________________
પ્રથમ પરિચ્છેદ-સૂત્ર-૨
રત્નાકરાવતારિકા
અહીં ‘’ શબ્દનો અર્થ પહેલા સૂત્રમાં આવી ગયો છે. “પ્રમીયતે થઈ નેન રૂતિ પ્રમાણમ્' અર્થો જેના વડે જણાય તે પ્રમાણે, ત્યાંથી જાણી લેવો. વારંવ્યવસાયિ = પદનો અર્થ આ પ્રમાણે જાણવો - એટલે જ્ઞાન પોતે, એટલે કે જ્ઞાનનું જ સ્વરૂપ તે સ્વ, ટીકામાં માત્મા એમ જે લખ્યું છે ત્યાં માત્મા એટલે જીવ અર્થ ન કરવો, કારણ કે અહીં જ્ઞાનનું પ્રતિપાદન ચાલે છે માટે આત્મા = જ્ઞાન પોતે, એમ જ્ઞાનાત્મકજ્ઞાનમય જે સ્વરૂપ તે, એવો અર્થ કરવો. ‘પર - એટલે સ્વથી (જ્ઞાનથી) અન્ય એવા અર્થો-પદાર્થો-ઘટ-પટ આદિ, તે બન્ને સ્ત્ર અને પ (જ્ઞાન અને પદાર્થો)નો વિ = વિશેષ કરીને અર્થાત્ યથાવસ્થિત સ્વરૂપે = જેમ છે તેમ, નિર્ણય કરાવવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે “સ્વપ૨વ્યવસાયિ' જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના તે જ્ઞાનને પ્રમાણ કહેવાય
ज्ञायते प्राधान्येन विशेषो गृह्यतेऽनेन इति ज्ञानम् । एतच्च विशेषणम् - अज्ञानरूपस्य व्यवहारधूराधौरेयतामनादधानस्य सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य, सन्निकर्षादेश्चाचेतनस्य नैयायिकादिकल्पितस्य प्रामाण्यपराकरणार्थम् ।
तस्यापि च प्रत्यक्षरूपस्य शाक्यै निर्विकल्पकतया प्रामाण्येन जल्पितस्य, संशयविपर्ययानध्यवसायानां च प्रमाणत्वव्यवच्छेदार्थं व्यवसायीति । स्पष्टनिष्टङ्कयमानपारमार्थिकपदार्थसार्थलुण्टाकज्ञानाद्वैतादिवादिमतमत्यसितुं परेति । नित्यपरोक्षबुद्धिवादिनां मीमांसकानाम्, एकात्मसमवायिज्ञानान्तरप्रत्यक्षज्ञानवादिनां यौगानाम्, अचेतनज्ञानवादिनां कापिलानां च कदाग्रहग्रहं निग्रहीतुं स्वेति ।।
કોઈ પણ પદાર્થમાં સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારના ધર્મો હોય છે. તે દ્વિવિધ ધર્મમાંથી પ્રધાનપણે-મુખ્યત્વે વિશેષધર્મ જણાય જેના વડે તે જ્ઞાન કહેવાય છે. જ્ઞાન વડે
જ્યારે વિશેષ ધર્મો જણાય છે ત્યારે સામાન્ય-ધર્મો પણ તેમાં અવશ્ય જણાય જ છે પરંતુ તે ગૌણતયા જણાય છે અને દર્શનકાળે સામાન્યધર્મો પ્રધાનતયા જણાય છે. વિશેષધર્મો ગૌણપણે જણાય છે. માટે જ ટીકાકારે ટીકામાં પ્રાધાન્યન’ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રધાનપણે વિશેષ જણાય તે જ્ઞાન કહેવાય છે.
સ્વ-પર-વ્યવસાયિનમ્ સૂત્રમાં એકેક પદોનો ઉલ્લેખ શા માટે કર્યો છે. તે ટીકાકારશ્રી અનિત્તમ પદથી શરૂ કરીને સ્પષ્ટ કરે છે કે
(૧) મૂલસૂત્રમાં જ્ઞાનમ્ એવું જે વિશેષણ વાચી પદ છે તે દર્શનને અને સકિર્યાદિને પ્રમાણ ન કહેવાય તે જણાવવા માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org