યાદ્વિવત્ પ્રત્યક્ષાનુમાના માલિfમ: वाधासम्भववैधुर्यं दधानमीक्ष्यते । तस्मात् नात्र दोषः पक्षस्य सूक्ष्मोऽप्युत्प्रेक्षितुं पार्यते । અમારા લક્ષણમાં વાદીઓ વડે અપાયેલા દોષોરૂપી કાંટાઓનો ઉધ્ધાર કરવાની રીત આ પ્રમાણે છે - દોષો ત્રણ પ્રકારના છે. (૧) પક્ષના દોષ, (૨) હેતુના દોષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy