________________
ના
Se
| (i) •પિ ડેસ્થ’ અવસ્થામાં પાછી જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા, શ્રમણાવસ્થા, એમ ત્રણ અવસ્થા ચિંતવવાની. ચિંતવન આ રીતે કરવાનુ :-જમાવસ્થા:-- “હે નાથ ! આપ તીર્થ કરના ભવમાં જન્મ પામ્યા ત્યારે પ૬ દિકુ કુમારી અને ૬૪ દ્રિોએ આ જન્માભિષેક ઉત્સવ ઉજવે ! જન્મ વખતે પણ આ કે આપને મહિમા ! છતાં પ્રભુ ! આપે લેશ માત્ર ઉત્કર્ષ કે અભિમાન ન આપ્યું ! ધન્ય લધુતા ! ધન્ય ગાંભીર્ય !?
T
રાજય અવસ્થા :-“હે તારક દેવ ! આપને માટીમાટી રાજયસંપત્તિ પરિવાર્ મળ્યા, છતાં આપ જરાય રાગ દ્વેષથી લેપાયા નહિ; અનાસકત યોગી જેવા રહ્યા ! ધુન્ય વૈરાગ્ય !? શ્રમણાવસ્થા :–“હે વીર પ્રભુ ! માટે શૈભવી સ સાર તૃણવત્ ફગાવી દઈ આત્મકલ્યાણ અર્થે આપે સાધુજીવન સ્વીકારીને ઘેર પરીસહ અને ઉપસર્ગ સમતાભાવે સદ્યા ! સાથે અતુલ ત્યાગ તથા કઠોર તપસ્યા કરી ! અને રાતદિ’ ખડે પગે ધ્યાન ધર્યા ! એમ કરી ઘનઘાતી કમના ભુકકા ઉડાવ્યા ! ધન્ય સાધન ! ધન્ય પરાક્રમ !' (ii) પદસ્થ અવસ્થા એટલે કે તીર્થ" કરપદ ભેગવવાની અવસ્થા. અને એ અંગે ભાવવાનું કે...હે નાથ ! આપે કેવા ૩૪ અતિશયધારી અરિહંત તીર્થકર બની, (૧) ૩૫ વાણીના ગુણે ભરી તત્ત્વ માગ સિદ્ધાન્તની ધર્મદેશના રેલાવી ! તથા (૨) તીથ ચતુર્વિધ સંઘ અને શાસન સ્થાપી, તેમજ (૩) દશન-રમરણ પૂજા–ધ્યાનાદિમાં આલ'બન આપી, જગત ઉપર કેટલો બધે ઉપકાર કર્યો ! જગતને આપે જીવ-અજીવ વગેરે સમ્યક તત્ત્વ આપ્યા ! સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રતપને મોક્ષમાર્ગ આપે ! અનેકાંતવાદ, નયવાહ, વગેરે લોકોત્તર સિદ્ધાન્ત આપ્યા ! હે ત્રિભુવનગુરુ ! આપ અષ્ટ પ્રાતિહાર્યથી સેવાઓ છો ! ઇન્દ્રો જેવા પણ આપના ચરણે નમે છે ! મડાબુદ્ધિનિધાન ગણધરો આપની સેવા કરે છે ! કે આપને વાણીપ્રભાવ કે જ'ગલી પશુઓ પણ પોતાના જન્મ જાત વેરી (શિકાર) સાથે મિત્રભાવે એસી, એ સાંભળે છે ! અહા, આપના સમરણ માત્રથી કે દર્શનમાત્રથી પણ દાસના પાપનો નાશ કરે છે ! આપનો કે અચિંત્ય અને કે અપરંપાર પ્રભાવભર્યો અનત ઉપકાર ! છતાં પણ તેના બદલામાં ર૫: પને કાંઈ જોઇતું નથી. એ કેવી અકારણુવત્સલતા ! આપે તે ઘોર અપકારી- અપરાધીને પણ તારવાને અદ્ભુત ઉપકાર કર્યો ! તે હું આપનાથી જરૂર તરીશ !
" (iii) રૂપસ્થ એટલે કે શુદ્ધ સ્વરૂપ અવસ્થા અંગે વિચારવાનું : “હે પર માત્મન ! આપ સર્વને નિર્મળ નાશ કરી અશરીરી અરૂપી શુદ્ધ બુદ્ધ મુકત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી કેવું' અનંતજ્ઞાન અનંત સુખમાં ઝીલવાનું કયું ! કેવા અનત ગુણ ! કેવી ત્યાં સદા નિષ્કલંક,નિરાકાર, નિર્વિકાર નિરાશાધ સ્થિતિ ! જન્મ, મણ રોકા, શાક કે દારિદ્રય વગેરે કઈ જ પીડા નહિ ધન્ય પ્રભુ !'
an Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org