________________
નૈયાયિક અને વૈશેષિકે કરેલા પ્રમાણના લક્ષણનું ખંડન
૫૭
अथ नेन्द्रियं सत्तामात्रेण तद्धेतुः, किन्तु मनसाऽर्थेन च सन्निकृष्टमिति चेत् - ननु सुषुप्तावस्थायामपि तत्तादृशमस्त्येव, मनसः शरीरव्यापिनः स्पर्शनादीन्द्रियेण, स्पर्शनादेश्च तूलिकादिना सन्निकर्षसद्भावात् । न च अणुपरिमाणत्वाद् मनसः शरीरव्यापित्वमसिद्धम् इति वाच्यम्, तत्र तस्य प्रमाणेन प्रतिहतत्वात् तथाहि-मनोऽणुपरिमाणं न भवति, इन्द्रियत्वात्, नयनवत् । न च शरीरव्यापित्वे युगपज्ज्ञानोत्पत्तिप्रसङ्गः, तादृशक्षयोपशमविशेषेणैव तस्य कृतोत्तरत्त्वात् । इति नैतत्प्रमाणलक्षणमक्षूणम् । आचक्ष्महि च मतपरीक्षा-पञ्चाशति -
'अर्थस्य प्रमितौ प्रसाधनपटु प्रोचुः प्रमाणं परे ।
तेषामञ्जनभोजनाद्यपि भवेद् वस्तु प्रमाणं स्फुटम् । आसन्नस्य तु मानता यदि तदा संवेदनस्यैव सा ।
स्यादित्यन्धभुजङ्गरन्ध्रगमवत् तीर्यैः श्रितं त्वन्मतम् ॥१॥ નૈયાયિક : ભૌતિક ઇન્દ્રિયો ફક્ત સત્તામાત્રથી જ અર્થબોધમાં હેતું છે એવું અમે કહેતા નથી. પરંતુ તે ભૌતિકઇન્દ્રિયો મન અને અર્થની સાથે સંનિકર્ષ પામી છતી વિષયબોધમાં કારણ છે એમ અમે કહીએ છીએ. અને જ્યારે સુષુપ્તાવસ્થા હોય છે ત્યારે મન ઈડાનાડી આદિમાં પ્રવિષ્ટ થયેલું હોવાથી ભૌતિક ઇન્દ્રિય મનની સાથે સન્નિકર્ષ પામી શકતી નથી. તેથી સુષુપ્તાવસ્થામાં અર્થબોધ થતો નથી.
જૈન - સુષુપ્તાવસ્થામાં પણ તત્ = તે મન તદુશમ્ = જેવું પહેલાં હતું તેવું, ૩વ = છે જ, કારણ કે મન શરીરમાં સર્વત્ર વ્યાપક છે. એટલે ઈડાનાડી આદિમાં પ્રવિષ્ટ થતું નથી. તેથી શરીરવ્યાપી હોવાના કારણે આ મન સ્પર્શનાદિ ઇન્દ્રિયોની સાથે સજ્ઞિકર્ષ પામી શકે છે. અને સ્પર્શનાદિ ઇન્દ્રિયો તૂલિકાદિની (તલાઈ-રજાઈ-ગાદી આદિની) સાથે સક્સિકર્ષ પામી શકે છે.
નૈયાયિક :- મન તો માત્ર “અણુપરિમાણ' વાળું હોવાથી શરીરમાં સર્વત્ર વ્યાપક છે આ વાત અસિધ્ધ છે. અર્થાત્ શરીરમાં સર્વત્ર વ્યાપક નથી.
જૈન :- આવું કહેવું નહિ, કારણ કે તે મનની અણુપરિમાણતા અનુમાન પ્રમાણ વડે ખંડિત થાય છે. તમે તૈયાયિકો મનની જે અણુપરિમાણતા કહો છો તે હવે કહેવાતા અનુમાનપ્રમાણથી ઉડી જાય છે. તે અનુમાનપ્રમાણ આ પ્રમાણે છે --
મન (પા), અણુપરિમાણવાળુ નથી (સાધ્ય), ઇન્દ્રિય હોવાથી (હેતુ), ચક્ષુની જેમ (દષ્ટાત) જે જે ઇન્દ્રિય હોય છે તે તે અણુપરિમાણવાળી હોતી નથી જેમકે ચક્ષુ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org