________________
૫ ૨
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
(૨) વ્યવસાયિ એવું પદ શા માટે કહ્યું છે ? તે જણાવે છે કે - તથાપિ = તે જ્ઞાનમાં પણ જે પ્રત્યક્ષાત્મક જ્ઞાન છે, તેમાં પણ નિર્વિકલ્પકપણાવડે જે પ્રત્યક્ષજ્ઞાન છે કે જે શાક્યો (બૌધ્ધો) વડે પ્રમાણ તરીકે મનાયેલ છે તેનો, તથા સંશય-વિપર્યય - અને અનધ્યવસાયાત્મક ત્રણ અજ્ઞાનોનો, પ્રમાણ તરીકે વ્યવચ્છેદ કરવા માટે વ્યવસાય પદ સૂત્રમાં કહેલ છે.
‘વ્યવસાયિ' એટલે નિર્ણયાત્મક જ્ઞાન, વસ્તુનો યથાર્થ નિર્ણય કરાવનારૂં, “આ સર્પ જ છે અથવા આ રજ્જુ જ છે” એવું જે જ્ઞાન તે જ યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનારૂં છે. માટે પ્રમાણ છે. તેથી બૌધ્ધો વડે જે નિર્વિકલ્પકશાનને - “આ કંઈક છે' એવા સામાન્યજ્ઞાનને જે પ્રમાણ મનાયું છે તે બરાબર નથી. કારણ કે આવું નિર્વિકલ્પકજ્ઞાન નિર્ણયાત્મક ન હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવતું નથી. તથા સંશયજ્ઞાન ડોલાયમાન હોવાથી, વિપર્યજ્ઞાન અયથાર્થ હોવાથી, અને અનધ્યવસાયજ્ઞાન નિર્વિકલ્પકતુલ્ય હોવાથી આ ત્રણે જ્ઞાનો યથાર્થ નિર્ણયાત્મક નહી હોવાથી અજ્ઞાનાત્મક છે. પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવવામાં અસમર્થ છે. માટે પ્રમાણ નથી. તે ૧ + ૩ = ચારેની પ્રમાણતા દૂર કરવા માટે “વ્યવસાયિ' પદનું કથન છે. નિર્ણયાત્મક જ્ઞાન પ્રવૃત્તિ-નિવૃત્તિક્ષમ હોવાથી પ્રમાણ છે.
(૩) પર પદના કથનનું કારણ જણાવે છે કે સ્પષ્ટપણે સાબિત થતા એવા, અને પારમાર્થિક (યથાર્થ-સત્ય) એવા ઘટ-પટાદિ પદાર્થોના સાર્થ (સમૂહ)ના લુંટાક (લુંટારાનહિ માનનારા-અપલાપ કરનારા) એવા જ્ઞાનાદ્વૈતવાદી, આદિશબ્દથી બ્રહ્માદ્વૈતવાદી વિગેરે વાદીઓના મતને દૂર કરવા માટે પર એવું પદ કહ્યું છે.
આત્મામાં ઘટ-પટ વિષયકજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાન એ જેમ સત્ છે. તેવી જ રીતે ઘટ-પટ-નટ ઇત્યાદિ ષેય પદાર્થો પણ જગતુમાં સ્પષ્ટપણે ઉત્પન્ન થતા અને વિનાશ પામતા દેખાય છે. તેના વડે જ જલાધાર-શરીરાચ્છાદન-નૃત્યકલા આદિના યથાર્થ વ્યવહાર થાય છે. માટે તે ઝાંઝવાના જળની જેમ અસતું નથી પરંતુ પારમાર્થિક છે છતાં તે પદાર્થોના સમૂહનો લોપ કરનારા અને જ્ઞાનમાત્ર જ જગતુ છે અથવા બ્રહ્મમાત્ર જ જગતુ છે ઇત્યાદિ શબ્દો દ્વારા માત્ર જ્ઞાનને માની શયનો અપલાપ કરનારા યોગાચારવાદી બૌધ્ધો અને બ્રહ્માદ્વૈતવાદી વેદાતિઓનો મત પ્રમાણભૂત નથી, કારણ કે શેય વગર જ્ઞાન થાયજ કેવી રીતે ? જો જોયા વિના ભ્રમમાત્રથી જ જ્ઞાન થતું હોય તો ઘટમાં પટબુદ્ધિ, અને પટમાં ઘટબુદ્ધિ કેમ થતી નથી? માટે શેયપદાર્થો પારમાર્થિક છે આ પ્રમાણે તે એકાત્તવાદીઓના મતનું ખંડન કરવા માટે “પર' શબ્દ લખીને જ્ઞાનથી પર એવા ઘટ-પટાદિ પદાર્થો સત્ય છે એમ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org