SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ચૌદ ગુણસ્થાન વહિતા, વિસભાગપરિક્ષય, શિવવત્ન, ધ્રુવમાર્ગ વગેરે સંજ્ઞાઓથી ગીઓ સંબંધે છે. સાંખ્ય-ચોગદર્શન આને જ પ્રશાન્તવાહિતા કહે છે, બૌદ્ધો વિસભાગપરિક્ષય કહે છે, શૈ શિવવર્મી કહે છે, મહાવ્રતિકે ધ્રુવમાર્ગી કહે છે. (૮) પરાષ્ટિ : આ દષ્ટિમાં યોગી નિરાચાર પદવાળ, અતિચાર-રહિત હોય છે. પર્વત ચડી ગએલાને ચડવાનું રહેતું નથી તેમ આચારથી જીતવા યોગ્ય કર્મ ઉપર વિજય મેળવી લેવાથી આ ચગીને કોઈ આચાર પાળવાનું રહેતું નથી. માટે જ તેને “નિરાચાર પદવાળે કહેવાય છે. પ્રશ્ન : આ યેગી ભિક્ષાટન વગેરે રૂપ આચારમાં પણ પ્રવૃત્ત ન થાય. ઉત્તર : ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ તે કરે પરંતુ તે પૂર્વે સાંપરાયિક કર્મ (કષાયને વિપાક બનાવતું કર્મ) ખપાવવા માટે ભિક્ષાટનાદિ સર્વ આચાર-ક્રિય હતી. હવે તે સાંપરાયિક કર્મને નાશ થઈ જવાથી જે ભિક્ષાટનાદિ ક્રિયા કરાય છે તે ભપગાહી (અઘાર્તા) કર્મને નાશ કરવા માટે થાય છે. એટલે ફલના ભેદથી આચાર-ક્રિયા એક દેખાવા છતાં ભિન્ન બની જાય છે. જેમ એક માણસ જ્યારે રત્નની પરીક્ષા રૂપે રત્નનું જ્ઞાન મેળવી રહ્યો છે ત્યારે તેની તે શિખાઉ દકિટ છે. પરંતુ એ જ માણસ જ્યારે રત્નને વેપારી બની જાય છે ત્યારે રત્નને વેપાર કરતી વખતે રત્ન તરફ દષ્ટિ છે તે પેલી શિખાઉ દષ્ટિથી તદ્દન જુદી જ છે. રત્નના વ્યાપારથી જ રતનને વેપારી કૃતકૃત્ય બને છે. તેમ આ મહાત્મા ધર્મસન્યાસના વેપારથી કૃતકૃત્ય બને છે. ધર્મ એટલે ક્ષયોપશમભાવ. તેના ત્યાગરૂ૫ તાત્વિક સન્યાસ અહીં પ્રાપ્ત થાય છે. ઉપચરિત ધર્મસન્યાસ દઠ્ઠા ગુણસ્થાનથી હેય છે. આ ગીને આ તારિક ધર્મસન્યાસ શ્રેણિત બીજા અપૂર્વકરણમાં (જેનું વર્ણન આગળ આવશે) પ્રાપ્ત થાય છે. ચૌ. ગુ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy