________________
નયાત્મકસ્વરૂપ નામના સાતમા પરિચ્છેદમાં નયનું લક્ષણ-ભેદો-ફળ બતાડી ચાર્વાકના ચૈતન્યવાદની અને બૌદ્ધના ક્ષણિકવાદની, નૈયાયિકના આત્મજડરૂપતા વાદની, સાંખ્યના આત્મકતૃત્વવાદની દિગંબરના સ્ત્રીમુક્તિનિષેધવાદની તો હવા જ કાઢી નાખી છે.
વાદસ્વરૂપ નિર્ણય નામના આઠમા અને અંતિમ પરિચ્છેદમાં વાદ અને વાદી સંબંધી તમામ પાસાઓને આવરી લીધા છે.
આમ સ્યાદ્વાદરત્નાકરના મહત્ત્વપૂર્ણ વાદોનુ નવનીત આ અવતારિકામાં તારવવામાં આવ્યું છે.
કાળનો પ્રભાવ કહો, દૌર્ભાગ્ય કહો, કે શ્રાવકવર્ગની ઉપેક્ષા કહો, આજે આ સ્યાદ્વાદ રત્નાકર સંપૂર્ણ પ્રાપ્ત નથી તેથી તેના અપૂર્ણ વિષયની કલ્પના રત્નાકર અવતારિકા દ્વારા જ કરવી શક્ય છે તેથી પણ આ ગ્રંથનું મહત્વ વધી જાય છે.
અવતારિકાના કર્તા રત્નપ્રભસૂરિ મ. સંસ્કૃત-પ્રાકૃત કે અપભ્રંશના પ્રકાંડ વિદ્વાન તો હતા જ, સાથે સાથે છંદ-અલંકાર-પ્રાસ-કાવ્ય-લાંબા લાંબા સમાસો વિ.માં પણ તેમની નિપૂણતા અસાધારણ કોટીની હતી.
બીજા પરિચ્છેદના પાંચમા સૂત્રમાં ચક્ષુની અપ્રાપ્યકારિતા અને શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્યકારિતા સિદ્ધ કરવા માટે કર્તાએ ભિન્ન ભિન્ન છંદ અને અલંકારોમાં ૯૩ કાવ્યાત્મક અદૂભુત શ્લોકોની જે રચના કરી છે તે જોઈને તો મસ્તક ઝુકી પડે છે. જાણે વાદીઓની સાથે કેલિ કરતા હોય તેવું પ્રતિભાસિત થાય છે. દાર્શનિક ચર્ચાઓને કાવ્યાત્મક શૈલીમાં કંડારવાનું કલાકૌશલ્ય મા સરસ્વતીની મહતી કૃપા વિના શક્ય નથી.
દ્વિતીય પરિચ્છેદના ૨૬મા સૂત્રમાં ઈશ્વરમાં જગત્કતૃત્વ માનનારા નૈયાયિકો સામે ફટકાબાજી કરતા કર્તાએ વાચાર્તય-જીબાન ઉપરની પક્કડ-વ્યાકરણ ઉપરની માસ્ટરી પ્રગટ કરી છે તે જોઈને મન ઓવારી જાય છે. - તિ અને તે આ બે જ ક્રિયા પ્રત્યયો, ઉસ, ટા અને ૩ આ ત્રણ જ વિભક્તિ પ્રત્યયો અને ત, થ, દ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ આ તેર વર્ણ દ્વારા જ ચર્ચાનો દોર ચલાવી અદ્દભુત શાબ્દિક કામણ કર્યું છે. આ લખાણ વાંચતાં તો ઘણો જ ઘણો અહોભાવ પ્રગટે છે.
આમ અનેક પાસાઓથી આ ગ્રંથની-ગ્રંથકારની મહાનતા પ્રગટ થાય છે.
થોડા સમય પૂર્વે પંડિતવર્ય ધીરૂભાઈ મહેતાએ લખેલ યોગવિશિકાનું ગુજરાતી વિવેચન જોવા મળેલ. સૂરિપુંગવ શ્રી હરિભદ્રસૂરિ જેવાની કઠણ કૃતિને એટલી સરળ ભાષામાં વિચિત કરાઈ હતી જે જોઈને પરોક્ષપણે પણ મને તેમના પ્રત્યે અતિ આદર ભાવ થયો હતો.
કઠણ પંક્તિઓને મંદબુદ્ધિવાળા કે અલ્પ અભ્યાસુઓ પણ આસાનીથી સમજી શકે. પંક્તિ લગાડી શકે, લખાણ પણ જરૂર પુરતુ જ. ઓછુ પણ નહી ને વિસ્તૃત પણ નહી, અને તે પણ લોકભોગ્ય દાખલા દલીલો સાથે, આ તેમના વિવેચનની વિશેષતા હતી.
વાયગ્રંથો ઉપર અનુવાદો ઓછા નથી થયા પણ આજના કાળે આવી સુંદર ભાષામાં – આટલી સરળતાથી પંક્તિઓને ખોલી વિવેચન લખવુ એ સરસ્વતીની મહેરને જ આભારી છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org